Stock Market: કમજોર લિસ્ટિંગ બાદ બે વર્ષમાં આપ્યું ધમાકેદાર રિટર્ન, કરી લો એક નજર
Stock Market: કમજોર લિસ્ટિંગ બાદ બે વર્ષમાં આપ્યું ધમાકેદાર રિટર્ન, કરી લો એક નજર
મલ્ટીબેગર સ્ટોક
Stocks with poor listing: મનીકંટ્રોલે છેલ્લા બે વર્ષના એવા આઈપીઓનું વિશ્લેષણ કર્યું છે, જેમનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ ભાવે થયું હતું પરંતુ જાન્યુઆરી 2022 સુધી તેમણે 100 ટકા રિટર્ન આપ્યું છે.
મુંબઇ. Multibagger stocks: આઠમી જાન્યુઆરીના રોજ અદાણી વિલ્મર (Adani Wilmar IPO listing)ના શેરનું 230 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી આશરે ચાર ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયું હતું. જોકે, એ જ દિવસે શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. ઇન્ટ્રાડેમાં શેર 271.25 રૂપિયાના સ્તરને સ્પર્શી ગયો હતો. દિવસના અંતે શેર 268.25 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. એટલે કે શેર ઇશ્યૂ કિંમતથી 16 ટકા વધીને પ્રીમિયમ પર બંધ રહ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને મનીકંટ્રોલે છેલ્લા બે વર્ષના એવા આઈપીઓનું વિશ્લેષણ કર્યું છે જેમનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું હતું પરંતુ જાન્યુઆરી 2022 સુધી તેમણે 100 ટકા રિટર્ન આપ્યું હોય. આવા આઈપીઓ પર એક નજર કરીએ.
એન્જલ વન (Angel One Ltd.)
આ શેર 5 ઓક્ટોબર 2020ના રોજ 306 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે 275 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આઠમી ફેબ્રુઆરી 2022 સુધી આ શેર ઇશ્યૂ પ્રાઇસથી 340 ટકા તેજી બતાવી ચૂક્યો છે. હાલ શેર 1346 રૂપિયા આસપાસ નજરે પડી રહ્યો છે.
આ શેર 7 એપ્રિલ 2021ના રોજ 500 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે 492 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આ શેર આઠમી ફેબ્રુઆરી 2022 સુધી 176 ટકા ઉછળી ચૂક્યો છે. હાલ આ શેર 1380 રૂપિયા આસપાસ નજરે પડી રહ્યો છે.
મેક્રોટેક ડેવલોપર્સ (Macrotech Developers Ltd)
આ શેર 19 એપ્રિલ 2021ના રોજ 486 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે 439 રૂપિયાના સ્તર પર લિસ્ટ થયો હતો. આ શેર આઠમી ફેબ્રુઆરી 2022 સુધી ઇશ્યૂ કિંમતથી 166 ટકા તેજી બતાવી ચૂક્યો છે. આ શેર હાલ 1292 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
તાજેતરમાં લિસ્ટ થયેલા અદાણી વિલ્મરના શેરની વાત કરીએ તો બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ શેર લોંગ ટર્મમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. કંપનીની નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત છે. કંપનીની બ્રાન્ડ ઓળખ પણ ખૂબ મજબૂત છે.
કેટલા ભાવે થયું લિસ્ટિંગ? (Adani Wilmar Stock price)
BSE પર અદાણી વિલ્મરના શેરનું 3.91% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. 230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે બીએસઈ પર અદાણી વિલ્મરનો શેર 221 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને એક શેર દીઠ 9 રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
NSE પર અદાણી વિલ્મરના શેરનું 1.30% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું. 230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે NSE પર અદાણી વિલ્મરનો શેર 227 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને શેર દીઠ ત્રણ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર