ભારતીય શેર માર્કેટમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. આરબીઆઈની પોલિસિ બાદ રૂપિયો ગગડવાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકા તૂટી ગઈ છે. બીએસઈના શેર 30 શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ હાલમાં (3:20 PM) 900 પોઈન્ટ તૂટી 34300ના સ્તર પર આવી ગયો છે. જ્યારે એનએસઈનો 50 શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 300 પોઈન્ટ તૂટી 10302ના સ્તર પર છે.
સેન્સેક્સ 35 હજારની ગગડી પડતા બજારમાં નબળાઈનો માહોલ અકબંધ છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીએ શરૂઆત નબળાઈ સાથે કરી હતી. નિફ્ટી 10500 અને સેન્સેક્સ 35000ના નીચે ગગડી પડી છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈનો મીડકેપ ઈન્ડેક્સ 0.8 ટરા ગગડ્યો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1 ટકાની નબળાઈ આવી છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા લુડક્યો છે.
રૂપિયામાં ઐતિહાસિક નબળાઈ યથાવત - રૂપિયાએ આજે નબળાઈ સાથે શરૂઆત કરી છે. ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની નબળાઈ સાથે 73.65ના સ્તર પર ખુલ્યો છે. જોકે, શરૂઆતમાં ગગડ્યા બાદ રૂપિયામાં સારી રિકવરી જોવા મળી છે. હાલમાં ડોલરના મુકાબલે રૂપિયો 73.55ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે, ગુરૂવારે કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 23 પૈસા તૂટીને 73.57ના સ્તર પર બંધ થયો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર