Home /News /business /Hot Stocks: ટૂંકાગાળા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલેન્ડના શેરમાં રોકાણ કરવું જોઈએ?

Hot Stocks: ટૂંકાગાળા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલેન્ડના શેરમાં રોકાણ કરવું જોઈએ?

સ્ટોક ટીપ્સ

Stock Tips: નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 17,600 છે, પરંતુ 17,400-17,300એ સારા સ્તર રહે છે, જે 200 દિવસના એસએમએ (17,297) સાથે સુસંગત છે. જ્યાં સુધી નિફ્ટી લેવલને બચાવે છે, ત્યાં સુધી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

Sameet Chauvan, મનીકંટ્રોલ: ગત સપ્તાહમાં અદાણી જૂથ (Adani Group Share Price)નો ફિયાસ્કો થયો હતો. બેંકિંગમાં મોટાપાયે વેચવાલી શરૂ થઈ અને ટૂંક સમયમાં વ્યાપક બજારમાં ફેલાઈ ગઈ હતી. સદ્ભાગ્યે સપ્તાહના અંતે પરિસ્થિતિ થોડી શાંત પડી હતી અને નિફ્ટીએ સ્માર્ટલી રિકવર થઈને ક્લોઝિંગ ધોરણે 17,800ના આંક પર પરત ફર્યો હતો. જોકે, ઇન્ડેક્સ તે નુકસાનને રીકવર કરવામાં સફળ રહ્યા હતા, તેમ છતાં આપણે હજુ પણ સંપૂર્ણપણે પરીસ્થિતિમાંથી બહાર આવ્યા નથી. અદાણી જૂથ વિશે સતત સમાચારોના પ્રવાહથી બંને બાજુ અસ્થિર સ્વિંગ્સ થવાની સંભાવના છે.

નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 17,600 છે, પરંતુ 17,400-17,300એ સારા સ્તર રહે છે, જે 200 દિવસના એસએમએ (17,297) સાથે સુસંગત છે. જ્યાં સુધી નિફ્ટી લેવલને બચાવે છે, ત્યાં સુધી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

કન્સિસ્ટન્ટ અપ ચાલ માટે નિફ્ટીએ ક્લોઝિંગ ધોરણે 18,000થી 18,100ને પાર કરવાની જરૂર છે, જે તાજેતરના સુધારાત્મક તબક્કાની પૂર્ણતાની પુષ્ટિ કરશે. ટ્રેડર્સ ઉપરોક્ત દૃશ્યો તેમજ વૈશ્વિક અને સ્થાનિક ઘટનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

ટૂંકાગાળા માટે આ છે બાય કોલ્સ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા- બાય/ એલટીપી- રૂ.1388/ સ્ટોપ લોસ- રૂ.1348/ ટાર્ગેટ- રૂ.1460/ રીટર્ન- 5 ટકા

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓટોમોબાઈલ સ્પેસે ટ્રેન્ડને આગળ વધાર્યો છે. આ શેરે માર્કેટમાં આવેલ ઉથલપાથલમાં કોઇ ફાળો આપ્યો નથી અને જ્યારે બજારમાં સ્થિતિઓ શાંત થઈ ગઈ ત્યારે તે ઉપરની દિશામાં આગળ વધ્યો હતો. શેરના ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા અને તેની જ આસપાસ સાપ્તાહિક બંધની પુષ્ટિ થઇ હતી, જે કાઉન્ટરમાં મજબૂતાઇનો સંકેત આપે છે.

સાપ્તાહિક ટાઇમ-ફ્રેમ ચાર્ટ પર આપણે 'આરએસઆઇ-સ્મૂધેટેડ' ઓસિલેટરમાં પોઝિટિવ ક્રોસઓવર જોઇ શકીએ છીએ. 1,460ના ટ્રેડિંગ ટાર્ગેટ સાથે આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. સ્ટોપ-લોસ રૂપિયા 1,348 પર મૂકી શકાય છે.

અશોક લેલેન્ડ- બાય/ એલટીપી- રૂ.153.90/ સ્ટોપ લોસ- રૂ.149/ ટાર્ગેટ- રૂ.162/ રીટર્ન- 5 ટકા

આપણે અહીં આઉટપર્ફોર્મિંગ પોકેટને વળગી રહીશું. આ સ્ટોક તાજેતરના અઠવાડિયામાં સ્થિર રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી ભાવ 200 દિવસના એસએમએ (145 રૂપિયા) રહ્યા છે અને સારી એક્યુમ્યુલેશન પ્રાઇસ પેટર્ન બનાવી છે.



3 ફેબ્રુઆરીએ ક્લોઝિંગ ધોરણે તાજેતરના અવરોધોથી ઉપર બ્રેકઆઉટ દેખાયું હતું અને યોગ્ય વોલ્યુમ પ્રવૃત્તિને ધ્યાનમાં લેતા આશા છે કે સ્ટોક ગતિને યથાવત રાખશે. ટ્રેડર્સ રૂપિયા 162ના નજીકના ગાળાના ટાર્ગેટ સાથે ખરીદી કરવાનું વિચારી શકે છે. સ્ટોપ-લોસ રૂપિયા 149માં મૂકી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં  આવેલી ટીપ્સ જે તે લેખકની છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
First published:

Tags: Business news, Investment, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો