stock market tips: આ બે સ્ટોક કરી શકે માલામાલ, દિગ્ગજ રોકાણકાર સંજીવ ભસીન આપે છે આ સલાહ

પ્રતિકાત્મક તસવીર

stock market: ત્યારે શેર બજારમાંથી પૈસા કમાવા ઇચ્છુકો રોકાણકારો ઓટો અને મિડકેપ બેન્કિંગના શેરમાં રોકાણ કરી શકે છે. કયા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ તે અંગે IIFL સિક્યોરિટીઝના ડાયરેક્ટર સંજીવ ભસીને પોતાના મંતવ્યો આપ્યા છે.

  • Share this:
stock market tips: કોરોના કાળ દરમિયાન (coronavirus time) શેરબજારમાં (sharemarket) ભારે ઉથલ પાથલ જોવા મળી છે. આ ઉથલ પાથલમાં ઘણા લોકોએ લાભ લીધો છે તો ઘણા લોકો ધોવાઈ ગયા છે. રોકાણકારો માટે હજી પણ નવી નવી તકો ઉભી થઇ રહી છે. ત્યારે શેર બજારમાંથી પૈસા કમાવા (Earn money) ઇચ્છુકો રોકાણકારો ઓટો (Auto Stock) અને મિડકેપ (Banking) બેન્કિંગના શેરમાં રોકાણ કરી શકે છે. કયા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ તે અંગે IIFL સિક્યોરિટીઝના ડાયરેક્ટર સંજીવ ભસીને પોતાના મંતવ્યો આપ્યા છે.

સંજીવ ભસીન શેર બજારનો બહોળો અનુભવ છે. તેઓ છેલ્લા 32 વર્ષોથી બજાર સાથે જોડાયેલા છે. તેઓ બજાર પર બાજ નજર રાખી રહ્યા છે. ભસીને આપેલી ટિપ્સ પર IIFL સિક્યોરિટીઝના ક્લાયન્ટ વર્ષોથી ફાયદો કરે છે.

આ સ્ટોક પર છે સંજીવ ભસીનની નજર
સીએનબીસી-આવાજને સંજીવ ભસીને કહ્યું હતું કે, બજાર ફરી ખુલતી હોય તેવું દેખાય છે. મહારાષ્ટ્રમાં બાર અને હોટેલ ખુલવા જઈ રહી છે. મોટી હોટેલ્સમાં આગામી ત્રણ મહિના સુધી બુકિંગ મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. નિફટી 16000ને પાર ભલે ન થઈ હોય પણ સ્ટોકસમાં જોરદાર તેજી જોવા મળે છે. ટાટા સ્ટીલ (Tata Steel) 1500 અને અલ્ટ્રાટેક (Ultratech) 7800ના સ્તરે પહોંચી ગયા છે. ઓગસ્ટ મહિનામાં બેન્કિંગ અને ઓટો ક્ષેત્રમાં રોનક જોવા મળશે.

આ પણ વાંચોઃ-બેંક ડૂબી જાય કે બંધ થાય તો 90 દિવસમાં ગ્રાહકોને મળશે 5 લાખ સુધીની વીમાની રકમ

RBL Bankમાં ખરીદીની સલાહ
સંજીવ ભસીને RBL Bankમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, મિડકેપ સેગમેન્ટમાં આ બેંક પણ ખૂબ આશા છે. આગામી મહિનામાં તેના રિઝલ્ટ છે. જે ખૂબ સારા આવશે તેવી આશા ભસીને વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ સ્ટોકને 190થી ઉપર ખરીદવો જોઈએ. તેમાં 200થી 210નો ટાર્ગેટ જોવા મળશે. આ સાથે સુરક્ષા માટે તેમાં 187નો સ્ટોપ લોસ મુકવો જોઈએ.

આ પણ વાંચોઃ-#IndiaWantsCrypto: નિશ્ચલ શેટ્ટી છેલ્લા 1000 દિવસથી ચલાવી રહ્યા છે કેમ્પેન, વાંચો અત્યાર સુધીની કહાણી

HERO મોટરમાં ખરીદીની સલાહ
બીજી પસંદગીમાં સંજીવ ભસીને હીરો મોટર (HERO MOTOR) ખરીદવાની સલાહ આપી છે. અંડરપરફોર્મ કરતા આ સ્ટોકના ખૂબ સારા પરિણામ આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. આ સ્ટોક ઉપરની તરફ 100 રૂપિયા અને નીચેની તરફ 20 રૂપિયાનો સારો રિસ્ક રિવોર્ડ આપે છે. જેથી તેમાં ખરીદી કરવી જોઈએ. તેમાં 2850નો ટાર્ગેટ જોવા મળશે. તે સાથે સુરક્ષિત રહેવા 2715નો સ્ટોપલોસ રાખવો જોઈએ.

(Disclaimer: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજારના જોખમોને આધીન છે. મૂડી રોકાણ કરતા પહેલા રોકાણકારો નિષ્ણાંતની સલાહ લે. News18.com દ્વારા કોઈને પણ પૈસા રોકવાની સલાહ અપાતી નથી)
First published: