Stock Crash: શેરબજારમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બીજી તરફ ફ્યુચર ગ્રુપનો એક શેર પણ રોકાણકરો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. આ શેર ફ્યુચર રિટેલ લિમિટેડ છે અને છેલ્લા એક વર્ષમાં આ શેર 92.76 ટકા તૂટ્યો છે. પરિણામે રોકાણકરોને અસહ્ય નુકસાન થયું છે.
99%નું અસહ્ય નુકસાન, રોકાણકરો પસ્તાયા
ફ્યુચર ગ્રુપનો આ શેર ગયા વર્ષે સતત ઘટ્યો છે. પરિણામે આ શેરમાં અત્યાર સુધી રોકાણ જાળવી રાખનાર શેરધારકોને મસમોટું નુકસાન થયું છે. 27 એપ્રિલ 2018ના રોજ આ શેર 618 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો હતો. હાલ આ શેરની કિંમત 3.80 રૂપિયા છે. એટલે કે 4 વર્ષમાં આ સ્ટૉકમાં 99% સુધીનું જોરદાર નુકસાન થયું છે. નુકસાનના આંકડા મુજબ જો કોઈ રોકાણકારે ચાર વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ સમયે એક લાખ રૂપિયા ઘટીને માત્ર 614 રૂપિયા થઈ ગયા હશે.
જાણો શું છે આ કંપનીનો વિવાદ?
દેવામાં ડૂબેલી આ કંપની છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવાદમાં રહી છે. એમેઝોન અને અન્ય બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્યુચર રિટેલે તેના ધિરાણકારોને 5,322.32 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. માર્ચમાં બીઓઆઇએ જાહેર નોટિસ દ્વારા આ ગ્રુપની સંપત્તિનો દાવો કર્યો હતો. કિશોર બિયાનીની આગેવાની હેઠળની ફ્યુચર ગ્રૂપગ્રુની અગ્રણી કંપની ફ્યુચર રિટેલ હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા તેના ધિરાણકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની પ્રક્રિયા સામે ઝઝૂમી રહી છે. કંપનીના ટોપ મેનેજમેન્ટમાં કિશોર બિયાની, રાકેશ બિયાની, રાહુલ ગર્ગ, રવિન્દ્ર ધારીવાલ, ગગન સિંહ અને જેકબ મેથ્યુનો સમાવેશ થાય છે.
" isDesktop="true" id="1317346" >
વર્ષ 2019માં એમેઝોને ફ્યુચર કૂપનમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જે ફ્યુચર ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. આ માટે 1500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ ડીલ હેઠળ એમેઝોનને ફ્યુચર રિટેલમાં 3થી 10 વર્ષની અંદર હિસ્સો ખરીદવાનો પણ અધિકાર મળ્યો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર