Home /News /business /Share Market : ગઈકાલની ઉછાળા બાદ આજે પણ માર્કેટમાં તેજી; જાણો નિફ્ટીમાં કમાણીની રણનીતિ

Share Market : ગઈકાલની ઉછાળા બાદ આજે પણ માર્કેટમાં તેજી; જાણો નિફ્ટીમાં કમાણીની રણનીતિ

સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા

Stock Market Updates: નિફ્ટી અંગે વાત કરતા સીએનબીસી-આવાઝના વીરેનદ્ર કુમારે કહ્યું કે, નિફ્ટી માટે પ્રથમ વિઘ્ન 17513-34-17574 પર અને મોટું વિઘ્ન 17610-17655 પર છે. પ્રથમ બેઝ 17437-17385 પર અને બીજો બેઝ 17326-17267 પર છે.

મુંબઈ. ગઈકાલના 700થી વધુ પોઇન્ટના ઉછાળા બાદ આજે ગુરુવારે ફરી ભારતીય શેર બજાર (Indian stock market)માં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) આજે તેજી સાથે ખુલ્યા હતા. સવારે ફાર્મા, રિયલ્ટી, બેંક, મિડ કેપ, સ્મૉલ કેપમાં તેજી જોવા મળી હતી. પ્રી-ઓપનિંગમાં બજારમાં તેજી જોવા મળી હતી. 30 માર્ચના રોજ ભારતીય બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ 1357.47 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારો (FII)એ 1,216 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

નિફ્ટીમાં કમાણીની રણનીતિ


નિફ્ટી અંગે વાત કરતા સીએનબીસી-આવાઝના વીરેનદ્ર કુમારે કહ્યું કે, નિફ્ટી માટે પ્રથમ વિઘ્ન 17513-34-17574 પર અને મોટું વિઘ્ન 17610-17655 પર છે. પ્રથમ બેઝ 17437-17385 પર અને બીજો બેઝ 17326-17267 પર છે. મંથલી એક્સપાયરીના દિવસે ઉતાર-ચઢાવ વધારે રહેશે. ટેક્નિકલ રીતે નિફ્ટી સારી સ્થિતિમાં છે. RIL, NBFCs થી નિફ્ટીમાં જોશ દેખાઈ રહ્યો છે. નિફ્ટી સ્પૉટ દાયરાથી ઉપરના સ્તર પર પહોંચી ગયો છે. 7 એપ્રિલની 17600 ના કૉલને લોંગ કરી શકો છો. ગઈકાલે 17600 ના કૉલનો ભાવ 160 સુધી ગયો હતો. પ્રથમ બેઝ સુધી ઘટાડા પર ખરીદી કરો. નિફ્ટી 17513-534 ઉપર ટકેલો રહેશે તો વધારે તેજી જોવા મળશે.

બુધવારે સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો


શેર બજાર (Stock market)માં છેલ્લા થોડા વર્ષોમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. તાજેતરના રશિયા-યુક્રેનના યુદ્ધ (Russia ukraine war) વચ્ચે ગત સપ્તાહના કોન્સોલિડેશન બાદ આખરે શેર બજારમાં મજબૂતી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ (Benchmark index)માં લગભગ 1 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જેમાં મોટાભાગના સેક્ટર્સમાં 30 માર્ચે અપટ્રેન્ડ જોવા મળ્યું હતું. બપોરે 15:16 કલાકે BSE સેન્સેક્સ 711 અંક વધીને 58,655 અને નિફ્ટી50 174 અંક વધીને 17,499 પર બંધ થયો હતો. નિફ્ટી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળવી હતી. બંને અનુક્રમે 0.7 ટકા અને 1 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઇ રહ્યા હતા.

બુધવારની તેજી અંગે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેજીને પ્રોફિટ લેવા અને આંતરરાષ્ટ્રીય પોલિસીના કારણે ઉદભવતી ચિંતાઓ મર્યાદિત કરી શકે તેવી સંભાવના છે. તેજી માટે નીચેના પરિબળો જવાબદાર છે.

1) યુક્રેન-રશિયા શાંતિ મંત્રણા


યુદ્ધમાં તટસ્થ રહેલા તુર્કીમાં યુક્રેન અને રશિયાના અધિકારીઓ વચ્ચે શાંતિ મંત્રણામાં સફળતા મળવાની આશાના કારણે બજારમાં તેજીનો માહોલ છે. રશિયા દ્વારા કીવ અને ચેર્નીહિવ પરના લશ્કરી હુમલામાં કાપ મૂકવાની સહમતી દર્શાવાઇ છે. બીજી તરફ યુક્રેનના વાટાઘાટકારોએ સુરક્ષાની ખાતરીના બદલામાં તટસ્થ સ્ટેટ્સ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રશિયાની કોમેન્ટ અંગે અમેરિકાએ ચેતવણી આપી હતી. તેણે રશિયાએ અગાઉ સમાન વચનોનું પાલન કર્યું ન હોવાનો દાવો કર્યો હતો. આ વાત CNBCના અહેવાલ પરથી જાણવા મળે છે.

2) એશિયાની બજારોમાં તેજી


વોલ સ્ટ્રીટ પર રાતોરાત આવેલી તેજીને પગલે ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં લગભગ 2 ટકા અને હોંગકોંગના હેંગ સેંગમાં 1.4 ટકાનો ઉછાળો નોંધાતા એશિયન માર્કેટમાં સરેરાશ પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.67 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા વધ્યો હતો.

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને S&P 500 ઇન્ડેક્સમાં 29 માર્ચે 1-1 ટકાનો વધારો થયો હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 2016 પછી પ્રથમ વખત 5 વર્ષ અને 30 વર્ષના બોન્ડ યીલ્ડ ઇનવર્ટેડ બાદ પણ 1.8 ટકા વધ્યો હતો.

આ પણ વાંચો: પેનલ્ટી ચૂકવીને 31 માર્ચ, 2023 સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકાશે

3) FIIનો આઉટફ્લો ધીમો પડ્યો


વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં વેચવાલીમાં બ્રેક મારી દીધી હોય તેવું લાગે છે. તેઓએ વચ્ચે-વચ્ચે ઇક્વિટી ખરીદવાનું શરૂ કર્યું હતું. જો કે, તેઓ હજી પણ માર્ચમાં રૂ. 47,727 કરોડની વેચવાલી કરનાર રહ્યા હતા, જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ માસિક આઉટફ્લો છે.

4) સેક્ટરો આવ્યા હરકતમાં


મેટલ્સ અને ફાર્માને બાદ કરતાં તમામ મોટા સેક્ટરોએ જોર લગાવ્યું હતું. નિફ્ટી બેન્ક, ઑટો અને ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડેક્સમાં 1-2 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે.

જિયોજિતના વિજયકુમારે જણાવ્યું હતું કે, અગ્રણી બેંકો, અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, ફિનટેક લીડર અને અનુક એનબીએફસીને નાણાકીય વર્ષ 2023 તેજસ્વી દેખાય છે અને તેમના મૂલ્યાંકન વાજબી છે

આ પણ વાંચો: આજે (31 માર્ચ) આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

5) ઇન્ડિયા VIX


30 માર્ચના રોજ વોલેટિલિટી ધીમી પડી હતી. તે ઇન્ટ્રા-ડેના મહત્વના ગણાતા 20 સ્તરથી નીચે આવી હતી. જેના કારણે તેજીને ટેકો મળ્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વોલેટિલિટી વધુ ઘટાડો બજારમાં વધુ સ્થિરતા લાવી શકે છે. આ સ્થિતિમાં ફિયર ઇન્ડેક્સ ગણાતા ઇન્ડિયા VIX પબ્લિશીંગના સમયે 3.4 ટકાના ઘટાડા સાથે 20.58 પર ટ્રેડ થયો હતો.

(Disclaimer: અહીં નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો અને રોકાણની ટિપ્સ તેમના પોતાના છે, વેબસાઇટ અથવા તેના મેનેજમેન્ટના નહીં. જેથી રોકાણના નિર્ણયો લેતા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટનો સંપર્ક કરો.)
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો