Home /News /business /

આગામી સપ્તાહે કેવી રહેશે માર્કેટની ચાલ, કયા Factorsને ધ્યાનમાં રાખીને કરશો રોકાણ?

આગામી સપ્તાહે કેવી રહેશે માર્કેટની ચાલ, કયા Factorsને ધ્યાનમાં રાખીને કરશો રોકાણ?

શું આગામી સપ્તાહમાં પણ બજારમાં તેજી જોવા મળશે?

Stock Market: ચાલો જાણીએ નિષ્ણાતોના મતે, આ ટ્રેડિંગ સપ્તાહમાં બજારની ચાલ કયા પરિબળો પર નિર્ભર રહેશે.

  નવી દિલ્હી: છેલ્લા સપ્તાહમાં શેરબજારે રોકાણકારોને કમાણી કરવાની સારી તક આપી હતી. છેલ્લા ત્રણ સત્રોમાં તેજી સાથે સેન્સેક્સે ફરી એકવાર 57,000ની સપાટી વટાવી હતી. શુક્રવારે સેન્સેક્સ 712 પોઈન્ટના વધારા સાથે 57,570ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ 17,000નો આંકડો પાર કર્યો હતો અને શુક્રવારે 228 પોઈન્ટના વધારા સાથે 17158 પર બંધ થયો હતો. વિશ્લેષકોના મતે, હકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે ગયા સપ્તાહે બજારમાં તેજી રહી હતી.

  શું આગામી સપ્તાહમાં પણ બજારમાં તેજી જોવા મળશે? આ એક મોટો સવાલ છે. આ માટે તે પરિબળો પર પ્રકાશ પાડવો પડશે જે નવા ટ્રેડિંગ સપ્તાહમાં બજારની દિશા નક્કી કરશે. ચાલો જાણીએ નિષ્ણાતોના મતે, આ ટ્રેડિંગ સપ્તાહમાં બજારની ચાલ કયા પરિબળો પર નિર્ભર રહેશે.

  વિશ્લેષકોનું માનવું છે કે, આ અઠવાડિયે બજારની ચાલ કંપનીઓના ત્રિમાસિક પરિણામો, નીતિગત વ્યાજ દરો અંગે રિઝર્વ બેંકના નિર્ણય અને વિદેશી ભંડોળના વલણના આધારે નક્કી થશે. તેમનું કહેવું છે કે, વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ, રૂપિયાની અસ્થિરતા અને ક્રૂડ ઓઈલની કિંમતો પણ બજાર ધારણાને પ્રભાવિત કરશે. રેલિગેર બ્રોકિંગેના વાઇસ પ્રેસિડેન્ટ-રિસર્ચ અમિત મિશ્રાએ કહ્યું કે, આ સપ્તાહની શરૂઆત માસિક વાહન વેચાણના આંકડા સાથે થશે. આ સિવાય માર્કેટ ભાગીદારોની નજર પીએમઆઇ (પરચેઝ મેનેજર્સ ઈન્ડેક્સ) આંકડાઓ પર પણ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠકના પરિણામો 5 ઓગસ્ટે જાહેર થશે. તેમણે કહ્યું કે, સપ્તાહ દરમિયાન આઇટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડાબર, ટાઇટન અને ઇન્ટરગ્લોબ એવિએશન જેવી કેટલીક મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવશે.

  આ પણ વાંચો: Credit Card: ક્રેડિટ કાર્ડ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડે છે જરૂર, આ રહી યાદી

  એમપીસી પર તમામની નજર

  સેમકો સિક્યોરિટીઝના અપૂર્વ સેઠે કહ્યું કે, આ અઠવાડિયે ઘરેલુ મોરચે સૌથી મોટા સમાચાર રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠક હશે. તેમણે કહ્યું કે, સૌની નજર તેના પર રહેશે કે શું એમપીસી પશ્ચિમની સેન્ટ્રલ બેંકોની જેમ આક્રમક અભિગમ અપનાવે છે કે તેની રીતે માર્ગ બનાવે છે. આ સિવાય વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની હિલચાલ પણ બજારની દિશા નક્કી કરશે.

  ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં લગભગ રૂ. 5,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. નિષ્ણાતોના મતે ઓગસ્ટમાં પણ એફપીઆઇ રોકાણ ચાલુ રહેશે. કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ઈક્વિટી પ્રમુખ હેમંત કાનવાલાએ કહ્યું કે, ઘરેલૂ મોરચે ચોમાસાની પ્રગતિથી વૃદ્ધિના પરિબળોને યથાવત રાખ્યા છે. ચોમાસુ આગળ વધવાથી અને વાવણીમાં તેજી આવવાથી ફુગાવાનું જોખમ હળવું થશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Business news, Expert, Share market, Trading

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन