Home /News /business /આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? કમાણી કરવી હોય તો આ સંકેતો પર રાખજો બાજ નજર
આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? કમાણી કરવી હોય તો આ સંકેતો પર રાખજો બાજ નજર
આગામી સપ્તાહમાં કેવું રહેશે બજાર
બેંકિંગ સંકટ સાવ તો ખત્મ થતો જોવા મળી રહ્યો છે, યૂબીએસની સાથે ક્રેડિટ સુઈસના મર્જરથી એક સમસ્યા આગળી ટળી છે, તો ડ્યૂશ બેંકને લઈને આવી રહેલી ખબરો ચિંતામાં વધારો કરી રહી છે. ગત સપ્તાહમાં ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં વધારા પછી ડ્યૂશ બેંકના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. એટલે કે આગામી સપ્તાહમાં રોકાણકારોની નજર ગ્લોબલ માર્કેટમાં બેંકિંગ સંકટ પર રહેશે અને તેઓ આ હિસાબથી રણનીતિ તૈયાર કરશે.
નવી દિલ્હીઃ ગત સપ્તાહમાં બજારમાં નુકસાન જોવા મળ્યું છે અને નિફ્ટી લગભગ 1 ટકા અને સેન્સેક્સ 0.8 ટકા ઘટીને બંધ થયો છે. બજારમાં આ ઘટાડો સતત ત્રીજા સપ્તાહમાં પણ કાયમ રહ્યો. એવામાં જો તમે ઈચ્છો છો, કે આગામી સપ્તાહમાં નફાના કેટલાક સોદા બનાવી શકો, તો તમારે આ સંકેતો પર નજર રાખવી પડશે.
બેંકિંગ સંકટ અને ગ્લોબલ માર્કેટ
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, બેંકિંગ સંકટ સાવ તો ખત્મ થતો જોવા મળી રહ્યો છે, યૂબીએસની સાથે ક્રેડિટ સુઈસના મર્જરથી એક સમસ્યા આગળી ટળી છે, તો ડ્યૂશ બેંકને લઈને આવી રહેલી ખબરો ચિંતામાં વધારો કરી રહી છે. ગત સપ્તાહમાં ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં વધારા પછી ડ્યૂશ બેંકના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. એટલે કે આગામી સપ્તાહમાં રોકાણકારોની નજર ગ્લોબલ માર્કેટમાં બેંકિંગ સંકટ પર રહેશે અને તેઓ આ હિસાબથી રણનીતિ તૈયાર કરશે.
બજારમાં આ વખતે ઘણી કંપનીઓના કોર્પોરેટ એક્શન પ્લાન છે. સોમવારે જ એચડીએફસી બોર્ડ એનસીડી જાહેર કરવાનો નિર્ણય લઈ શકે છે. જ્યારે વેદાન્તા બોર્ડ મંગળવારે ડિવિડન્ડ પર નિર્ણય લઈ શકે છે. પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ પણ આ સપ્તાહમાં ફંડ એકત્રિત કરવા પર નિર્ણય લેશે. આ કારણથી આ સપ્તાહમાં શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
આ સપ્તાહમાં ગુરુવારે શેરબજાર બંધ રહેશે. આ કારણથી માર્ચે ડેરિવેટિવ એક્સપાયરી બુધવારે થશે. અંદાજ છે કે, આ કારણથી ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તેની સાથે જ ડૂ નોટ એક્સરસાઈઢનો વિકલ્પ ખત્મ થવાની અસર જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર