Home /News /business /રાધાકિશન દામાણીએ આ 5 શેરમાં કર્યું છે રોકાણ, શું તમારે પણ નસિબ અજમાવવું જોઈએ?
રાધાકિશન દામાણીએ આ 5 શેરમાં કર્યું છે રોકાણ, શું તમારે પણ નસિબ અજમાવવું જોઈએ?
રાધાકિશન દામાણી
Radhakishan Damani Portfolio: 30 માર્ચ 2020 બાદથી દામાણીએ ઈન્ડિયા સિમેન્ટમાં 6.3 લાખ ઈક્વિટી શેર અથવા 2.3% ભાગીદારી ખરીદી છે. છેલ્લા બે વર્ષથી દામાણી કંપનીની ભાગીદારીમાં વધારો કરી રહ્યા છે.
નવી દિલ્હી: શેર બજારમાં કેવી રીતે રોકાણ કરવું તે અંગેની યોગ્ય સમજણ હોવી જરૂરી છે. ભારતમાં ટોપ રોકાણકાર કેવી રોકાણ કરે છે તે અંગે જાણકારી મેળવવી જોઈએ. રાધાકિશન દામાણી ભારતના સફળ રોકાણકાર છે. ભારતમાં તેમને ‘Mr. White and White’ તરીકે ઓળખવામાં આવે છે. દામાણી DMartના ફાઉન્ડર છે તથા ફર્મ બ્રાઈટ સ્ટાર ઈન્વેસ્ટમેન્ટ્સના માધ્યમથી પોતાના પોર્ટફોલિયોને મેનેજ કરે છે. ફોર્બ્સ 2022ના લિસ્ટ અનુસાર દામાણી દુનિયાના 117 માં સૌથી અમીર વ્યક્તિ છે. દામાણી પાસે US$16.5 બિલિયન સંપત્તિ છે. દામાણીએ ખરીદેલા શેરમાંથી ટોપ 5 શેરની અહીંયા જાણકારી આપવામાં આવી છે.
એવન્યુ સુપરમાર્ટ (Avenue Supermarts)
એવન્યુ સુપરમાર્ટ ભારત આધારિત કંપની છે જે, ડીમાર્ટ સ્ટોર ઓપરેટ કરે છે. DMart માં તમામ વસ્તુઓ મળી રહે છે. રાધાકિશન દામાણીએ વર્ષ 2002માં આ ફેમસ રિટેઈલ સ્ટોરની સ્થાપના કરી હતી. BSE ના આંકડા અનુસાર RK દામાણી કંપનીમાં 3% ભાગીદારી ધરાવે છે. ડિસેમ્બર 2022ના ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂમાં 22 ટકાની વૃદ્ધિ થઈ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 24 ટકાની વૃદ્ધિ થતા PAT રૂ.5.5 બિલિયન થઈ ગયો છે. છેલ્લા એક વર્ષમાં એવન્યુ સુપરમાર્ટ શેરની કિંમતમાં 30.7 ટકાનો વધારો થયો છે.
ઈન્ડિયા સિમેન્ટ (India Cements)
ઈન્ડિયા સિમેન્ટ કંપનીનું મુખ્યાલય ચેન્નઈમાં આવેલું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રીનિવાસન આ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે. 21 ડિસેમ્બર 2021 ના રોજ એક નિયામક ફાઈલિંગ અનુસાર દામાણી, ગોપીકિશન શિવકિશન, દામાણી અને તેના પરિવારે આ કંપનીમાં પોતાની ભાગીદારી 22.76 ટકા કરી દીધી છે. 30 માર્ચ 2020 બાદથી દામાણીએ ઈન્ડિયા સિમેન્ટમાં 6.3 લાખ ઈક્વિટી શેર અથવા 2.3% ભાગીદારી ખરીદી છે. છેલ્લા બે વર્ષથી દામાણી કંપનીની ભાગીદારીમાં વધારો કરી રહ્યા છે. ઈન્ડિયા સિમેન્ટ કંપનીના કારણે ભારત સમગ્ર વિશ્વમાં બીજા નંબરે સિમેન્ટ ઉત્પાદક દેશ બની ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડિયા સિમેન્ટના નેટ પ્રોફિટમાં 95 ટકાનો ઘટાડો થયો છે.
મંગલમ ઓર્ગેનિક્સ (Mangalam Organics)
મંગલમ ઓર્ગેનિક્સ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. મંગલમ ઓર્ગેનિક્સ પોતાની પ્રોડક્ટની યૂરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ, આફ્રિકા, મિડલ ઈસ્ટર્ન અને સાઉથેસ્ટ એશિયન દેશોમાં નિકાસ કરે છે. ડિસેમ્બર 2021માં આ કંપનીના ચોખ્ખા નફામાં 06% નો ઘટાડો થતા રૂ.151.2 મિલિયન ચોખ્ખો નફો થયો હતો. કંપનીએ વાર્ષિક 5,000 મેટ્રિક ટન ક્ષમતા વધારીને વાર્ષિક 10,000 મેટ્રિક ક્ષમતા સાથે નવા સ્ટીમ બોઈલર અને થર્મોપેકનું નિર્માણ શરૂ કર્યું હતું. 31 જાન્યુઆરી 2022થી નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
VST ઈન્ડસ્ટ્રીઝ સિગારેટનું નિર્માણ કરી રહી છે. વર્ષ 1930માં આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે. VST ઈન્ડસ્ટ્રીઝ ભારત સહિત વિદેશમાં પણ બિઝનેસ કરે છે. VST ઈન્ડસ્ટ્રીઝ લિગલ સિગરેટ માર્કેટમાં 9% માર્કેટ શેર ધરાવે છે. આ કંપનીના પ્રમુખ રોકાણકારોમાં રાધાકિશન દામાણીનું નામ સામેલ છે. દામાણી બ્રાઈટ સ્ટાર રોકાણ ફર્મના માધ્યમથી રોકાણ કરી રહ્યા છે. આ કંપનીમાં દામાણી તમામ ક્વાર્ટરમાં પોતાની ભાગીદારીમાં વધારો કરી રહ્યા છે. VST ઈન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કંપની ઈક્વિટી રેકોર્ડમાં ખૂબ જ સારો રેકોર્ડ ધરાવે છે.
BF યુટિલિટીઝ પવનચક્કી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વીજળીનું ઉત્પાદન કરી રહી છે. આ કંપનીએ ઉત્પન્ન કરેલ પાવર ઊર્જાનો પુણેમાં ભારત ફોર્જ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. BF યુટિલિટીઝ અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું નિર્માણ કરે છે. આ કંપની પાણી, ટેલિકમ્યુનિકેશન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ ફેસિલિટી અને વિજળી ઉત્પન્ન કરતા પવન ખેતરોનું નિર્માણ કરે છે. શેરહોલ્ડિંગ ડેટા અનુસાર દામાણી આ કંપનીમાં 1.28 ટકા ભાગીદારી ધરાવે છે. દામાણી પાસે આ કંપનીના 4.8 લાખ શેર છે. BF યુટિલિટીઝને સપ્ટેમ્બર 2021 માં રૂ.92.8 મિલિયન ચોખ્ખો નફો થયો હતો. છેલ્લા 5 વર્ષમાં આ કંપનીની પ્રોડક્ટના વેચાણમાં 4.21 ટકાનો ઘટાડો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર