નવી દિલ્હી: ઘરેલૂ બ્રોકરેજ પેઢી આનંદ રાઠી (Anand Rathi)નું માનવું છે કે રેટિંગ કંપની ક્રિસિલ લિમિડેટ (CRISIL Ltd)ના બિઝનેસમાં ભવિષ્યમાં પણ ગ્રોથ ચાલુ રહેશે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે ક્રિસિલ કંપનીને ટેલેન્ડ અને ટેક્નોલોજીમાં રોકાણ, આર્થિક ગતિવિધિમાં સુધાર અને પ્રોડક્ટના લોન્ચિંગથી બિઝનેસનો વિકાસ જાળવી રાખવામાં મદદ મળશે. ક્રિસિલ કંપનીના શેરમાં ભારતના વોરન બફેટ કહેવા બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું પણ રોકાણ છે.
આનંદ રાઠીનું બાય રેટિંગ
આનંદ રાઠીએ બાય (BUY) રેટિંગ સાથે ક્રિસિલના શેરને કવર કરવાની શરૂઆત કરી છે. 12 મહિનાની સમય મર્યાદામાં બ્રોકરેજ પેઢી તરફથી આ શેર માટે 4000 રૂપિયાનો ટાર્ગેટ આપવમાં આવ્યો છે. ક્રિસિલનો શેર સોમવારે NSE પર 6.01 ટકા ઉછળીને 3486 રૂપિયાના ભાવ પર બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેર આશરે 23.94 ટકા વધ્યો છે, જ્યારે ચેલ્લા એક વર્ષમાં રોકાણકારોને આ શેરમાં 90 ટકા રિટર્ન મળ્યું છે.
બ્રોકરેજ તરફથી પોતાની નોટમાં કહેવામાં આવ્યું છે કે, "ક્રિસિલની આવક અનેક બિઝનેસ સેક્ટર્સ અને ભૌગોલિક વિસ્તારમાંથી થાય છે. રિસર્ચ સેક્ટરમાંથી થતી તેની આવક નાણાકીય વર્ષ 2021માં 20.3 ટકા વધી છે. આવું આર્થિક ગતિવિધિમાં સુધારો અને તેની સાથે સાથે આંકડા અને તથ્યોને લઈને વધેલા રસને કારણે થયું છે. ક્રિસિલના નફામાં મુખ્ય રીતે રિસર્ચ અને રેટિંગ સેટમેન્ટનો મહત્ત્વનો ફાળો રહ્યો છે."
આવકમાં સતત વધારો
છેલ્લા ત્રણ વર્ષમાં ક્રિસિલની આવકમાં આશરે 10 ટકા વાર્ષિક દરે વધારો થયો છે. આર્થિક ગતિવિધિમાં સુધારો, ગ્રાહકોની સંખ્યામાં વધારો અને નવી પ્રોડક્ટ્સની લોન્ચિંગને પગલે આનંદ રાઠીનો અંદાજ છે કે ક્રિસિલના બિઝનેસમાં ભવિષ્યમાં પણ ગ્રોથ રહેશે. આનંદ રાઠીને જણાવ્યા પ્રમાણે આગામી બે વર્ષમાં ક્રિસિલની આવક 12 ટકાના વાર્ષિક દરે વધશે. બ્રોકરેજનો એવો અંદાજ છે કે કંપની પોતાના EBITDA માર્જિનને સ્થિર બનાવી રાખશે.
આનંદ રાઠી પ્રમાણે સપ્લાય ચેન સાથે જોડાયેલા સમીકરણોમાં ફેરફાર, કેપિટલ એક્સપેન્ડિચર સાઇકલમાં રિવાઇવલ અને ઝડપથી થઈ રહેલા ડિજિટલીકરણને પગલે શેર પર પોઝિટિવ અસર જોવા મળશે. જ્યારે ઝડપથી વધી રહેલી સ્પર્ધા, મોંઘવારી, શાખ જેવા અમુક કારણોને પગલે શેર પર નકારાત્મક અસર પડી શકે છે.
BSE પર કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે દિગ્ગજ રોકાણકાર રોકાશ ઝુનઝુનવાલા પાસે ક્રિસિલમાં 2.92 ટકા ભાગીદારી છે. જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીની 2.57 ટકા ભાગીદારી છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર