Stock Market : આજે દબાણ હેઠળ હશે ભારતીય શેરબજાર, આ ફેક્ટર્સ કરશે અસર
Stock Market : આજે દબાણ હેઠળ હશે ભારતીય શેરબજાર, આ ફેક્ટર્સ કરશે અસર
આજે દબાણ હેઠળ હશે સ્ટોક માર્કેટ
અગાઉના સત્રમાં સેન્સેક્સ 433 પોઈન્ટ વધીને 53,161ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 133 પોઈન્ટના વધારા સાથે 15,832 પર બંધ થયો હતો. આજના કારોબારમાં રોકાણકારોનું (Investors) સેન્ટિમેન્ટ દબાણ હેઠળ છે. જો વૈશ્વિક બજારની અસર હેઠળ વેચવાલી થશે તો બજાર આજે તેની ગતિ ગુમાવશે.
ભારતીય શેરબજાર (Indian Stock Market) આજે વૈશ્વિક બજારના દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ-નિફ્ટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે વેચવાલીનો ખતરો છે. અગાઉના સત્રમાં સેન્સેક્સ 433 પોઈન્ટ વધીને 53,161ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 133 પોઈન્ટના વધારા સાથે 15,832 પર બંધ થયો હતો. આજના કારોબારમાં રોકાણકારોનું (Investors) સેન્ટિમેન્ટ દબાણ હેઠળ છે. જો વૈશ્વિક બજારની અસર હેઠળ વેચવાલી થશે તો બજાર આજે તેની ગતિ ગુમાવશે.
આજે કયા શેર પર રહેશે રોકાણકારોની નજર?
Brigade Enterprises Ltd
Bank of Baroda
Star Health and Allied Insurance Company Ltd
Sterling Tools Ltd
Indian Card Clothing Company Ltd
GMR Industries Ltd
Tata Steel Ltd
JSW Steel Ltd
Capri Global Capital Ltd
અમેરિકાના બજારોની વાત કરીએ તો ફરીથી એકવાર રોકાણકારોનો ભરોસો ઓછો થઇ ગયો છે. આ સિવાય ફેડ રિઝર્વ દ્વારા જુલાઇમાં વ્યાજ દર વધારવાના સંકેતોના કારણે મંદીની આશંકા પણ છવાયેલી છે જેના કારણે અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ NASDAQ માં છેલ્લા ટ્રેડિંગ બજાર 0.72 ટકા ઘટીને બંધ થયું હતું. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું શેરબજાર પાછલા સત્રમાં 0.52 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રાંસનું શેરબજાર 0.43 ના નુકસાન સાથે બંધ થયું હતું. જોકે, લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.69 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જોકે એશિયાના મોટાભાગના બજારોમાંથી આજે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક બજારોમાં તેજી જોવા મળી રહી છે તો કેટલાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ સવારે 0.01 ટકાના મામૂલી ઘટાડા પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનના નિક્કી 0.48 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તાઈવાનનું બજાર પણ 0.23 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. જોકે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.52 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.05 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર