Home /News /business /

રોકાણકારો 15-20 વર્ષ સુધી ડિફેન્સ સ્ટોક રાખવાથી અનેક ગણો નફો મેળવી શકે છે

રોકાણકારો 15-20 વર્ષ સુધી ડિફેન્સ સ્ટોક રાખવાથી અનેક ગણો નફો મેળવી શકે છે

આર્ચર વેલ્થ મેનેજમેન્ટના સીઈઓ અને એમડી વિદ્યેશ કે તોતારે

(ARCHERS WEALTH MANAGEMENT PRIVATE LIMITED) વિદ્યેશ કે તોતારે (Viidyes K Totare) એ કયા ક્ષેત્રના સ્ટોકમાં રોકાણ કરવાથી લાંબા સમયે સારૂ વળતર મળી શકે છે, તે બાબતે પોતાનો વિચાર રજુ કર્યો. જુઓ શું કહ્યું તેમણે

  નવી દિલ્હી . સરકારની આત્મનિર્ભર ભારત પહેલે રોકાણકારો માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરીને નફો મેળવવાનો માર્ગ ખોલ્યો છે. આવું જ એક ક્ષેત્ર સંરક્ષણ સાધનોનું ઉત્પાદન છે, જે રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક છે. આર્ચર વેલ્થ મેનેજમેન્ટના સીઈઓ અને એમડી (ARCHERS WEALTH MANAGEMENT PRIVATE LIMITED) વિદ્યેશ કે તોતારે (Viidyes K Totare) માને છે કે, રોકાણકારો 15-20 વર્ષ સુધી ડિફેન્સ શેરો રાખવાથી અનેક ગણું વળતરની અપેક્ષા રાખી શકે છે.

  તેમણે, મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં, નીચા મૂલ્યો અને કિંમતો પર IT સ્પેસમાં રોકાણ કરવાનું સૂચન કર્યું છે. ટોટારેએ જણાવ્યું હતું કે, “ભારત-ઓસ્ટ્રેલિયા અને ભારત-યુકે વચ્ચેના નવા મુક્ત દ્વિપક્ષીય વેપાર કરારને કારણે અમે ભાવમાં સુધારાની અપેક્ષા રાખીએ છીએ. IT કંપનીઓ માટે વિસ્તરણ કરવાની આ એક મોટી તક છે.” તોતરે સાથેની વાતચીતની આ ખાસ વાતો છે.

  તમે IT સેક્ટર જેવા ડિફેન્સિવ શેરો કેવી રીતે પસંદ કરી રહ્યા છો, જેમણે માર્જિન દબાણનો સામનો કર્યો છે?

  ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (IT-BPM) ભારતીય અર્થતંત્રમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. આનાથી ભારત વિશ્વની અગ્રણી સોફ્ટવેર મહાસત્તાઓમાં સ્થાન પામ્યું છે. તેણે નાણાકીય વર્ષ 2021માં ભારતના જીડીપીમાં 8 ટકા યોગદાન આપ્યું હતું. વાર્ષિક 2.3 ટકાના વદારા સાથે $194 બિલિયનની અંદાજિત આવક પેદા કરી.

  સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા (STPI) અનુસાર, નાણાકીય વર્ષ 22 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં IT કંપનીઓ દ્વારા સોફ્ટવેરની નિકાસ રૂ. 1.20 લાખ કરોડ ($16.29 અબજ) હતી. હું નીચા વેલ્યુએશન અને ભાવે આઈટી શેરોમાં રોકાણ કરવાની ભલામણ કરીશ. ટેક્નોલોજી આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) એ ટેક્નોલોજી સેક્ટરમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત છે.

  આ પણ વાંચોGainers & Losers: આ છે એવા 10 શેરો જેમાં સૌથી વધુ હિલચાલ જોવા મળી, જાણો કયા કયા શેર છે સામેલ

  ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ફોકસને જોતાં સિમેન્ટ સેક્ટર પર શું દૃષ્ટિકોણ છે?

  ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક દેશ છે. હાઉસિંગ, કોમર્શિયલ બાંધકામ અને ઔદ્યોગિક બાંધકામ જેવા વિવિધ ક્ષેત્રોની વધતી માંગને કારણે 2025 સુધીમાં સિમેન્ટની માંગ વાર્ષિક 550-600 મિલિયન ટન (MTPA) સુધી પહોંચવાની અપેક્ષા છે. નવા નીતિગત સુધારા, નવી ઉત્પાદન ટેકનોલોજી, ઉચ્ચ કાર્યક્ષમતા, બહેતર વિતરણ ચેનલો અને કિંમતો પર નિયંત્રણ વગેરેએ આ ક્ષેત્રના વિકાસને ઊંચો દોર્યો છે. ભારતમાં સિમેન્ટનો માથાદીઠ વપરાશ પણ આ વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં સમગ્ર સિમેન્ટ સેક્ટર ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. હું ઘટાડો અથવા ભાવ કરેક્શન પર સિમેન્ટ સ્ટોક ખરીદવાની ભલામણ કરીશ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Defence, Indian Stock Market, Share bazar, Stock market, Stock market Tips, Stock Markets

  આગામી સમાચાર