ગત રોજ એટલે કે બુધવારની વાત કરીએ તો બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સ બુધવારે 709.54 પોઇન્ટના ઘટાડા સાથે 51, 822.53 પર બંધ થયું હતુ. જ્યારે NIFTY 225.50 પોઇન્ટના ઘટાડા સાથે 15,413.30 પર બંધ થયું હતુ.
ભારતીય શેરબજારમાં (Indian Stock Market) અઠવાડિયાની શરૂઆતમાં જોવા મળેલી તેજીનો અંત ગઇકાલે આવી ગયો હતો.અને માર્કેટે ફરી લોકોના પૈસા ડૂબાડ્યા. જોકે આજે એટલે કે ગુરુવારે સવારે માર્કેટ લીલા નિશાન સાથે ખુલ્યુ છે. આજે સવારે 09:16 વાગ્યે સેન્સેક્સ 22.82 પોઈન્ટ (0.04%) વધીને 51845.35 પર અને નિફ્ટી 13.20 પોઈન્ટ (0.09%) વધીને 15426.50 પર હતો. ગત રોજ એટલે કે બુધવારની વાત કરીએ તો બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સ બુધવારે 709.54 પોઇન્ટના ઘટાડા સાથે 51, 822.53 પર જ્યારે NIFTY 225.50 પોઇન્ટના ઘટાડા સાથે 15,413.30 પર બંધ થયું હતુ.
આજે કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે
Bajaj Auto, TCS, Quess Corp, Vodafoneના શેર્સ પર આજે લોકોનું ફોકસ રહે તેવો અંદાજ છે.
અમેરિકાના બજારમાં મંદી
અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQ ગત કારોબારી સત્રમાં 0.15 ટકાના નુક્સાન સાથે બંધ થયું હતું. આ સાથે જ યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લીલા નિશાન સાથે બંધ થયું હતુ. આ પાછળનું કારણ છે અમેરિક કેન્દ્રિય બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારો. આગામી મહિનાઓમાં આ વ્યાજદરોમાં હજી પણ વધારો થવાના સંકત છે. જેના કારણે સમગ્ર વિશ્વના માર્કેટ પર અસર થઇ રહી છે.
આ સિવાય યુરોપનું મહત્વનું શેરબજાર જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પણ ગતરોજ 1.11 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતુ. જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 0.81 ટકા અને લંડનનું શેરબજાર પણ 0.88 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું.
એશિયાના બજારોમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારના કારોબારમાં 0.40 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.36 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાંપણ 0.31 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. હોંગકોંગનું સ્ટોક માર્કેટ 2.56 ટકાના ઘટાડા પર ટ્રેનડ કરી રહ્યુ છે અને તાઇવાન શેર માર્કેટ પર 2.42 ટકાના ઘટાડા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર