Home /News /business /Stock Market : ટેક સ્ટોક્સ એપલ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીનું જોરદાર કમબેક, જાણો વિગતો
Stock Market : ટેક સ્ટોક્સ એપલ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીનું જોરદાર કમબેક, જાણો વિગતો
આ 4 મહિનાનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે, જેના કારણે આ મુજબના ફાયદા થઈ શકે છે. લાઈવ અને વ્યૂહાત્મક બિઝનેસ પ્રોજેક્ટ્સ, તકનીકી કુશળતાને નિખારવા માટે તાલીમમાં વધારો થશે. પ્રોજેક્ટ દરમિયાન સહાય કરવા માટે પ્રોજેક્ટ ગાઈડ, મેન્ટર અને સહકર્મી મળશે. પ્રોજેકટ પૂરો થયા બાદ ફૂલ ટાઈમના કર્મચારી તરીકે ઇન્ટરવ્યુની તક. આકર્ષક માસિક સ્ટાઇપેન્ડ
Stock Market : આ અઠવાડિયે ટેક સ્ટોક (Tech stock) એપલ (Apple) 4.9% વધ્યું, જ્યારે માઇક્રોસોફ્ટ (Microsoft) માં 4.1%નો વધારો જોવા મળ્યો છે. આ કંપનીઓ Nasdaq 100 ઇન્ડેક્સમાં ટોપ 10 શ્રેષ્ઠ પ્રદર્શનકારોમાં સ્થાન મેળવી ચૂકી છે
Stock Market : ટેક સ્ટોકે (Tech stock) શુક્રવારે મજબૂત ત્રિમાસિક પરિણામો અને આઉટલૂક્સ આપ્યા પછી આ અઠવાડિયામાં સૌથી વધુ લાભ મેળવનાર કંપનીઓ એપલ (Apple Inc.) અને માઈક્રોસોફ્ટ (Microsoft Corp.) સાથે ફરી એકવાર પુનરાગમન કર્યું છે.
શુક્રવારે એપલ (Apple) ના શેરમાં 7%નો વધારો જોવા મળ્યો હતો, જે જુલાઈ 2020 પછીનો તેમનો સૌથી મોટો ફાયદો છે. કંપનીના પરિણામો અપેક્ષા કરતા ઘણા મજબૂત જોવા મળ્યા છે. આ પરિણામો ડિફિકલ્ટ સપ્લાય એન્વાયરમેન્ટ (difficult supply environment) માં પણ કંપનીની નેવિગેટ કરવાની ક્ષમતા દર્શાવે છે. માઇક્રોસોફ્ટે અઠવાડિયાની શરૂઆતમાં આગાહી કરી હતી કે તેના ક્લાઉડ ગ્રોથની સંભાવનાઓને આધારે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં વધારો કર્યો હતો.
આ અઠવાડિયે એપલ 4.9% વધ્યું, જ્યારે માઇક્રોસોફ્ટમાં 4.1%નો વધારો જોવા મળ્યો છે. આ કંપનીઓ Nasdaq 100 ઇન્ડેક્સમાં ટોપ 10 શ્રેષ્ઠ પ્રદર્શનકારોમાં સ્થાન મેળવી ચૂકી છે. ટેક-હેવી બેન્ચમાર્ક શુક્રવારે 3.2% વધ્યો. જણાવી દઈએ કે આ માર્ચ પછીનો તેનો સૌથી મોટો એક-દિવસીય ગેઇન રહ્યો છે. તેને 0.1%નો સાપ્તાહિક ગેઇન મળ્યો છે.
એકંદરે જોવા જઈએ તો આ ટ્રેડિંગ સેશન સકારાત્મક રહ્યું છે, તે છતા ફુગાવા અંગે સતત ચિંતાઓ અને વધુ હોકીશ ફેડરલ રિઝર્વની વચ્ચે આ વર્ષે ટેક શેરો દબાણ હેઠળ છે, જેણે આ વર્ષે અનેક દરમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.
અહીં રોકાણકારો ઊંચા દરની સંભાવનાઓ પર પડતી અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કી પ્રાઈવેટ બેંકના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર જ્યોર્જ માતેયોએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફેડ તાજેતરમાં જ બજારમાં પ્રવેશ્યો છે. આના કારણે જ તે કેવી રીતે આગળ વધશે કે કેવા પરિણામ આપશે તેને લઈને હજુ પણ ઘણી અનિશ્ચિતતા છે. એકંદરે આગળ જતા વધુ અસ્થિરતાઓ જોવા મળી શકે છે.
સોફ્ટવેર જંપ
ટેક માટે અન્ય બ્રાઈટ સ્પોટ સોફ્ટવેર કંપનીઓ રહી છે. એટલાસિયન કોર્પોરેશને આ અઠવાડિયે 13%નો વધારો નોંધાવ્યો હતો. બીજા-ક્વાર્ટરના પરિણામોની જાણ કર્યા પછી, તે Nasdaq 100 પર ટોપનો સ્ટોક બન્યો હતો અને તેણે ત્રીજા-ક્વાર્ટરની આવકની આગાહી કરી હતી. જે વિશ્લેષકોના અંદાજો કરતાં આગળ હતી. આ અઠવાડિયે સર્વિસનાઉ ઇન્ક.ના સબ્સ્ક્રિપ્શન વેચાણમાં 30%નો ઉછાળો આવ્યા પછી લગભગ 11%નો ઉમેરો કર્યો અને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ચિપમેકર્સ ટેક કંપનીઓનું એક ગ્રુપ હતું, જેણે આ અઠવાડિયે એક સારી હિટ લીધી હતી. શુક્રવારે 1.8% વધવા છતાં, ફિલાડેલ્ફિયા સ્ટોક એક્સચેન્જ સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ આ અઠવાડિયે 3.8% ઘટ્યો છે અને તેણે ગુરુવારે માર્ચ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાવ્યો છે. ઇન્ટેલ કોર્પ.એ નિરાશાજનક નફાની આગાહી કર્યા પછી આ બનવા પામ્યું છે. હાલ કંપનીના શેરમાં મંદીને વેગ મળ્યો છે. લેમ રિસર્ચ કોર્પ.ના આઉટલૂકે પણ સપ્લાય-ચેઈન અવરોધોને કારણે વિશ્લેષકના અંદાજોને પાછળ છોડી દીધા છે.
આવતા અઠવાડિયાની તમામની કમાણી પર હાલ રોકાણકારનું ફોકસ રહેશે. હાલ Amazon.com Inc., Alphabet Inc. અને Meta Platforms Inc. જેવી વધુ માર્કી કંપનીઓ રિપોર્ટિંગ નામોમાં સામેલ છે. જેમના પરિણામોની ચોક્કસથી રાહ જોવાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર