કોરોનાની (Corona)અસર ઓછી થયા બાદ વર્ષ 2021માં ભારતીય શેરમાર્કેટમાં (Stock market)અનેક મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ મલ્ટીબેગર સ્ટોકમાં ખૂબ જ વધારો થયો છે તથા અનેક શેરો ભારતીય મલ્ટીબેગર સ્ટોકમાં સામેલ થયા છે. ટેલ્બ્રોસ ઓટોમોટીવ કોમ્પોનેન્ટ્સ શેર મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે. આ સ્ટોકે બેન્ચમાર્ક રિટર્નને ખૂબ જ સારા માર્જિનથી પાછળ છોડી દીધો છે. આ સ્ટોક દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાના પોર્ટફોલિયો (Dolly Khanna portfolio) નો છે, જે દર વર્ષે શાનદાર રિટર્ન આપે છે.
સ્ટોક માર્કેટ નિષ્ણાંત અનુસાર આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 385નો સ્તર પર બ્રેકઆઉટ થયો છે અને હજુ પણ ઉચ્ચ સ્તર પર છે. કોઈપણ વ્યક્તિ આ શેર બે મહિનાના સમયગાળા માટે રૂ. 450ના ટાર્ગેટ સાથે ખરીદી શકે છે.
ચોઈસ બ્રોકિંગના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર સુમિત બગડીયાએ સ્ટોક માર્કેટના રોકાણકારોને આ મલ્ટીબેગર સ્ટોક અંગે સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે, ટેલ્બ્રોસ ઓટોમોટીવ કોમ્પોનેન્ટ્સના શેરોએ ક્લોઝિંગના આધાર પર રૂ. 385ના સ્તર પર બ્રેકઆઉટ આપ્યું છે. આગામી બે મહિનામાં આ શેરની પ્રાઈસ રૂ. 430થી રૂ. 450 થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ આ મલ્ટીબેગર સ્ટોક ખરીદી શકે છે. આ શેરની પ્રાઈસ રૂ.360 થાય ત્યારે આ શેર બે મહિના માટે ખરીદી શકાય છે.
LKP સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનેલિસ્ટ રોહિત સિંગરેએ આ મલ્ટીબેગર સ્ટોક અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે. આ મલ્ટીબેગર સ્ટોકે ખૂબ જ શાનદાર બ્રેકઆઉટ આપ્યું છે, જે મીડિયમ ટર્મમાં રૂ. 470ના સ્તર સુધી પહોંચી શકે છે. GCL સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલે પણ આ સ્ટોક ખરીદવા અંગે સલાહ આપી છે. તેમણે સલાહ આપતા જણાવ્યું છે કે, આ સ્ટોક રૂ. 370થી રૂ. 390માં ટૂંકા ગાળા માટે ખરીદી શકાય છે, તેના માટેનો પ્રતિ શેર મીડિયમ ટર્મ ટાર્ગેટ રૂ. 488 રાખવો.
વર્ષ 2021માં આ સ્ટોક રૂ. 150થી લઈને રૂ. 392ના સ્તર સુધી પહોંચી ગયો છે, ઉપરાંત આ સમયગાળા દરમિયાન 165 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. YTD સમયમાં નિફ્ટીએ 24 ટકા રિટર્ન આપ્યું છે અને BSE સેન્સેક્સ 22 ટકા સુધી વધી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર