નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 105.25 પોઈન્ટ્સ અથવા 0.64 ટકાના વધારા સાથે 16,628 પોઈન્ટ પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા સાથે જીએસટી કલેક્શન અને પીએમઆઈ જેવા સારા ડેટાએ પણ સ્થાનિક બજારને ટેકો આપ્યો હતો.
ભારતીય શેરબજારોમાં (Indian Stock Market) બે દિવસના ઘટાડા બાદ ગુરુવારે ઉછાળો નોંધાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)માં મજબૂત ખરીદી અને યુરોપીયન બજારોમાં હકારાત્મક વલણ વચ્ચે બજાર પુનઃપ્રાપ્ત થયું હતું. ગુરુવારે BSE ના 30 શેરો વાળા સેન્સેક્સ 436.94 પોઈન્ટ્સ અથવા 0.79 ટકા વધીને 55,818.11 ના સ્તર પર બંધ થયા છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 105.25 પોઈન્ટ્સ અથવા 0.64 ટકાના વધારા સાથે 16,628 પોઈન્ટ પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા સાથે જીએસટી કલેક્શન અને પીએમઆઈ જેવા સારા ડેટાએ પણ સ્થાનિક બજારને ટેકો આપ્યો હતો. ચાલો જાણીએ કે આજે બજારમાં કયા શેરો ટ્રેન્ડ કરી શકે છે.
આ શેરોમાં મંદીના સંકેત
MACD એ Grindwell Norton, Bajaj Auto, Thyrocare Tech, HUL અને Lux Industriesના શેરમાં મંદીનો સંકેત આપ્યો છે. મતલબ કે હવે આ શેરોમાં ઘટાડો થવા લાગ્યો છે.
ફાઈન ઓર્ગેનિક, વરુણ બેવરેજીસ, KEI ઈન્ડસ્ટ્રીઝ, બ્લુ ડાર્ટ, M&M, ક્રેડિટએક્સેસ ગ્રામીણ અને કોરોમંડલ ઈન્ટરનેશનલ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે. આ શેરોએ તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીને પાર કરી છે. આ આ શેરોમાં વધારો સૂચવે છે.
વેચાણનું દબાણ દર્શાવતા સ્ટોક્સમાં હિકાલ, થાઇરોકેર ટેક, લક્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇક્વિટાસ SFB અને Ipca લેબ્સનો સમાવેશ થાય છે. આ શેર્સમાં ખૂબ વેચવાલી છે. આ શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આ શેરો માટે આ મંદીની નિશાની છે.
(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર