Liquor stock: આ કંપનીના શેરધારકોને ચાંદી, થોડા જ મહિનામાં રોકણની રકમ થઈ બમણી

Khaitan Radico Liquor Stock : ખેતાન રેડિકો લિકર સ્ટોકના રોકાણકારોને એક વર્ષમાં જ ડબલ રિટર્ન મળ્યું

Stock Market Tips: અમે તમને એવા લિકર સ્ટૉક (Liquor stock) વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં પૈસા રોકીને લોકો માલામાલ થયા

  • Share this:
    નવી દિલ્હી : શેર માર્કેટમાં (Stock Market) રોકાણકારો (Investors) માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. આ વર્ષમાં રોકાણકારો ખૂબ કમાયા છે. જેમાં કેટલાક શેરનો મોટો ફાળો રહ્યો છે. આજે અમે તમને એક એવા લિકર સ્ટૉક (Liquor stock) વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં પેસા રોકીને રોકાણકારો થોડા સમયમાં જ ડબલ જેટલું કમાયા છે. આ લિકર કંપની છે રેડિકો ખેતાન Radico Khaitan). આ કંપનીના શેરે આ વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે. આ શેર ચાલુ વર્ષમાં અત્યારસુધીમાં 13મી ઑગસ્ટના રોજ સવારે બજાર (BSE)ખુલતા પહેલાં સુધીમાં 100 ટકા જેટલો વધ્યો છે. શરૂઆતમાં આ શેરનો ભાવ 450 રૂપિયા જેટલો હતો જ્યારે હવે તેનો ભાવ 930 રૂપિયા છે. રેડિકો ખેતાન દેશમાં ઈન્ડિયન મેડ ફૉરેન લિકરના મોતા ઉત્પાદકોમાં શામેલ છે.

    કંપનીનો વેપાર

    આ કંપની પાસે વોડકામાં 60 ટકા, સુપર પ્રીમિયમ બ્રાન્ડીમાં 60 ટકા, રમમાં 30 ટકા અને વ્હીસ્કીમાં 6 ટકાનો માર્કેટ શેર છે. ગોલ્ડમેનસેક્સ દ્વારા રેડિકો ખેતાન પર બાય રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યાના અહેવાલ બાદ ગુરૂવારે બીએસઈમાં આ સ્ટૉક લગભગ 5 ટકાની તેજી સાથે 930 રૂપિયે વેપાર કરતો જોવા મળ્યો હતો.

    પ્રથમ ત્રિમાસિક પરિણામ

    કંપનીના પ્રથમ ત્રિમાસિક અહેવાલના પરિણામોમાં પણ ઇન્ડસ્ટ્રીઝની તુલનામાં ઘણા સારા રહ્યા છે. કંપનીનો કૉન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ 35 ટકાથી વધીને 60.87 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીની ભારતીય બનાવટના વિદેશી લિકરના વેચાણમાં પ્રથમ ત્રણ મહિનામાં 58.8 ટકા વધ્યું છે. આમ કંપનીનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી છે.

    આ પણ વાંચો : Stock Market Tips : આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! 1 લાખના થયા 47 લાખ હજુ પણ છે તેજીમાં

    શું કહેવું છે કંપનીનું

    રે઼ડિકો ખેતાનનનું કહેવું છે કે કોરાનાના કારણે આ વર્ષે અનેક રાજ્યોમાં લૉકડાઉન અને સપ્લાયન ચેઇન અંગે મુશ્કેલીઓ સર્જાઈ હતી. તેમ છતાં કંપનીએ સારું પ્રદર્શન કર્યુ હતું. લૉકડાઉન ખુલ્યા બાદ અને પ્રતિબંધો હટી ગયા બાદ કંપનીને આગામી મહિનામાં વેચાણમાં હજુ વધારો થવાની આશા છે. કંપની પાસે ઉત્તર પ્રદેશમાં લગભગ 30 ટકા માર્કેટ શેર છે. કંપની ઇન્ડિયન મેડલ લિકર અને બલ્ક આલ્કોહૉલ પણ સપ્લાય કરે છે.

    આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણના કારણે અનેક વેપાર ધંધા પર ફરી અસર પડી છે. જે કંપનીઓને ફિલ્ડ વેચાણ સાથે સંબંધ છે તેમના ધંધા પણ મંદ થયા છે છતાં આવી સ્થિતિમાં પણ સ્ટૉક માર્કેટમાં કેટલીક કંપનીઓએ પ્રભાવશાળી દેખાવ કર્યો છે. રેડિકો ખેતાન એમાની એક છે.
    Published by:Jay Mishra
    First published: