Home /News /business /

Stock market: 52 અઠવાડિયાની નીચલી સપાટીની નજીક પહોંચ્યા આ પાંચ શેર, રોકાણ કરવું કે નહીં?

Stock market: 52 અઠવાડિયાની નીચલી સપાટીની નજીક પહોંચ્યા આ પાંચ શેર, રોકાણ કરવું કે નહીં?

શેર બજારમાં કડાકો

Stock market today : 52 અઠવાડિયાના લૉ સુધી પહોંચી ગયેલા આ શેર લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવા માંગતા લોકો માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

  મુંબઇ. Stock market today: ભારતીય શેર બજાર (Indian share market) છેલ્લા એક અઠવાડિયાથી વેચવાલીના દબાણ હેઠળ છે. આ દરમિયાન અનેક સારી કંપનીના શેર 52 અઠવાડિયીની નીચલી સપાટી (52 week low) પર પહોંચી ગયા છે અથવા તેની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. અરબિંદો ફાર્મા (Aurobindo Pharma), એચડીએફસી એએમસી (HDFC AMC), કેસ્ટ્રોલ ઇન્ડિયા (Castrol India), એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ (LIC Housing Finance) અને એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (SBI Cards and Payment Services) આવા જ સ્ટૉક છે. 52 અઠવાડિયાના લૉ સુધી પહોંચી ગયેલા આ શેર લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવા માંગતા લોકો માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

  1) અરબિંદો ફાર્મા (Aurobindo Pharma)

  આ ફાર્મા સ્ટોકમાં આજે આશરે 3.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ શેર લગભગ 595 રૂપિયા આસપાસ ઉપલબ્ધ છે. આ શેર 590.10 રૂપિયા પ્રતિ શેરની તેની 52 અઠવાડિયાની નીચલી સપાટી નજીક છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર આશરે 11.50 ટકા તૂટી ગયો છે. હાલ આ શેર તેની 1063.90 રૂપિયાની 52 અઠવાડિયાની ઊંચી સપાટીથી 55 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે.

  2) એચડીએફસી એએમસી (HDFC AMC)

  એચડીએફસી અસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે HDFC AMCનો શેર આજે ઇન્ટ્રા ડે દરમિયાન 2129 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ સપાટી તેની 52 અઠવાડિયાની નીચલી સપાટી છે. છેલ્લા એક અઠવાડિયાથી શેર વેચવાલીના દબાણ હેઠળ છે. આ દરમિયાન શેર 10 ટકા તૂટી ગયો છે.

  3) કેસ્ટ્રોલ ઇન્ડિયા (Castrol India)

  રિટેલ આઉટલેટનો શેર 118.75 રૂપિયા પર છે. જે 112.95 રૂપિયાના 52 અઠવાડિયાના લૉ નજીક છે. બીજા ક્વૉલિટી શેરની સરખામણીએ કેસ્ટ્રોલ ઇન્ડિયાનો શેર ઓછો તૂટ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસ્ટ્રોલ ઇન્ડિયાનો શેર આશરે 4.50 ટકા તૂટ્યો છે.

  4) એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ (LIC Housing Finance)

  હાઉસિંગ ફાઇનાન્સ કંપનીનો શેર આશરે 333 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જે 330 રૂપિયાની તેની 52 અઠવાડિયાની નીચલી સપાટની નજીક છે. છેલ્લા એક અઠાડિયામાં આ શેર 10 ટકા તૂટી ગયો છે.

  5) એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (SBI Cards and Payment Services)

  એસબીઆઈ કાર્ડ્સનો શેર આજે લગભગ 842 રૂપિયા પ્રતિ શેરની આસપાસ છે. આ કિંમત શેરની 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી 781.20 રૂપિયા નજીક છે. શેર 52 અઠવાડિયાના લૉથી 61 રૂપિયા ઉપર છે. આ એવો શેર છે જે છેલ્લા એક અઠવાડિયામાં ઓછો તૂટ્યો છે. છેલ્લા અઠવાડિયામાં આ શેરમાં 3.50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

  તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

  લાઈવમિન્ટના એક રિપોર્ટ પ્રમાણે એએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ- રિસર્ચ (રિટેલ ઇક્વિટીઝ) સૌરભ જૈને કહ્યુ કે, "આજે પોતાના પોર્ટફોલિયોમાં શેર ઉમેરવા માટે એક સારી રીત એ છે કે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડા છતાં જે શેરે સારું પ્રદર્શન કર્યું હોય. તાજેતરની વેચવાલી પર નજર કરતા 52 અઠવાડિયાના લૉ નજીક પહોંચેલા શેર વિશે વાત કરીએ તો આ શેર્સ માટે કોઈ ખરીદદાર નથી. આથી એવા સ્ટોક્સ ખરીદવા યોગ્ય છે જેમણે મંદી દરમિયાન પણ સારો દેખાવ કર્યો હોય. બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને કન્ઝ્યુમર ગુડ્સ સેગમેન્ટમાં આવા શેર્સ ઉપલબ્ધ છે."

  આ પણ વાંચો: Mutual Funds: શેરબજારમાં કડાકા વચ્ચે ટોચના આ 10 સ્ટોકને મ્યુચ્યુઅલ ફંડોએ કહી દીધું Bye Bye

  ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાએ જણાવ્યું કે, "સામાન્ય સ્થિતિમાં ડિસ્કાઉન્ટ ભાવે મળતા સારા શેર્સ ખરીદવા યોગ્ય નિર્ણય હોઈ શકે પરંતુ જ્યારે બજારમં મંદીનો માહોલ હોય ત્યારે એવા શેર્સની પસંદગી કરવી જોઈએ જેઓ પોતાની સ્થિતિ જાળવા રાખવામાં સફળ રહ્યા હોય. જો ઉપરના પાંચ શેરમાંથી પસંદગી કરવાનું કહેવામાં આવે તો હું આગામી એક મહિનામાં 950થી 1000 રૂપિયાના સ્તર માટે એસબીઆઈ કાર્ડ્સ શેર ખરીદવાની સલાહ આપીશ. આ માટે 780 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જરૂરી છે."

  (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. અહીં રજૂ કરવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. )
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips, સેન્સેક્સ

  આગામી સમાચાર