Stock Market Tips : આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! 1 લાખના થયા 47 લાખ હજુ પણ છે તેજીમાં

પ્રતીકાત્મક તસવીર

Multibagger stock- પાછલા કેટલાક દિવસોમાં આ શેરમાં તેજી આવી છે. આ શેરમાં રોકાણકારોને ખૂબ વળતર મળ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી : ભારતના શેરબજારમાં (Stock Market) રોકાણકારો (Share holders) માટે વર્ષ 2021નું વર્ષ અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થઈ રહ્યુ છે. આ વર્ષે એવા કેટલા શેર જોવા મળ્યા છે જે એક વર્ષની અંદર જ રોકાણકારોના નાણા બમણા કરી નાખ્યા છએ. આ મલ્ટીબેગર શેરમાં (Multibagger stock) મોટા ભાગે સ્મૉલ કેપ (Small Cap) અને મિડ કેપ (Mid Cap) શેર શામેલ છે. જોકે, કેટલાક એસએમઈ સ્ટૉક ( SME Stock) પણ મલ્ટીબેગર શેરની શ્રેણીમાં શામેલ છે.

    આ વર્ષે રોકાણકારોએ પૈસા ડબલ કરનાર શેર પર નજર કરીએ તો આ યાદીમાં એવા શરે છે જેણે અનેક ગણો ફાયદો રોકાણકારોને કરાવી આપ્યો છે. આ શેર પૈકીનો એક શેર છે ગીતા રીન્યૂએબલ એનર્જી. આ શેરે પાછલા એક વર્ષણાં 4600 ગણો ગ્રોથ કર્યો છે.

    Gita Renewable Energyના શેરની પ્રાઇઝ હિસ્ટ્રી

    શુક્રવારે ગીતા રીન્યૂએબલ એનર્જીના શેરની કિંમત 5 ગણી અપર સર્કિટ મારી ગઈ હતી. માર્કેટ દરમિયાન આ શેર 21.50 ટકા વધીને 214 રૂપિયે પ્રતિ ઇક્વિટિ શેરથી વધીને 260ના ભાવે પહોંચી ગયો હતો. છેલ્લા એક મહિનાના સમયગાળામાં ગીતા રિન્યૂએબલ એનર્જીના શેરની કિંમતમાં 175 ગણો વધારો નોંધાયો છે. કારણ કે ગીતાનો આ શેર 93.60 રૂપિયાના ભાવથી 260ના ભાવે પહોંચ્યો છે.

    આ પણ વાંચો : Stock Market Tips : આ સ્ટોકમાં પૈસા રોકી રોકાણકારો થયા લખપતિ, એક વર્ષમાં 5 લાખના થયા 15.38 લાખ, હજુ પણ છે તક

    6 મહિનામાં 2285 ગણો વધારો

    આવી જ રીતે ગીતા રિન્યૂએબલ એનર્જીના શેરના ભાવ છેલ્લા 6 મહિનામાં 2285 ગણા વધ્યા છે. છ મહિનામાં આ શેર રૂપિયા 1096થી વધીને રૂપિયા 260એ પહોંચી ગયો છે. આનાથી શેર હોલ્ડરને 2285 ગણો ફાયદો થયો છે. મૂળ 5050 રૂપિયાના ભાવનો આ શેર 260 રૂપિયાના ભાવ સુધી પહોંચતા કુલ મળીને રોકાણકારોને 4,627 ગણો ફાયદો થયો છે.

    5 દિવસમાં 1 લાખના થયા 1.21 લાખ

    ગીતા રિન્યૂએબલ એનર્જીના શેરના ભાવમાં 5 દિવસમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. પાંચ દિવસ પહેલાં કોઈ રોકાણકારે 1 લાખનું રોકાણ કર્યુ હોય તો આ સમય દરમિયાન તેમનું રોકાણ 1.21 લાખે પહોંચ્યું છે. એવી જ રીતે એક મહિના પહેલાં એક લાખ જેણે રોકાયા હતા એને 2.77 લાખનો ફાયદો થયો છે અને છ મહિના પહેલાં જેણે 1 લાખ રોક્યા હતા તેને 23.85 લાખ જેટલો ફાયદો થયો છે.

    સૌથી મોટી વાત એ છે કે આ આ શેરમાં જેણે એક વર્ષ પહેલાં 1 લાખનું રોકાણ કર્યુ હતું તેને આજે આ રોકાણ 47.27 લાખ રૂપિયામાં તબદલી થયું છે. આમ ગીતા રિન્યૂએબલ એનર્જીના શેરે બજારમાં ખરો તરખાટ મચાવ્યો છે.

    (અસ્વીકરણ : માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ પૈસા રોકતા પહેલાં એકસપર્ટની સલાહ લેવી જોઈએ. News18.com દ્વારા કોઈને પણ કોઈ પણ પ્રકારે પૈસા રોકવાની સલાહ આપવામાં આવતી નથી. )
    Published by:Jay Mishra
    First published: