Home /News /business /Hot Stocks Today : આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર, આ કંપનીઓ જાહેર કરશે ત્રિમાસિક પરિણામો
Hot Stocks Today : આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર, આ કંપનીઓ જાહેર કરશે ત્રિમાસિક પરિણામો
આજના Hot Stocks
અગાઉના સત્રમાં સેન્સેક્સ (Sensex) 98 પોઈન્ટના ઘટાડા સાથે 53,416 પર બંધ થયો હતો અને નિફ્ટી (Nifty) 28 પોઈન્ટ ઘટીને 15,939 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં ચાલી રહેલ ડાઉનવર્ડ ટ્રેન્ડ આજે પણ ચાલુ રહેશે.
ભારતીય શેરબજાર (Indian Stock Market) આ સપ્તાહે ઘટાડા સાથે શરૂ થયું હતું અને બંધ પણ નુકસાનમાં રહેવાની ધારણા છે. વૈશ્વિક બજારના દબાણ હેઠળ બજાર આજે પણ વેચવાલી તરફ જતું જોવા મળી રહ્યું છે. અગાઉના સત્રમાં સેન્સેક્સ (Sensex) 98 પોઈન્ટના ઘટાડા સાથે 53,416 પર બંધ થયો હતો અને નિફ્ટી (Nifty) 28 પોઈન્ટ ઘટીને 15,939 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં ચાલી રહેલ ડાઉનવર્ડ ટ્રેન્ડ આજે પણ ચાલુ રહેશે. વૈશ્વિક બજારમાં વેચવાલીની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ દેખાઈ રહી છે અને અહીં પણ પ્રોફિટ-બુકિંગ થઈ રહ્યું છે. આજે પણ રોકાણકારો શરૂઆતથી જ પ્રોફિટ-બુકિંગ તરફ જઈ શકે છે.
આજે આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર
Reliance Industries Ltd Adani Ports and Special Economic Zone Ltd
Bharti Airtel Ltd Cipla Ltd Life Insurance Corporation of India Larsen & Toubro Infotech (LTI) ACC Ltd GTPL Hathway Ltd Syngene International Ltd
આ કંપનીઓ આજે તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરશે.
Den Networks Ltd Federal Bank Ltd Jindal Steel & Power Ltd Just Dial Ltd Kesoram Industries Ltd L&T Technology Services Ltd Oberoi Realty Ltd
આજે આ કંપનીઓની બોર્ડ મિટીંગ
Aditya Birla Money Limited Den Networks Limited The Federal Bank Limited Just Dial Limited Kesoram Industries Limited Jindal Steel & Power Limited Oberoi Realty Limited MMP Industries Limited Opto Circuits (India) Limited Mangalore Refinery and Petrochemicals Limited L&T Technology Services Limited Repco Home Finance Limited Shree Ram Proteins Limited
યુએસ ફુગાવો 41 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી, વોલ સ્ટ્રીટ દબાણ હેઠળ રહી. ગુરુવારના સત્રમાં ડાઉ જોન્સ 0.46 ટકા ઘટ્યો હતો, જ્યારે નાસ્ડેક 0.03 ટકા વધ્યો હતો. ગુરુવારના સત્રમાં S&P 500 0.30 ટકા જ્યારે સ્મોલ કેપ 2000 1.10 ટકા ઘટ્યો હતો.
એશિયન બજારોમાં ટ્રેન્ડ
આજે સવારના સેશનમાં એશિયન શેર સુસ્ત રીતે ટ્રેડ થઈ રહ્યા છે. જાપાનીઝ નિક્કી 0.12 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 0.22 ટકા જ્યારે ચાઈનીઝ શાંઘાઈ ગુરુવારના બંધ ભાવથી 0.41 ટકા નીચે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર