દિવાળી પહેલા શૅર બજારમાં રેકોર્ડબ્રેક તેજી, રોકાણકારોએ કમાયા 2 લાખ કરોડ રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

Stock Market Today: આ કંપનીઓના શૅરોમાં રોકાણ કરવાથી થઈ શકે છે વધુ લાભ

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકામાં જો બાઇડન (Joe Biden) રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ આજે ભારતીય બજારો (Indian Stock Markets)માં રેલી જોવા મળી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે સોમવારે દુનિયાભરના બજારોથી મળેલા મજબૂત સંકેતોના દમ પર BSEનો 30 શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ Sensex 600 પોઇન્ટ ચઢીને 42500ના નવા શિખર પર પહોંચી ગયો. બીજી તરફ NSEનો 50 શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 12430ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાના બજારોમાં ઐતિહાસિક ઇલેક્શન રેલી (શૅર બજારમાં તેજી) ચાલુ છે, જેની અસર દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.

  થોડીક મિનિટોમાં જ રોકાણકારોએ કમાયા 2 લાખ કરોડ

  આજની તેજી બાદ બજારમાં રોકાણકારોને થોડીક મિનિટોમાં બે લાખ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. BSEની લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ સોમવારે બજાર ખુલ્યા બાદ 1,65,45,013.79 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. બીજી તરફ, શુક્રવારે માર્કેટ કેપ 1,63,60,699.17 કરોડ રૂપિયા પર બંધ થયો હતો.

  રોકાણકારો હવે શું કરે? - દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ નામથી જાણીતા રાકેશ ઝૂનઝૂનવાલાએ સીએનબીસી-આવાજની સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં ભારતીય શૅર માર્કેટમાં રોકાણ અને તેજીથી વધવાની શક્યતા છે. તેઓએ આગામી પાંચ વર્ષમાં ડબલ ડિજિટ ગ્રોથની આશા વ્યક્ત કરી છે. રાકેશ ઝૂનઝૂનવાલાનું કહેવું છે કે ભારત દુનિયાનું ફાર્મા કિંગ બનશે. ભારતમાં રોકાણ ન આવવાનું કોઈ કારણ નથી. ભવિષ્યમાં મેન્યૂફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધશે.

  આ પણ વાંચો, દિવાળી પહેલા અહીં મળી રહ્યું છે સસ્તું સોનું, આજે જ કરો ખરીદી, માત્ર 5 દિવસનો છે સમય

  રાકેશ ઝૂનઝૂનવાલાનું કહેવું છે કે જુલાઈમાં જેટલી આશંકા હતી તેનાથી ઓછું ડિફોલ્ટ બેન્કિંગ સેક્ટરમાં થયું છે. બેન્કિંગ સેક્ટરમાં ડિફોલ્ટ આશંકાઓથી ઓછું રહ્યું છે. જુલાઈમાં જેટલી આશંકા હતી તેનથી ઓછું ડિફોલ્ટ થયું છે. કોર્પોરેટ્સના કારણે બેન્કિંગ પર દબાણ નથી.

  આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે ભૂલથી પણ ન ખરીદતાં આ વસ્તુઓ, થઈ શકે છે મોટું નુકસાન

  હવે આ કંપનીઓના શૅરોમાં બનશે પૈસા- Helios Capitalના ફાઉન્ડર સમીર અરોરાનું કહેવું છે કે શૅર બજારથી સારું રિટર્ન બીજે ક્યાંય નહીં મળે. પોતાના પસંદગીના સેક્ટર પર તેઓએ કહ્યું કે, IT, ફાર્મા, કન્ઝ્યૂમર, પ્રાઇવેટ બેંકોકમાં રોકાણની સારી તક છે. રોકાણકારો પોતાના પોર્ટફોલીયોમાં સોનું જરુર રાખે.
  Published by:Mrunal Bhojak
  First published: