Home /News /business /શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર! તમારા પૈસા સુરક્ષિત રહેશે, SEBIની નવી દરખાસ્ત બ્રોકર્સ પર પડશે ભારે

શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર! તમારા પૈસા સુરક્ષિત રહેશે, SEBIની નવી દરખાસ્ત બ્રોકર્સ પર પડશે ભારે

રેગ્યુલેટરે 17 ફેબ્રુઆરી સુધી પ્રસ્તાવ પર લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.

Stock Market: વર્તમાન સિસ્ટમમાં, જ્યારે રોકાણકાર બ્રોકર પાસે નાણાં મૂકે છે, ત્યારે તેનો એક ભાગ બ્રોકર દ્વારા રાખવામાં આવે છે અને એક ભાગ ક્લિયરિંગ કોર્પોરેશનના સભ્ય પાસે હોય છે. બાકીની રકમ ક્લિયરિંગ કોર્પોરેશનને જાય છે.

Stock Market: શેરબજારની વ્યાપારી ગતિવિધિઓ પર નજર રાખતી નિયમનકારી સંસ્થા સેબીએ બ્રોકરો દ્વારા રોકાણકારોના નાણાંના દુરુપયોગની શક્યતાને દૂર કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. સેબીએ ટ્રેડિંગ સભ્યો અને 'ક્લિયરિંગ' સભ્યોને દિવસના અંત સુધી રોકાણકારોના નાણાં રોકી રાખવા અને તે જ દિવસે સમગ્ર રકમ ક્લિયરિંગ કોર્પોરેશનને પરત કરવા પર દરખાસ્ત કરી છે.

વર્તમાન સિસ્ટમમાં, જ્યારે રોકાણકાર બ્રોકર પાસે નાણાં મૂકે છે, ત્યારે તેનો એક ભાગ બ્રોકર દ્વારા રાખવામાં આવે છે અને એક ભાગ ક્લિયરિંગ કોર્પોરેશનના સભ્ય પાસે હોય છે. બાકીની રકમ ક્લિયરિંગ કોર્પોરેશનને જાય છે.

આ પણ વાંચો:GST Regime: GST પર મોટું અપડેટ, 2023-24માં ટેક્સના દરોને મર્જ કરવામાં આવશે નહીં

ક્લિયરિંગ કોર્પોરેશનને રકમ ટ્રાન્સફર કરવાની રહેશે


સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ એક કન્સલ્ટેશન પેપરમાં સ્ટોક બ્રોકર્સ અને ક્લિયરિંગ સભ્યો પાસે પડેલા તમામ રોકાણકારોના નાણાં દૈનિક ધોરણે ક્લિયરિંગ કોર્પોરેશનમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરી છે.

નાણાંનો દુરુપયોગ રોકવા માટે નવો પ્રસ્તાવ


આ પગલાનો ઉદ્દેશ્ય બ્રોકરો અને 'ક્લીયરિંગ' સભ્યો પાસે પડેલા રોકાણકારોના ભંડોળની સલામતીને સુનિશ્ચિત કરવાનો છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, “રોકાણકારોની સિક્યોરિટીઝ અને ફંડની સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ સ્ટોક બ્રોકર અને 'ક્લિયરિંગ' સભ્યો પાસે પડેલા રોકાણકારોના ભંડોળના ગેરઉપયોગની આશંકા હોઈ શકે છે.

આ પણ વાંચો:Tax Saving Tips: ટેક્સ બચાવવા લોકો કરે છે આ ભૂલ, આ રીતે કરો ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ

ઉદાહરણ આપતા, સેબીએ જણાવ્યું હતું કે 6 જાન્યુઆરીના રોજ, દૈનિક એકાઉન્ટ સેટલમેન્ટ હેઠળ, રોકાણકારોના આશરે રૂ. 46,000 કરોડ રૂપિયા બ્રોકરો અને 'ક્લીયરિંગ' સભ્યો પાસે પડ્યા હતા. એ નોંધવું પણ યોગ્ય છે કે દેશના 1,355 સ્ટોક બ્રોકર્સ તમામ નિયમનકારી સુરક્ષાને આધીન નથી. રેગ્યુલેટરે 17 ફેબ્રુઆરી સુધી પ્રસ્તાવ પર લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.



તમને જણાવી દઈએ કે દેશમાં આવી કેટલીક ઘટનાઓ સામે આવી હતી જ્યારે બ્રોકર્સે રોકાણકારોના પૈસાનો દુરુપયોગ કર્યો હતો. આવી ઘટનાઓ સામે આવ્યા બાદ માર્કેટ રેગ્યુલેટરે કડક વલણ આપનાવી અને રોકાણકારોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લીધા હતા.
First published:

Tags: Business news, SEBI, Share bazar, Stock market