Home /News /business /

એક ખોટી ક્લિક અને ઉડી ગયા બ્રોકરના 250 કરોડ! ભારતમાં અત્યાર સુધીનો આવો સૌથી મોટો કિસ્સો

એક ખોટી ક્લિક અને ઉડી ગયા બ્રોકરના 250 કરોડ! ભારતમાં અત્યાર સુધીનો આવો સૌથી મોટો કિસ્સો

એક ખોટી ક્લિક અને ઉડી ગયા બ્રોકરના 250 કરોડ!

દેશમાં એક સાથે 250 કરોડના આ પ્રકારના નુકસાનનો આ સૌથી મોટો કિસ્સો છે. અનુમાન છે કે, તેમાં બ્રોકરને 200થી 250 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે. આ પહેલા વર્ષ 2012માં બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલને પણ આ પ્રકારના એક કિસ્સામાં 60 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

વધુ જુઓ ...
    એક નાની ભૂલ કેટલા મોટા નુકસાનનું કારણ બની શકે છે, તેનું એક જીવંત ઉદાહરણ ગુરૂવારે NSE પર ટ્રેડિંગ (NSE Trading) દરમિયાન સામે આવ્યું હતું. એક બ્રોકરે એક ખોટી ક્લિક કરી દેતા લગભગ 250 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, બ્રોકરેજની ભાષામાં તેને ફેટ ફિંગર ટ્રેડિંગ (Fat Finger Trading) કહેવાય છે. જેમાં બ્રોકર ઓર્ડર પ્લેસ કરતી સમયે ભૂલથી કી-બોર્ડની કોઇ એવી કી પ્રેસ કરી દે છે જેથી તેને પાયમાલ થવાનો વારો આવે છે.

    ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો કિસ્સો


    દેશમાં એક સાથે 250 કરોડના આ પ્રકારના નુકસાનનો આ સૌથી મોટો કિસ્સો છે. અનુમાન છે કે, તેમાં બ્રોકરને 200થી 250 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે. આ પહેલા વર્ષ 2012માં બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલને પણ આ પ્રકારના એક કિસ્સામાં 60 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

    આ પણ વાંચો -હવે કોઇ રેસ્ટોરંટ તમારી પાસે નહીં વસૂલી શકે Service charge, સરકારે ગણાવ્યુ ગેરકાયદેસર

    કઇ રીતે થઇ આટલી મોટી ભૂલ?


    ગુરૂવારે બપોરે 2.37થી 2.39 વાગ્યા વચ્ચે નિફ્ટી પર ઓપ્શન ટ્રેડિંગ સમયે એક બ્રોકરે 25 હજાર લોટ માટે બોલી લગાવી હતી. આ સમયે દરેક લોટની બજાર કિંમત 2100 રૂપિયાની આસપાસ હતી, પરંતુ બ્રોકરે ભૂલથી 50 રૂપિયા ઓછા ભાવ મૂકી દીધા. બજારના જાણકારોનું કહેવું છે કે ઓર્ડર મળતા જ બ્રોકરને 200-250 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કેટલાક બજાર વિશ્લેષકોનો દાવો છે કે આ રકમ કોઈપણ સંજોગોમાં 250 કરોડ રૂપિયાથી ઓછી ન હોઇ શકે.

    એક તરફ ઓર્ડર પ્લેસ કરનાર દલાલને આટલું મોટું નુકસાન વેઠવું પડ્યું, તો બીજી તરફ આ જ ઘટનાથી કોલકાતાના બે બ્રોકર્સને કરોડો રૂપિયાનો ફાયદો થયો હતો.

    બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બ્રોકરને લગભગ 50 કરોડ રૂપિયાનો સીધો નફો થયો છે, જ્યારે બીજાને 25 કરોડ રૂપિયા મળ્યા છે.

    આ પણ વાંચો -RBIની ડિજિટલ કરન્સી આવતા જ બેન થઇ જશે ક્રિપ્ટોકરન્સી? વાંચો શું છે સમગ્ર મામલો

    કઇ રીતે કરશે નુકસાનની ચૂકવણી?


    જો કે એનએસઈ તરફથી આ ઘટના વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલો બે દલાલો વચ્ચે થયો છે. તેની ભરપાઈ પહેલાથી જ કરવામાં આવેલા વીમા દ્વારા કરવામાં આવશે. જો કે, ટેક્નિકલ ગ્રિપથી બચીને આ પ્રકારનો ખોટો ટ્રેડિંગ ઓર્ડર કેવી રીતે પૂરો થયો તેની શોધ એક્સચેન્જ કરી રહ્યું છે.

    વાસ્તવમાં 2012માં જ્યારે પહેલીવાર ફેટ ફિંગર ટ્રેડિંગનો મામલો સામે આવ્યો ત્યારે તમામ બ્રોકરેજ હાઉસે એક એવી ટેક્નોલોજી વિકસાવી હતી, જેમાં આવા ખોટા વેપારના ઓર્ડરને ઓળખીને તેનો નાશ કરવામાં આવતો હતો. એનએસઈએ એક એવી ટેક્નોલોજી પણ વિકસાવી હતી જેમાં ઓર્ડર આપવામાં આવે તો તે બજાર ભાવ કરતા ઓછા ભાવે હોય તો તેને ઓળખી લેવામાં આવે. જો કે આ મામલે એનએસઈની આ ટેક્નોલોજી પણ કામ કરી શકી નહોતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share market

    આગામી સમાચાર