Home /News /business /

Stock Market : આજે શેરબજારમાં તેજીના એંધાણ, આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

Stock Market : આજે શેરબજારમાં તેજીના એંધાણ, આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

શેરબજરમાં આજે તેજીનો અંદાજ

ગત અઠવાડિયે સેન્સેક્સ 462 પોઈન્ટ વધીને 52,728 પર બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ વધીને 15,699 પર બંધ થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આજે પણ બજાર પોઝિટિવ મૂડમાં રહે તેવી આશા છે. પાછલા સત્રમાં વૈશ્વિક બજારમાં આવેલા ઉછાળાને કારણે એશિયન બજારોને લાભ મળી શકે છે.

વધુ જુઓ ...
    ગયા અઠવાડિયે શેરમાર્કેટ રિકવરી મોડમાં હતું જેના કારણે આજે પણ ભારતીય સ્ટોક માર્કેટ સપ્તાહની શરૂઆત તેજી સાથે કરે તેવી શક્યતા છે. આ સિવાય વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે જેનો ફાયદો ભારતીય શેરબજારને ચોક્કસપણે થશે. રોકાણકારો આજે પણ ખૂબ ખરીદી કરે તેવી આશા છે.

    ગત અઠવાડિયે સેન્સેક્સ 462 પોઈન્ટ વધીને 52,728 પર બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 143 પોઈન્ટ વધીને 15,699 પર બંધ થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આજે પણ બજાર પોઝિટિવ મૂડમાં રહે તેવી આશા છે. પાછલા સત્રમાં વૈશ્વિક બજારમાં આવેલા ઉછાળાને કારણે એશિયન બજારોને લાભ મળી શકે છે. અગાઉ વ્યાજદરમાં વધારાને કારણે અમેરિકાના શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.

    આજે કયાં શેર પર રહેશે રોકાણકારોની નજર?


    Zomato Ltd, Maruti Suzuki India Ltd, Infosys Ltd, Dish TV India Ltd, Axis Bank Ltd, Dr Reddy's Laboratories Ltd, Welspun Corp Ltd, Hindustan Media Ventures Ltd, SIS Ltd, CSB Bank Ltd

    આ પણ વાંચો -આ અઠવાડીએ આ 3 સ્ટોક પર દાવ લગાવો, લાંબા ગાળે Good રીટર્ન મળી શકે છે

    વૈશ્વિક બજારોમાં તેજી


    અમેરિકાના સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદીનો માહોલ હતો પરંતુ બજાર હવે રિકવરી મોડમાં આવી ગયું છે અને તેમાં તેજી આવી રહી છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQ ગત કારોબારી સત્રમાં 3.34 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું. આ સિવાય અન્ય બે યુએસ એક્સચેન્જ એસએન્ડપી 500 અને ડાઉ જોન્સમાં પણ તેજી જોવા મળી હતી. અમેરિકામાં તેજીની અસર યુરોપિયન માર્કેટ પર પણ જોવા મળી. યુરોપનું મહત્વનું શેરબજાર જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પણ ગતરોજ 1.59 ટકાના વધારા સાથે બંધ થયું હતુ. જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 3.23 ટકા અને લંડનનું શેરબજાર પણ 2.68 ટકાના વધારા સાથે બંધ થયું હતું.

    આ પણ વાંચો - પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જુઓ આજે તમારા શહેરમાં એક લીટરનો ભાવ કેટલો?

    એશિયાના બજારોમાં પણ તેજી


    એશિયાના મોટાભાગના બજારો આજે લીલા નિશાન સાથે ખુલ્યા છે. જાપાનનો સ્ટોક એક્સચેન્જ નિક્કી 0.68 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાંપણ 1.25 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    (Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन