શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1074 અને નિફ્ટી 300 અંક તૂટ્યો, ડુબી ગયા 3 લાખ કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: October 15, 2020, 5:09 PM IST
શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1074 અને નિફ્ટી 300 અંક તૂટ્યો, ડુબી ગયા 3 લાખ કરોડ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકામાં રાહત પેકેજ નહીં આવવાની આશંકાને કારણે દુનિયાભરના શેરબજારોમાં ભારે કડાકો

  • Share this:
નવી દિલ્હી : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકામાં રાહત પેકેજ (US Stimulus Package)નહીં આવવાની આશંકાને કારણે દુનિયાભરના શેરબજારોમાં ભારે કડાકો (Global Stock Market Crashed)આવ્યો છે. પહેલા એશિયન બજાર અને હવે યુરોપિયન બજારમાં પણ તેજી વેચવાલી જોવા મળી રહી છે. આ સંકેતોની અસર ઘરેલું બજારમાં પણ જોવા મળી રહી છે. બીએસઈનો 30 શેર વાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex)માં 1000 પોઇન્ટથી વધારે કડાકો બોલાયો છે. એનએસઈના પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં (Nifty)300 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડામાં નિવેશકોના 3 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે. જોકે એક્સપર્ટોનું કહેવું છે કે રોકાણકારોએ હાલ ગભરાવવું જોઈએ નહીં પણ નીચેલા સ્તરો પર સારા શેરમાં ખરીદદારી કરવી શાનદાર રણનીતિ રહેશે. જોકે શેરબજારમાં આગામી કેટલાક દિવસો ભારે ઉઠક પટક જોવા મળી શકે છે.

સેન્સેક્સ 1074 પોઇન્ટ ઘટી 39720 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 300 પોઇન્ટ ઘટી 11671 પર બંધ થયો છે. એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ 18ને જણાવ્યું કે શેરબજારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ અમેરિકામાં આવનાર રાહત પેકેજમાં લેટ થઈ રહ્યું છે. કારણ કે જો મોટી રકમ અમેરિકાના અર્થવ્યવસ્થામાં નાખવામાં આવશે તો તેની અસર દુનિયાભરમાં જોવા મળશે. જેથી ગ્લોબલ માર્કેટમાં તેજ વેચવાલી છે.

આ પણ વાંચો - અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : 72% ભારતીય અમેરિકી બાઇડેનને આપશે વોટ, ટ્રમ્પની સાથે ફક્ત 22% : સર્વે

આસિફનું માનવું છે કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી દુનિયાભરના બજારોમાં ઉઠક પઠક જોવા મળશે. જોકે રોકાણકારોએ તેનાથી પરેશાન થવું જોઈએ નહીં. આ ઘટાડા પછી ઘણા શેર આકર્ષક ભાવ પર આવી ગયા છે. જેથી તેમાં પૈસા લગાવીને ફાયદો ઉઠાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે બુધવારે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી (વિત્તમંત્રી)નું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ચૂંટણી પહેલા રાહત પેકેજ શક્ય નથી.
Published by: Ashish Goyal
First published: October 15, 2020, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading