Home /News /business /Stock Market: શેરબજારમાં ધોમ તેજીની શક્યતા, શું ફરી સેન્સેક્સ 60 હજારની ઉપર જશે?

Stock Market: શેરબજારમાં ધોમ તેજીની શક્યતા, શું ફરી સેન્સેક્સ 60 હજારની ઉપર જશે?

શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય માર્કેટ ફરી એકવાર તેજીના આખલાની સવારી કરવા માટે તૈયાર છે.

Indian Stock Market: પાછલા કારોબારી સત્રમાં ભારતીય શેરબજારે ગ્લોબલ માર્કેટના દબાણ છતાં જોરદાર છલાંગ લગાવી હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો ઉછાળો જોઈ શકાય છે. તેનું એક કારણ એ પણ છે કે રોકાણકારોનું સેન્ટિમેન્ટ હાલ પોઝિટિવ છે અને તેમને બજારમાં વધુ સારા રિટર્નની આશા છે. તેમજ તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે કારોબારી ગતિવિધિઓ વધતા બજારને તેનો લાભ થઈ શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે મંગળવારના દિવસે સતત ત્રીજા સત્રમાં પણ ઉછળી શકે છે.. ગ્લોબલ માર્કેટની અફરાતફરી વચ્ચે ભારતી બજાર માટે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સતત પોઝિટિવ જોવા મળી રહ્યું છે અને તેઓ સતત ખરીદી તરફ વળી રહ્યા છે. ગત સત્રમાં એટલે કે સોમવારે બજાર 440 અંક ઉછળીને 59,246 સપાટી પર પહોંચ્યુ હતું. જ્યારે નિફ્ટી 126 અંકના વધારા સાથે 17666 પર બંધ થઈ હતી. એક્સપર્ટનું માનવું છે કે આજ પણ બજારમાં ખરીદી ચાલુ જ રહેશે અને સેન્સેક્સ નિફ્ટી જોરદરા તેજી બનાવશે. છેલ્લા સત્રમાં પણ ગ્લોબલ માર્કેટમાં ઘટાડો છતાં ભારતીય બજારમાં રોકાણકારોએ રુપિયા લગાવ્યા હતા અને બજાર વધ્યું હતું.

  Stock Market: બજારના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ટૂંકાગાળામાં તગડી કમાણી માટે આ 10 શેર પર લગાવો દાવ

  અમેરિકા અને યુરોપના બજારની સ્થિતિ

  અમેરિકામાં ફેડ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત બાદથી જ રોકાણકારોએ બજારથી એક સેફ અંતર બનાવી લીધું છે. સાથે જ બેરોજગારી દર પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રભાવ પાડી રહ્યો છે. જેના કારણે તેઓ સતત વેચાણ કરી રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રમાં પણ અમેરિકાના ટોચના સ્ટોક એક્સચેન્જમાં સામેલ નાસ્ડેકમાં 1.31 ટકાનો ઘટાડો રહ્યો હતો. તો અમેરિકાની જેમ યુરોપિયન માર્કેટમાં પણ છેલ્લા કેટલાક કારોબારી સત્રોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. યુરોપના પ્રમુખ શેરબજારમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા કારોબારી સત્રમાં 2.22 ટકાનો ઘટાડો રહ્યો, જ્યારે ફ્રાંસના શેરબજારમાં 1.20 ટકા જેટલો ઘટાડો અને લંડનના સ્ટોક માર્કેટમાં નહીવત વધારો 0.09 ટકા જોવા મળ્યો હતો.

  ફાર્માસ્યુટિકલ ઈંગ્રીડિએન્ટ બનાવવાવાળી કંપની લાવી રહી છે IPO, સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યા

  ગ્રીન જોનમાં એશિયાઈ માર્કેટ

  એશિયાના મોટાભાગના શેરબજાર આજે સવારથી જ ગ્રીન ઝોનમાં ખૂલ્યા છે અને ગ્રીન ઝોનમાં કારોબરા કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.29 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે તો જાપાનનો નિક્કેઈ 0.44 ટકાની તેજી સાથે કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું શેરબજાર 0.83 ટકા અને દક્ષિણ કોરિયાનું માર્કેટ પણ 0.39 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. આજે ચીનનું શંઘાઈ કમ્પોઝિટ પણ સામાન્ય તેજી સાથે કામ કરતું જોવા મળી રહ્યું છે.

  માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

  વિદેશી રોકાણકારો વેચાણ કર્યું

  જોકે આ બધા વચ્ચે વિદેશોમાં મંદીના ભણકારાને કારણે વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં સતત અનેકવાર રોકાણ બહાર કાઢ્યું છે. ગત કારોબારી સત્રની વાત કરીએ તો વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારમાં રુ. 811.75 કરોડ રુપિયાની વેચવાલી કરી હતી. જ્યારે આ જ દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 533.77 કરોડ રુપિયાના શેરની ખરીદી કરી હતી. જેના કારણે બજારને તેજી જાળવવામાં મદદ મળી હતી.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Indian Stock Market, Nifty50

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन