Home /News /business /

Stock Market Tips : રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી?

Stock Market Tips : રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી?

રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી? પ્રતિકાત્મક તસવીર

. SMC ગ્લોબલ સિક્યોરિટીઝ (SMC Global Securities)એ નવા રિપોર્ટમાં આ  શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ શેરને રૂ. 55ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

  જો તમે શેરબજારમાં (Stock Market) રોકાણ (Investment)  કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. SMC ગ્લોબલ સિક્યોરિટીઝ (SMC Global Securities)એ નવા રિપોર્ટમાં કેપ્ટન પોલીપ્લાસ્ટના (Captain Polyplast)  શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ શેરને રૂ. 55ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લો કારોબારી દિવસ CPLની ક્લોઝિંગ પ્રાઈસ રૂ. 40 હતી.

  કંપનીએ રજૂ કર્યા પરિણામ

  BSE લિસ્ટેડ કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડે કેટલાક પરિણામ રજૂ કર્યા છે, જેમાં કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 63 ટકા QoQ ગ્રોથ નોંધવામાં આવ્યો છે. સાથે સાથે અંકિત મૂલ્ય પર 2 ટકા લાંભાશની પણ જાહેરાત કરી છે. CPLએ નાણાંકીય વર્ષ 2015-20માં પોતાના રાજસ્વને લગભગ રૂ. 99 કરોડથી વધારીને રૂ. 156 કરોડ કરવામાં આવ્યો છે, જ્યારે આ સમયગાળામાં EBITDA 2 ગણાની વૃદ્ધિ અને PAT 5.4 ગણાની વૃદ્ધિ થઈ છે.

  આંધ્રપ્રદેશમાં સક્રિય ઉત્પાદનના નવા યુનિટ સાથે કંપનીમાં વધારાની સુવિધાઓ સિવાય રૂ. 250 કરોડના રાજસ્વ સુધી પહોંચવાની ક્ષમતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ આગામી કેટલાક વર્ષોમાં સ્થિર માર્જિન સાથે PATમાં 20 ટકા CAGR આપવાની આશા છે.

  આ પણ વાંચો : Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

  કંપનીની માહિતી

  CPL એક માઈક્રો ઇરિગેશન સોલ્યુશન પ્રોવાઈડર અને મેન્યુફેક્ચરર/સપ્લાયર છે. CPL પાસે રાજકોટ (ગુજરાત) અને કુરનૂલ (આંધ્રપ્રદેશ)માં મેન્યુફેક્ચરિંગ સુવિધા સાથે સૂક્ષ્મ સિંચાઈ સમાધાનની એક સંપૂર્ણ શ્રૃંખલા છે. કંપનીનું ભારતમાં 16 રાજ્યોમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે, જે ભારતમાં માઈક્રો ઈરિગેશન માર્કેટકાળ લગભગ 90 ટકા ભાગ કવર કરે છે. જેના 18 વેચાણ કાર્યાલય, 11 ડેપો અને 250 સભ્યોવાળી એક માર્કેંટિંગ ટીમ છે. CPL ઉત્તરી, પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં 750 ડીલર સાથે કામ કરે છે. ઉપરાંત કંપની ખાડી, આફ્રિકા અને લેટીન અમેરિકાના નિર્યાત બજારોમાં નિકાસ કરે છે.

  આ પણ વાંચો : ખુશખબરી : કેન્દ્ર સરકાર ઘરબેઠા 2 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે, 30 જુન પહેલાં કરવું પડશે આ કામ

  CPLએ કુરનૂલ સંયંત્રમાં 2 PVC લાઈનો અને 1 HDPE/સ્પ્રિંકલર લાઈન સાથે ક્ષમતા વિસ્તાર પૂર્ણ કર્યો છે. CPL અને EPC સેગમેન્ટમાં પોતાની ઉપસ્થિતિ વધારી રહ્યું છે અને વાણિજ્યિક તથા મોટા ક્ષેત્રે પરિયોજના અનુપ્રયોગ માટે સમગ્ર દેશમાં સમર્પિત ટીમની સ્થાપના કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં 340+ ગ્રાહકો વચ્ચે 1,500KWથી અધિક ક્ષમતાયુક્ત સૌર EPC પરિયોજનાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. વર્તમાનમાં તેમની પાસે 5,000KWની પાઈપલાઈન ઓર્ડર છે અને આ નાણાકીય વર્ષમાં અધિક પરિયોજનાઓને અંતિમ રૂપ આપવાની આશા કરવામાં આવી રહી છે.

  કંપનીના ચેરમેનનું નિવેદન

  કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રમેશ ખિચડીયાએ જણાવ્યું કે માઈક્રો ઈરિગેશન પ્રોડક્ટસની માંગમાં વૃદ્ઘિને કારણે કંપનીનો ખૂબ જ વિકાસ થયો છે. સરકારે નાણાકીય વર્ષ 2022ના બજેટમાં સૂક્ષ્મ સિંચાઈ માટે રૂ. 10,000 કરોડ એકત્ર કર્યા છે. ગયા વર્ષ કરતા લગભગ બે ગણી અધિક રકમ એકત્ર કરવામાં આવી છે, જેનો આગામી 5 વર્ષોમાં 10 મિલિયન હેક્ટરને કવર કરવાનો ઉદ્દેશ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વિકાસના કારણે આવનારા નાણાંકીય વર્ષમાં સૂક્ષ્મ સિંચાઈના મુખ્ય વ્યવસાયને લાભ થશે.

  આ પણ વાંચો : નોકરિયાતો માટે મોદી સરકારની મોટી ભેટ, જુલાઈમાં PF ખાતામાં આવી શકે છે આટલા રૂપિયા

  Q4 દરમિયાન દક્ષિણ રાજ્યોમાં પ્રાપ્ત PVC પાઈપના મજબૂત વેચાણને કારણે કુરનૂલમાં વિનિર્માણ ક્ષમતાને વિસ્તારિત કરવામાં આવી છે. અધિક ક્ષમતાને કારણે આ રાજ્યોમાં પાઈપ વિતરણ નેટવર્કને વિસ્તારિત કરવામાં લાભ થશે. આ વર્ષ દરમિયાન તેજીથી વધતા EPC સેગમેન્ટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેનાથી વિકાસમાં લાભ થવાની સંભાવના છે.

  રિપોર્ટ અનુસાર કંપનીનું માર્જિન નાણાંકીય વર્ષ 2015માં 31.6 ટકાથી વધીને 39.2 ટકા થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન 13.3 ટકાથી વધીને 15.2 ટકા થઈ ગયું છે. યોગ્ય EBITDA માર્જિન સાથે કંપની છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ 16.5 ટકાનું ROE અને 21.8 ટકાનું ROCE આપવામાં સક્ષમ રહી છે.
  First published:

  Tags: Stock market tips, શેર (Share) SMC ગ્લોબલ સિક્યોરિટીઝ (SMC Global Securities) શેરબજાર (Sharemarket)

  આગામી સમાચાર