Home /News /business /Stock Market Today: RBI પોલિસીની જાહેરાત પહેલા બજારની સપાટ ચાલ, માર્કેટમાં આ શેર્સ પર નજર રાખો

Stock Market Today: RBI પોલિસીની જાહેરાત પહેલા બજારની સપાટ ચાલ, માર્કેટમાં આ શેર્સ પર નજર રાખો

આજે કમાણી કરવી હોય તો શેરબજારમાં આ શેર્સ પર નજર રાખો.

Stock Market News: ભારતીય શેરબજારમાં આજે ઘણીબધી બાબતો તેની ચાલ નક્કી કરશે. એક તરફ વૈશ્વિક દબાણ વચ્ચે રોકાણકારોમાં નેગેટિવસ સેન્ટિમેન્ટ છે તો બીજી તરફ આજે આરબીઆઈ નવી મોનેટરી પોલિસી જાહેર કરશે. જેના કારણે બજાર ખૂલ્યાના થોડા સમય પછી પોતાની ચાલ બદલી પણ શકે છે. જોકે આ વચ્ચે તમારે કેટલાક ખાસ શેર્સ પર નજર રાખવી જોઈએ.

વધુ જુઓ ...
  મુંબઈઃ શેરબજારમાં આજે પણ વૈશ્વિક દબાણની અસર હેઠળ નેગેટિવ સંકેત મળી રહ્યા છે. તો સ્થાનિક બજાર આજે આરબીઆઈ દ્વારા જાહેર થનાર નવી મોનેટરી પોલિસી પર પણ નજર રાખીને બેઠું છે. વૈશ્વિક સ્તરે તો અમેરિકાના પગલે મોટાભાગના માર્કેટ ઘટાડા સાથે બંધ થયા છે. જેની અસર આજે સવારે એશિયાના બજારોના ઓપનિંગ પર જોવા મળી રહી છે. નોંધનીય છે કે મંગલવારે સ્થાનિક બજાર કંસોલિડેશન સાથે ઘટીને બંધ થયું હતું. મંગળવારે સેન્સેક્સ 208 અંક તૂટીને 62,626 અને નિફ્ટી 58 અંક તૂટીને 18,643 પર બંધ થયો હતો. તેવામાં આજે બજાર કેવું રહી શકે છે તેના માટે આ બાબતો પર નજર નાખી શકાય છે.

  આ પણ વાંચોઃ IPO News: પહેલીવાર કોઈ વાઈન કંપની લિસ્ટ થવા જઈ રહી, અત્યારથી જ રોકાણકારો ઉત્સાહમાં

  અમેરિકન બજારમાં ઘટાડો


  મંદીની વધતી આશંકા વચ્ચે મંગળવારે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. S&P સતત ચોથા દિવસે નબળાઈ સાથે બંધ રહ્યો હતો. S&Pના 11 મોટા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. આ સાથે S&P 1.44% અને ડાઉ જોન્સ 1.03% ઘટીને બંધ થયા છે. નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો, જે પછી તે 2%ની નબળાઈ સાથે બંધ થયો.

  એશિયાઈ બજારોમાં આજે નબળાઈ જોવા મળી રહી છે. નિક્કેઈ, શાંઘાઈ કમ્પોઝિટ, હેંગ-સાંગ અને કોસ્પી ઈન્ડેક્સમાં 0.25-0.50% સુધીની નબળાઈ જોવા મળી રહી છે. યુએસ તરફથી મંદીના સંકેતો અને ચીનના ટ્રેડ ડેટાને કારણે એશિયન બજારો નબળા છે.

  આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખાસ, કોઈ અધિકારી હેરાન કરે કે વીમાની રકમ નથી મળી, ઘરબેઠાં કરી શકશો ફરિયાદ

  FIIs-DII ના આંકડા


  સપ્તાહના બીજા દિવસે સ્થાનિક અને વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં વેચવાલી કરી છે. મંગળવારે સ્થાનિક રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 559 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. વિદેશી રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં રૂ. 635 કરોડના શેર વેચ્યા હતા. આ સાથે સ્થાનિક રોકાણકારોએ આ મહિને કુલ રૂ. 5,427 કરોડની ખરીદી કરી છે. વિદેશી રોકાણકારોએ ચાલુ મહિને અત્યાર સુધીમાં રૂ. 3,126 કરોડનું વેચાણ કર્યું છે.

  આ પણ વાંચઃ વધુ એક અમદાવાદી કંપનીનો IPO રોકાણકારોને માલામાલ બનાવશે, આજે એલોટમેન્ટ; લાગ્યા કે નહીં ચેક કરો

  આજે કયા સ્ટોક્સ પર નજર રાખશો અને શા માટે?


  HDFC AMC: પ્રમોટર Abrdn Investment કંપનીમાં તેનો 10.21% હિસ્સો વેચશે.

  Siemens: દાહોદ, ગુજરાત ખાતે 9000 HP ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રોજેક્ટ માટે બિડ જીતી.

  Jindal Stainless: ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે ઓપન માર્કેટમાંથી 182.97 રૂપિયા પ્રતિ શેરના ભાવે 26.3 લાખ શેર ખરીદ્યા છે.

  Krsnaa Diagnostics: કંપનીએ ઉત્તર પ્રદેશમાં 1 ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું છે. 8 ડાયગ્નોસ્ટિક કેન્દ્રો ખોલવા માટે રાજ્ય સરકાર સાથે કરાર કરવામાં આવ્યો હતો.

  IRCON International: શ્રીલંકાના રેલવે મંત્રાલયને સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ માટે રૂ. 122 કરોડનો ઓર્ડર મળ્યો છે.

  Ugro Capital: માર્કેટ-લિંક્ડ NCD ઇશ્યૂ કરવા માટે 9 ડિસેમ્બરે બોર્ડ મીટિંગ થશે.

  આ  પણ વાંચોઃ RR Kabel IPO: રુપિયા તૈયાર રાખજો, આ કંપની લાવી રહી છે તગડી કમાણીનો મોકો

  Veritas: સ્વાન એનર્જીએ શેર દીઠ રૂ. 152.15ના ભાવે 6.6 લાખ શેર (2.46%) ખરીદ્યા છે. પ્રમોટર નીતિ નીતિનકુમાર ડીડવાનિયાએ આ ડીલમાં શેર વેચ્યા છે. આ સાથે, કંપનીમાં સ્વાન એનર્જીની કુલ ભાગીદારી હવે 33.93% થી વધીને 36.4% થઈ ગઈ છે.

  Bikaji Foods: કંપનીનો નફો વાર્ષિક ધોરણે 43.5% વધીને રૂ. 40.92 કરોડ થયો છે. આવકમાં પણ 32%નો વધારો થયો છે, ત્યારબાદ તે 577 કરોડ રૂપિયા પર છે. કંપનીનું માર્જિન 10.4% થી વધીને 11.1% થયું છે.

  Dynacons Systems: કંપનીને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રૂ. 116 કરોડનો ઓર્ડર મળ્યો છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन