Home /News /business /

Bull Vs Bear: આવતા અઠવાડિયે કયા ફેક્ટર નક્કી કરશે શેર માર્કેટની દિશા અને દશા?

Bull Vs Bear: આવતા અઠવાડિયે કયા ફેક્ટર નક્કી કરશે શેર માર્કેટની દિશા અને દશા?

વધતી જતી ફુગાવાની સ્થિતીને કારણે શેરબજારની હાલત વણસી રહી

Stock Market : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા રેપો રેટ અને CRR માં અચાનક વધારો કરવાથી રોકાણકારો (Investor) હેરાન થયા છે. આ કોરોના મહામારી (Corona epidemic) ને કારણે આપવામાં આવતા પ્રોત્સાહનોનો અંત દર્શાવે છે

  Stock Market : અમેરિકી બજારોમાં ઘટાડા બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારના નિષ્ણાતો માને છે કે, વધતી જતી ફુગાવાની સ્થિતીને કારણે હાલત વણસી રહી છે, કેન્દ્રીય બેંકો દ્વારા તેને અંકુશમાં લેવા માટે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ, વૈશ્વિક મંદીના ભય જેવા પરિબળોએ ભારતીય રોકાણકારોને ડરાવ્યા છે. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

  ભારતીય ઇક્વિટી માર્કેટમાં ઘટાડાના કારણો અંગે સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ ન્યાતિએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ અને CRRમાં અચાનક વધારો કરવાથી રોકાણકારો હેરાન થયા છે. આ મહામારીને કારણે આપવામાં આવતા પ્રોત્સાહનોનો અંત દર્શાવે છે. અમારું માનવું છે કે, રોકાણકારોએ સારું વળતર મેળવવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડશે. કારણ કે, સરળતાથી પૈસા કમાવવાના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે.

  મિન્ટને આપેલી મુલાકાતમાં ન્યાતિએ રોકાણકારોને ગુણવત્તાયુક્ત શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, એવી કંપનીઓના શેરોમાં રોકાણ કરો કે જેમનો ગ્રોથ વિઝન સારી હોય અને વ્યાજબી કિંમત હોય. આ સાથે તેમણે સ્ટોકમાં કરેક્શનનો લાભ લેવાની પણ સલાહ આપી છે. વેપારીઓ અને રોકાણકારો એવા પરિબળોથી વાકેફ હોવા જોઈએ જે દલાલ સ્ટ્રીટ માટે મુખ્ય ટ્રિગર તરીકે કામ કરી શકે છે. આવતા અઠવાડિયે શેરબજારને અસર કરતા ટોચના પરિબળોની યાદી અહીં છે

  ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો

  રાઈટ રિસર્ચના ફાઉન્ડર સોનમ શ્રીવાસ્તવનું માનવું છે કે આ સમયે બજાર કંપનીઓના પરિણામો નજર રાખી રહ્યું છે. આવતા અઠવાડિયે એશિયન પેઇન્ટ, MRF, PVR સહિતની ઘણી કંપનીઓ તેમના રિઝલ્ટ રજૂ કરશે, જેની કમાણી ઘણા ક્ષેત્રોનું ભાવિ નક્કી કરશે. કંપનીઓના નબળા પરિણામોની અસર શેરબજાર પર ચોક્કસપણે જોવા મળશે.

  મોંધવારી અને બોન્ડ યીલ્ડ

  RBIએ મોંઘવારી દરમાં હજી વધારો કરવાના સંકેત આપ્યા છે. કોમોડિટીની કિંમતો પહેલેથી જ અત્યંત અસ્થિર છે અને ખાદ્યપદાર્થોની કિંમતો વધી રહી છે. બોન્ડની યીલ્ડ પણ વધી રહી છે, જે રોકડ વ્યવસાયો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારતમાં મોંધવારી અને ગ્રાહક સેન્ટિમેન્ટ આવતા સપ્તાહે બજાર માટે મુખ્ય પરિબળ બની શકે છે.

  આ પણ વાંચોBusiness Idea : ઓછા સમયમાં તમને કરોડપતિ બનાવી દેશે આ લાડકાની ખેતી, જાણો કઇ રીતે કરશો કમાણી

  ગ્લોબલ ફોક્ટર્સ

  ડૉલર ઇન્ડેક્સમાં 20-વર્ષની રેકોર્ડ વૃદ્ધિ અને નજીકના ભવિષ્યમાં ડૉલરની સતત માંગને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો 'નેટ સેલર' રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં ડૉલરની વધઘટ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે. આગામી સપ્તાહે બજાર માટે વૈશ્વિક સેન્ટિમેન્ટ, ફુગાવાનો દર અને બોન્ડ યીલ્ડ વગેરે મહત્વના રહેશે. ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાથી બજારો ધીમી પડી છે. યુરોપીયન અને યુએસ અર્થતંત્રો અને બજારોની પ્રતિક્રિયા હજુ જોવાની બાકી છે.
  First published:

  Tags: Business news, Business news in gujarati, Indian Stock Market, Share bazar, Stock market, Stock market Tips, Stock Markets, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, શેર બજાર, સ્ટોક માર્કેટ

  આગામી સમાચાર