Home /News /business /Stock Market: મોટા કડાકા સાથે ખૂલ્યું માર્કેટ, પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 57 હજાર નીચે

Stock Market: મોટા કડાકા સાથે ખૂલ્યું માર્કેટ, પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ 57 હજાર નીચે

બજારમાં એક દિવસની તેજી બાદ આજે મોટા કડાકાની શક્યતા જોઈ રહ્યા છે નિષ્ણાતો.

BSE Sensex Today's Update: ગત શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી જોકે આજે આ તેજી યથાવત રહે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં ભારે દબાણ અને સ્થાનિક માર્કેટમાં આજે રોકાણકારોનો પ્રોફિટ બુકિંગનો મુડ આ તેજીને બ્રેક મારીને માર્કેટને ફરી નીચેની તરફ ખેંચી શકશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ શેરબજારમાં છેલ્લા સપ્તાહના શુક્રવારે મોટા ઉછાળા પછી આજે ઘટાડાની શક્યતા જોવાતી હતી અને માર્કેટ વૈશ્વિક દબાણ હેઠળ ઘટાડા સાથે જ ખૂલ્યું હતું. બજાર ખૂલીને તરત જ 400 પોઈન્ટ જેટલું નીચે તૂટી ગયું હતું. ગત શુક્રવાર પહેલા સતત 7 દિવસના તગડા ઘટાડા પછી શુક્રવારના ઉછાળાના પગલે આજે બજારમાં પ્રોફિટ બુકિંગ માટે ભાર ધસારો જોવા મળી રહ્યો છે અને વેચવાલીના પગલે સેન્સેક્સ ફરી નીચેની તરફ જઈ રહ્યો છે.

  ગત શુક્રવારનો દિવસ ભારતીય બજાર માટે ખુશીનો દિવસ હતો. આ દિવસે, સતત 7 દિવસથી ચાલી રહેલા ઘટાડાને બ્રેક લાગી હતી અને બજાર તેજી સાથે બંધ થયું હતું. ગત શુક્રવારે 30 સપ્ટેમ્બરના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ, BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુના વધારા સાથે બંધ થયો હતો. આ દરમિયાન શુક્રવારે સેન્સેક્સ 1,017 પોઈન્ટ અથવા 1.8 ટકા વધીને 57,427 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 276 પોઈન્ટ અથવા 1.6 ટકા વધીને 17,094 પર પહોંચી હતી. બેન્કિંગ અને ફાઇનાન્સ સર્વિસ, મેટલ, ઓટો અને રિયલ્ટી શેરોમાં સૌથી મોટા ઉછાળા સાથે મોટા ભાગના સેક્ટરમાં તેજી જોવા મળી હતી.

  આ પણ વાંચોઃ મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

  બીજી બાજુ, આજે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શુક્રવારની મજબૂતાઈ ચાલુ રહેવાની ઓછી આશા છે. જો કે, ઘણુંખરું બૅન્કિંગ અને નાણાકીય શેરોની કામગીરી પર નિર્ભર રહેશે, કારણ કે અન્ય ક્ષેત્રોના શેરો કોઈ નોંધપાત્ર સંકેતો બતાવી રહ્યાં નથી. તેથી, એવું માનવામાં આવે છે કે વૈશ્વિક દબાણને કારણે આજે પણ વેચવાલીનો તબક્કો ચાલુ રહેશે. નેગેટિવ સેન્ટિમેન્ટની અસર રોકાણકારો પર જોવા મળશે. આ સાથે શુક્રવારે આવેલા ઉછાળાનો લાભ લેવા રોકાણકારો વેચવાલી તરફ પણ વળી શકે છે જે માર્કેટને ઘટાડી શકે છે.

  આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

  અમેરિકા અને યુરોપિયન બજારોની સ્થિતિ


  મોંઘવારી અને મંદીની આશંકાથી અમેરિકાના તમામ મુખ્ય શેરબજારો આજે ફરી ઘટાડા સાથે બંધ થયા છે. આજે S&P 500 1.51% ઘટીને, જ્યારે NASDAQ 1.51% ઘટીને 10,575.62 પર આવી ગયો. જોકે યુરોપિયન બજારોમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ DAX સવારે 7:30 વાગ્યા સુધી 1.16ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. ફ્રાન્સના શેરબજાર CAC 1.51% ના વધારા સાથે અને લંડનનું સ્ટોક એક્સચેન્જ FTSE 0.18% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે.

  શું છે એશિયન બજારોની સ્થિતિ?


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 1 ટકાના ઘટાડા સાથે જાપાનનો નિક્કી 0.68 ટકા પર ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ -0.89 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.71 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચોઃ આ સરકારી યોજનામાં દરરોજ જમા કરો 100 રૂપિયા, સામે 15 લાખની મળશે રકમ

  આજે આ શેરો પર નજર રહેશે


  વૈશ્વિક દબાણને કારણે શેરબજારમાં આજે નુકસાન થઈ શકે છે. તેમ છતાં, એવા ઘણા શેરો છે, જ્યાં રોકાણકારો દાવ લગાવીને કમાણી કરી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. SBI Life Insurance, ICICI Lombard General Insurance, PFC, REC અને HCL Technologies જેવી કંપનીઓ આજના બિઝનેસમાં હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં સામેલ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Investment tips, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन