Stock Market Tips : આ સ્ટોકમાં પૈસા રોકી રોકાણકારો થયા લખપતિ, એક વર્ષમાં 5 લાખના થયા 15.38 લાખ, હજુ પણ છે તક

પ્રતીકાત્મક તસવીર

Multibagger Stock : આજે આપણે એક વર્ષ જેટલા સમયમાં રોકાણકારોને ત્રણ ગણું વળતર આપનાર (Triple return) મલ્ટીબેગર સ્ટોક અંગે જાણકારી મેળવશું. સોનાટા સોફ્ટવેર (Sonata Software) પણ એવો જ સ્ટોક છે. જેમાં છેલ્લા 12 મહિનામાં રોકાણકારોને 208 ટકાનું રિટર્ન મળ્યું છે.

  • Share this:
    શેરબજારમાં (Share Market) જોરદાર તેજી જોવા મળી રહી છે. 2020ના માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઉથલ પાથલ વચ્ચે અનેક રોકાણકારો માલામાલ થયા છે. સેન્સેક્સ 54 હજારની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો છે અને નિફટી પણ 16000ની સપાટી પર છે. ત્યારે મિડ કેપ (Mid Cap), સ્મોલ કેપ (Small Cap) શેર મલ્ટીબેગર (Multibagger Stock) સાબિત થયા છે.

    આજે આપણે એક વર્ષ જેટલા સમયમાં રોકાણકારોને ત્રણ ગણું વળતર આપનાર (Triple return) મલ્ટીબેગર સ્ટોક અંગે જાણકારી મેળવશું. સોનાટા સોફ્ટવેર (Sonata Software) પણ એવો જ સ્ટોક છે. જેમાં છેલ્લા 12 મહિનામાં રોકાણકારોને 208 ટકાનું રિટર્ન મળ્યું છે.

    5 ઓગસ્ટ 2020ના રોજ સ્ટોકનો ભાવ 287 હતો

    સોનાટા સોફ્ટવેરના સ્ટોકની કિંમત 5 ઓગસ્ટ 2020ના રોજ 287.25 રૂપિયા હતી. ત્યારબાદ તેમાં જોરદાર તેજી જોવા મળી છે અને 5 ઓગસ્ટ 2021 સુધીમાં તેની કિંમત વધીને 884.05 રૂપિયા થઈ ગઈ હતી. આ એક વર્ષના સમયગાળા દરમિયાન શેર 208 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 5 લાખનું રોકાણ કર્યું હોય તો, આજે તેનું મૂલ્ય રૂ. 15.38 લાખ થઈ ગયું હોત.

    આ પણ વાંચો : Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

    સ્ટોક ઓલ ટાઈમ હાઈ

    સોનાટા સોફ્ટવેરનો સ્ટોક આ વર્ષની શરૂઆતથી 109.5 ટકા વધ્યો છે. કંપનીએ જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ફુલગુલાબી આંકડા જાહેર કર્યા હતા. ત્યારબાદ તે બીએસઈ (BSE Sensex) પર તે 9 ટકા વધીને 884.05 રૂપિયાની ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. આ કંપનીનું માર્કેટ કેપ (Sonata Software Market Cap) રૂ. 8,600 કરોડને વટાવી ગયું છે. સોનાટા સોફ્ટવેરમાં વધારો 5-દિવસ, 10-દિવસ, 20-દિવસ, 50-દિવસ, 100-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજ મુજબ આવ્યો છે.

    કંપનીની નાણાંકીય સ્થિતિ મજબૂત

    MarketsMojoના રિપોર્ટ મુજબ દેવું ચૂકવવા માટે કંપની પાસે મજબૂત ક્ષમતા છે. ઈબીઆઈટીડીએ રેશિયો (EBITDA ratio) -0.72 ગણો ઓછો છે. કંપનીનો સંસ્થાગત હિસ્સો 28.29% છે અને અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં તેનો હિસ્સો 1.35% વધ્યો છે. જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 86.73 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. એક વર્ષ અગાઉના સમયગાળામાં કંપનીનો નફો 49.92 કરોડ રૂપિયા હતો. એક વર્ષ પહેલા કંપનીની આવક રૂ. 952.44 કરોડ હતી. જે જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવક 33 ટકા વધીને રૂ. 1,268.54 કરોડ થઈ હતી.

    (Disclaimer: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજાર રિસ્ક જોખમોને આધીન છે. રોકાણકારો પૈસા રોકતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરે. News18.com દ્વારા કોઈને પણ પૈસા રોકવાની સલાહ અપાવામાં આવતી નથી.)
    Published by:Jay Mishra
    First published: