Home /News /business /

Stock Market: આ અઠવાડિયે શેર બજાર માટે 10 પરિબળ હશે મહત્ત્વના, કરી લો એક નજર

Stock Market: આ અઠવાડિયે શેર બજાર માટે 10 પરિબળ હશે મહત્ત્વના, કરી લો એક નજર

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Stock Market this week: સેમકો સિક્યોરિટીઝના હેડ (ઇક્વિટી રિસર્ચ) યેશા શાહના મતે જિયોપૉલિટિકલથી બજારની દિશા નક્કી થશે. જો યુદ્ધ ચાલુ જ રહે છે તો બજારમાં મંદી જોવા મળશે. તેમણે હાલતને જોતા સાવચેતીપૂર્વક ટ્રેડ કરવાની સલાહ આપી છે.

    Stock Market: યુક્રેન પર રશિયાનો હુમલો (Russia Ukraine conflict) અને ક્રૂડ ઓઇલની કિંમત (Crude oil price)માં ઉછાળાને પગલે 25 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે માર્કેટનું સેન્ટીમેન્ટ ખૂબ નબળું થઈ ગયું હતું. શુક્રવારે સકારાત્મક સંકેત જોતા બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 2.5 ટકાના શાનદાર સુધારો જોવા મળ્યો હતો. અઠવાડિયા દરમિયાન જે ઘટાડો આવ્યા તેમાંથી કોઈ પણ ઇન્ડેક્સ બાકાત રહી શક્યા ન હતા. તમામ સેક્ટર્સમાં 2-5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

    નિષ્ણાતોનું માનવું છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહે છે તો માર્કેટ માટે તે નકારાત્મક રહેશે. સેમકો સિક્યોરિટીઝના હેડ (ઇક્વિટી રિસર્ચ) યેશા શાહ કહે છે કે બજારની દિશા જિયોપૉલિટિકલથી નક્કી થશે. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ જ રહે છે તો બજારમાં મંદી જોવા મળશે. તેમણે હાલતને જોતા સાવચેતીપૂર્વક ટ્રેડ કરવાની સલાહ આપી છે. બીજી તરફ આ અઠવાડિયે મંગળવારે શિવરાત્રી હોવાથી બજાર બંધ રહેશે.

    આ અઠવાડિયા આ 10 પરિબળ પર રાખો નજર:

    1) રશિયાનો યુક્રેન પર હુમલો (Invasion of Ukraine by Russia)

    આગામી દિવસોમાં આ મોટો મુદ્દો હશે. યુદ્ધની અસર આખા વિશ્વ પર જોવા મળશે. જોકે, કોમોડિટી બજારમાં તેજી જોવા મળશે. ગયા અઠવાડિયે કોમોડિટીમાં ખૂબ તેજી જોવા મળી હતી.

    2) ક્રૂડ ઓઇલ કિંમત (Oil Price)

    આગામી દિવસોમાં બજારની નજર ક્રૂડ ઓઇલની કિંમત પર પણ રહેશે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ બહારની મંગાવે છે. ગત અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 97.93 ડૉલર પ્રતિ બેરલ પર બંધ રહ્યો હતો. જોકે, અઠવાડિયા દરમિયાન તે 105.79 ડૉલર પ્રતિ બેરલની સપાટીને સુધી ગયો હતો. 2014 પછી તે સૌથી ઊંચી સપાટી છે. છેલ્લા બે મહિનામાં ક્રૂડની કિંમતમાં આશરે 45 ટકાનો વધારો થયો છે.

    3) એફઆઈઆઈની વેચવાલી (FII Selling)

    યુક્રેન સંકટને પગલે ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FII)ની વેચવાલી વધી છે. યૂએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ વેચવાલી ખૂબ વધી ગઈ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો વેચવાલી હજુ પણ વધી શકે છે.

    4) ઑટો સેલ્સ (Auto Sales)

    બજારની નજર મંગળવારે જાહેર થનારા મંથલી સેલ્સ ડેટા પર રહેશે. કૉમર્શિયલ વાહનોના વેચાણમાં વધારો થવાનું અનુમાન છે. ચીપની અછતની અસર વેચાણ પર પડી શકે છે. જોકે, નબળા સેન્ટિમેન્ટની અસર ટુ-વ્હીલર અને ટ્રેક્ટરના વેચાણ પર પડી શકે છે.

    5) આર્થિક ડેટા (Economic Data)|

    બજારની નજર ડિસેમ્બર ત્રિમાસિકના જીડીપી ગ્રોથના આંકડા પર પણ રહેશે, આ આંકડા આજે જાહેર થશે. મોટાભાગના નિષ્ણાતો ગ્રોથ છ ટકાની રેન્જમાં રહેશે તેવી આશા રાખી રહ્યા છે. ફેબ્રુઆરીનો માર્કેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા બુધવારે જાહેર થશે. જે બાદમાં શુક્રવારે માર્કેટ કમ્પોઝિટ એન્ડ સર્વિસિસ પીએમઆઈ ડેટા આવશે.

    આ પણ વાંચો: Stock Market: રિયલ એસ્ટેટમાં ફરી આવશે ઉછાળો, બ્રોકરેજ પેઢીઓએ આ 9 શેર માટે Buy રેટિંગ

    6) ટેક્નિકલ વ્યૂ (Technical view)

    નિફ્ટી50એ શુક્રવારે ડેલી ચાર્ટ પર બુલિશ કેન્ડલ બનાવી છે, કારણ કે આ દિવસે ઇન્ડેક્સ 2.5 ટકા મજબૂતી સાથે 16,659 અંક પર પહોંચી ગયો હતો પરંતુ અઠવાડિયા દરમિયાન તેણે બિયરિશ કેન્ડલ બનાવી હતી. જેનાથી દલાલ સ્ટ્રીટમાં ડરનો માહોલ છે. HDFC Securities ના ટેક્નિકલ રિસર્સ એનાલિસ્ટ નાગરાજ શેટ્ટીએ કહ્યું કે, માર્કેટમાં તેજી માટે 16,700-16,800 ની આસપાસ મહત્ત્વનું વિઘ્ન છે. નીચેની બાજુએ 16,500 ના સ્તર પર સપોર્ટ છે.

    7) ઇન્ડિયા વિક્સ (India VIX)

    જૂન, 2020ના 32 ના સ્તર સુધી પહોંચ્યા પછી શુક્રવારે તે ઘટીને 26.7ના સ્તર પર આવી ગયો હતો. જોકે, બજારમાં સ્થિરતા માટે તે 22 ટકા નીચે રહે તે જરૂરી છે. વૈશ્વિક સંકટ પૂર્ણ થયા બાદ તે શક્ય છે.

    આ પણ વાંચો:  નિષ્ણાતોના મતે જાણે આગળ કેવી રહેશે બજારની ચાલ

    8) એફએન્ડઓના સંકેત (F&O Cues)

    ઑપ્શન ડેટા પરથી સંકેત મળે છે કે નિફ્ટી50 આગામી દિવસોમાં 16,000-17,000ની રેન્જમાં ટ્રેડ કરશે. જ્યાં સુધી જિયોપૉલિટિકલ ટેન્શન ખતમ ન થાય અને 16,800-17,000ના સ્તર પરથી ઉપર ટકી રહે તે જરૂરી છે. 16,200-16,000ના સ્તર પર મજબૂત સપોર્ટ છે.

    9) કૉર્પોરેટ એક્શન



    આ અઠવાડિયે યોજનારા અમુક કોર્પોરેટ એક્શન આ પ્રમાણે છે.

    10) ગ્લોબલ ડેટા



    આ અઠવાડિયાના મુખ્ય ગ્લોબલ ડેટા પર નજર કરીએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર