Home /News /business /

Brightcom Group stock: બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકે હિટ કરી અપર સર્કિટ

Brightcom Group stock: બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકે હિટ કરી અપર સર્કિટ

મલ્ટીબેગર સ્ટોક

Stock Market Tips: કંપનીએ 16 માર્ચ, 2022ના રોજ બોનસ શેર જાહેર કરવા માટે હકદાર શેરહોલ્ડરોની પાત્રતા જાણવા માટે રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

    નવી દિલ્હી: બુધવાર, 16 માર્ચ, 2022ના રોજ આ અઠવાડિયે 2:3ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ (Bonus Stocks Issue) માટેની રેકોર્ડ તારીખ પૂર્વે, સોમવારના શરૂઆતી સોદામાં બ્રાઇટકોમ ગ્રૂપનો શેર (Brightcom Group) BSE પર 5% વધીને રૂ. 101એ પહોંચીને અપર સર્કિટ હિટ કરી (Circuit level) હતી. બ્રાઇટકોમે એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કર્યા અનુસાર, કંપનીએ બોનસ શેર્સ જારી કરવા અંગેના પ્રસ્તાવની જાહેરાત કરી હતી. જેના પર તેના બોર્ડ દ્વારા 25 જાન્યુઆરીએ વિચારણા કરવામાં આવી હતી.

    કંપનીએ 16 માર્ચ, 2022ના રોજ બોનસ શેર જાહેર કરવા માટે હકદાર શેરહોલ્ડરોની પાત્રતા જાણવા માટે રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરવાનો નિર્ણય લીધો છે. સૂચિત ઇક્વિટી બોનસ 2:3 (સભ્યો દ્વારા રાખવામાં આવેલા દરેક ત્રણ ઇક્વિટી શેર માટે બે ઇક્વિટી શેર)ના ગુણોત્તરમાં જાહેર કરવામાં આવશે. જેમ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 25 જાન્યુઆરી, 2022ના રોજ યોજાયેલી બેઠકમાં સભ્યોની મંજૂરી સાથે ભલામણ કરવામાં આવી હતી.

    રૂ. 208 કરોડની મૂડી પર કંપની રૂ. 3,655 કરોડની રિઝર્વ પોઝિશન ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પાસું અમને અનામતનું મૂડીકરણ કરવા અને બોનસ શેર ઇશ્યૂ તરીકે તે અનામતનો ભાગ રિઝર્વ કરવા માટે પૂરતી જગ્યા આપે છે.

    કંપનીએ શું કહ્યું?


    કંપનીએ વધુમાં જણાવ્યું કે, “છેલ્લા 12 મહિનામાં બ્રાઇટકોમનો શેર અનેકગણો વધી ગયો હોવાથી તે હવે એવા સ્તરે પહોંચી ગયો છે, જે ઘણા નાના રોકાણકારોની પહોંચની બહાર હોઈ શકે છે. બોનસ શેર જાહેર કરવાથી તે અમારા શેરહોલ્ડર લિસ્ટના નવા આવનારા સભ્યો માટે વધુ સસ્તું બનશે.”

    આ પણ વાંચો: જુબિલન્ટ ફૂડના ટાર્ગેટમાં આ બ્રોકરેજ હાઉસે કર્યો 50 ટકાનો ઘટાડો

    મલ્ટીબેગર રિટર્ન


    બ્રાઇટકોમ ગ્રૂપના શેરે એક વર્ષના સમયગાળામાં 1,318 ટકાથી વધુનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે, જે હાલમાં રૂ. 7થી શેર દીઠ રૂ. 101થી વધુ પર ટ્રેડ કરી રહ્યો છે. મલ્ટીબેગર સ્ટોકમાં છેલ્લા છ મહિનામાં જ 184 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જોકે, 2022માં અત્યારસુધીમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

    આ પણ વાંચો: પોસ્ટ ઑફિસના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર

    બ્રાઇટકોમ ગ્રુપ ડિજિટલ માર્કેટિંગ કંપની છે. તે એડ-ટેક, ન્યૂ મીડિયા અને IoT આધારિત વ્યવસાયોને વિશ્વભરમાં એકીકૃત કરે છે. કંપનીની વૈશ્વિક હાજરીમાં અમેરિકા, ઇઝરાયેલ, લેટિન અમેરિકા એમઇ, પશ્ચિમ યુરોપ અને એશિયા પેસિફિક પ્રદેશોનો સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment tips, Multibagger Stock, Stock market, Stock tips

    આગામી સમાચાર