કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, નિષ્ણાતોએ આપ્યું ગ્રીન અને રેડ સિગ્નલ
કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, નિષ્ણાતોએ આપ્યું ગ્રીન અને રેડ સિગ્નલ
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Sidha Sauda (17 ફેબ્રુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.
અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:
1) TATA MOTORS <GREEN> : Jaguar Land Rover તરફથી NVIDIA સાથે કરાર કરાયો. કાર્સમાં નેક્સ્ટ જનરેશન ઓટોમેટેડ સિસ્ટમ બનાવવા માટે કારાર થયો.
2) WIPRO <GREEN> : કંપનીને મલ્ટીનેશનલ કંપની ABB તરફથી 15 કરોડ DOLLAR એટલે કે આશરે 1,100 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એબીબીના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે પાંચ વર્ષ માટે ઓર્ડર મળ્યો છે.
3) JUBILANT INGREVIA <GREEN> : નવો Diketene Derivatives પ્લાન્ટમાંથી ઉત્પાદન શરૂ થયું. નવા પ્લાન્ટની ક્ષમતા 7000 TPA હશે.