Home /News /business /આગામી સપ્તાહમાં આ સંકેતો પર રાખજો ચાંપતી નજર, કમાણી કરવામાં થઈ જશો સફળ
આગામી સપ્તાહમાં આ સંકેતો પર રાખજો ચાંપતી નજર, કમાણી કરવામાં થઈ જશો સફળ
આ સંકેતો પર રાખવી પડશે ચાંપતી નજર
વેદાન્તા અને રેલ વિકાસ નિગર આ સપ્તાહ દરમિયાન એક્સ ડિવિડન્ડના રૂપમાં ટ્રેડ કરશે. જ્યારે પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ આ સપ્તાહાં એક્સ-રાઈટ્સ ટ્રેડ થશે. આ ઉપરાંત એચસીકેકે વેન્ચર્સ, એમકે વેન્ચર્સ કેપિટલ, ટીમલીઝ સર્વિસિઝ, શ્રી સિક્યોરિટીમાં પણ આ સપ્તાહ દરમિયાન કોર્પોરેટ એક્શન જોવા મળશે.
નવી દિલ્હીઃ શેરબજારમાં આ સપ્તાહમાં રોકાણકારોને કમાણી થઈ છે. મુખ્ય ઈન્ડેક્સ સપ્તાહ દરમિયાન 2 ટકાથી વધારે ઉછાળા સાથે બંધ થયો છે. આવનારા સપ્તાહમાં ઘણા મહત્વના ઈવેન્ટ્સ છે, જેની અસર ટ્રેડિંગ પર પડશે. જો તમે પણ આ સપ્તાહમાં કમાણી કરવા માંગો છો, તો અમે તમને તે ખાસ ઈવેન્ટ્સ વિશે જેના દ્વારા મળનારા સંકેત પૂરા સપ્તાહ દરમિયાન ટ્રેડપ્સને બજારની દિશાની જાણકારી આપશે. જેનાથી તેઓ નફો કરી શકે.
RBIની પોલિસીની સમીક્ષા
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, આ સપ્તાહ દરમિયાન રિઝર્વ બેંક દરોને લઈને સમીક્ષાના પરિણામોની જાહેરાત કરશે. અંદાજ છે કે, રેપો રેટમાં ક્વાટર ટકાનો વધારો થઈ શકે છે. બજાર આ હિસાથી પોતાને તૈયાર કરી ચૂક્યુ છે. જો કોઈ વધારો કે ઘટાડો થાય, તો બજાર તે મુજબ પ્રતિક્રિયા આપશે. તેની સાથે જ બજારની નજર રિઝર્વ બેંકની ટિપ્પણી પર રહેશે. બેઠકના પરિણામ 6 એપ્રિલે બહાર પાડવામાં આવશે.
આ સપ્તાહ માર્ચે માટે પીએમઆઈ આંકડા જારી થશે. ઘરેલૂ આંકડાની સાથે દુનિયાભરની અન્ય અર્થવ્યવસ્થાઓ માટે માર્ચના આંકડા પણ સામે આવશે. બજાર તેનાથી અર્થવ્યવસ્થાની ચાલનો અંદાજ લગાવશે. સપ્તાહ દરમિયાન પીએમઆઈ ઉપરાંત અમેરિકાની ફેક્ટ્રી ઓર્ડર, બેલેન્સ ઓફ ટ્રેડ, અને ઓટો સેક્ટરના આંકડા આવશે. ચીન શુક્રવારે તેના માર્ચ મહિનાના ફોરેક્સ રિઝર્વ આંકડા આપશે.
ઓઈલની કિંમતોમાં એકવાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. બ્રેંટ એકવાર પરીથી 80 ડોલર પ્રતિ બેરલના સ્તરની પાસે પહોંચી ગયો છે. આ સપ્તાહે ભાવ કયા સ્તરે પહોંચે છે તેના પર સ્થાનિક રોકાણકારોની નજર રહેશે. ઓઈલની કિંમતો 80ની પાર પહોંચવાતી એકવાર ફરીથી ઘરેલી અર્થવ્યવસ્થા પર દબાવ જોવા મળી શકે છે. જો કે, આ સ્તરની નીચે કિંમતોમાં સ્થિરતા રહેવા પર અર્થવ્યવસ્થા માટે સંકેત સકારાત્મક રહેશે. ડિસેમ્બર ક્વાટરમાં 85 ડોલરની સરેરાશ કિંમતની મદદથી દેશના વેપાર ખોટમા ઘટાડો નોંધવામાં આવ્યો છે.
સ્ટોક સ્પેસિફિક એક્શન
વેદાન્તા અને રેલ વિકાસ નિગર આ સપ્તાહ દરમિયાન એક્સ ડિવિડન્ડના રૂપમાં ટ્રેડ કરશે. જ્યારે પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ આ સપ્તાહાં એક્સ-રાઈટ્સ ટ્રેડ થશે. આ ઉપરાંત એચસીકેકે વેન્ચર્સ, એમકે વેન્ચર્સ કેપિટલ, ટીમલીઝ સર્વિસિઝ, શ્રી સિક્યોરિટીમાં પણ આ સપ્તાહ દરમિયાન કોર્પોરેટ એક્શન જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર