Home /News /business /Multibagger Stock: NBFC સ્ટોકમાં માત્ર 20 મહિનામાં રૂ. 1 લાખ થઈ ગયા રૂ. 18 લાખ, મળ્યું 1700% વળતર

Multibagger Stock: NBFC સ્ટોકમાં માત્ર 20 મહિનામાં રૂ. 1 લાખ થઈ ગયા રૂ. 18 લાખ, મળ્યું 1700% વળતર

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock Poonawalla Fincorp: અદાર પૂનાવાલાની (સાયરસ પૂનાવાલા જૂથ પ્રમોટેડ) પુણે સ્થિત નોન-બેન્કિંગ નાણાકીય કંપની પૂનાવાલા ફિનકોર્પ (Poonawalla Fincorp) એ ભારતીય સેકન્ડરી માર્કેટમાં લિસ્ટેડ મલ્ટીબેગર શેરોમાંની એક છે.

મુંબઇ. Multibagger stocks: વર્ષ 2021માં કોવિડ-19 મહામારીની બીજી લહેર પછી બજારમાં મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger stocks) અને મલ્ટીબેગર પેની સ્ટોક્સની સારી સંખ્યા જોવા મળી હતી. આપણે મહામારીના પ્રથમ વેવ પછી ભારતીય શેરબજારના બાઉન્સ બેકને જોઈ રહ્યા છીએ ત્યારે ભારતમાં મલ્ટીબેગર સ્ટોક્સની આ સંખ્યા ઘણી વધતી જાય છે. અદાર પૂનાવાલાની (સાયરસ પૂનાવાલા જૂથ પ્રમોટેડ) પુણે સ્થિત નોન-બેન્કિંગ નાણાકીય કંપની પૂનાવાલા ફિનકોર્પ (Poonawalla Fincorp) એ ભારતીય સેકન્ડરી માર્કેટમાં લિસ્ટેડ મલ્ટીબેગર શેરોમાંની એક છે.

પૂનાવાલા ફિનકોર્પ (Poonawalla Fincorp) લિમિટેડના શેરનો ભાવ NSE પર 5મી જૂન 2020ના રોજ શેર દીઠ રૂ. 16.40નો બંધ હતો, જ્યારે NSE પર 4થી ફેબ્રુઆરી 2022ના રોજ તે રૂ. 264.80 સુધી ટ્રેડ થયો હતો. જેનો અર્થ છે કે આ નોન-બેંકિંગ નાણાકીય કંપની (Non banking financial company) ના શેરમાં છેલ્લા 20 મહિનામાં લગભગ 1700 ટકાનો ઉછાળો આવ્યો છે.

શેરની કિંમત

છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર શેરનો ભાવ રૂ. 228.40થી વધીને રૂ. 264.80 થયો છે, તે લગભગ 16 ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં, આ NBFC સ્ટોક લગભગ 60 ટકા વધ્યો છે. યર-ટુ-ડેટ (YTD) સમયમાં આ મલ્ટિબેગર NBFC સ્ટોક રૂ. 220.75 થી વધીને રૂ.264.80 થઈ ગયો છે, જે 2022 માં 20 ટકાના સ્તરે વધ્યો છે.

તેવી જ રીતે છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ રૂ. 60ના સ્તરથી વધીને રૂ. 264.80ના સ્તરે પહોંચ્યો છે, તે સમયગાળામાં શેર લગભગ 350 ટકા વધ્યો છે. એ જ રીતે 5મી જૂન 2020થી 4 ફેબ્રુઆરી 2022 સુધીમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 14.60 થી રૂ. 264.80ના સ્તરે પહોંચ્યો છે. ગત 20 મહિનામાં આ સ્ટોકમાં લગભગ 18 ગણો વધારો નોંધાયો છે.

રોકાણ પર અસર

પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડના શેરની જૂની કિંમતના આધાર પરથી જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 1.16 લાખ થઈ જાય. જ્યારે છેલ્લા 6 મહિનામાં તે રૂ. 1.60 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ NBFC સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 4.50 લાખ થઈ ગયા હોત.

આ પણ વાંચો: Stock Market: શેરબજાર પર કેવી રહી બજેટની અસર? ક્યા સ્ટોક્સમાં આવ્યો ઉછાળો? કેવી રહેશે બજારની ચાલ?

જો કોઈ રોકાણકારે 20 મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, સ્ટોક રૂ. 14.60ના દરે ખરીદ્યો હોય તો આજે તેના રૂ. 1 લાખ રૂ. 18 લાખ થઈ ગયા હોત.

પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડની બજાર મૂડી રૂ. 20,200 કરોડ છે. તેની 52-સપ્તાહની ઊંચી કિંમત રૂ. 302.90 છે જ્યારે 52-સપ્તાહની નીચી કિંમત રૂ. 55.60 પ્રતિ શેર સ્તર પર છે. કંપનીની પ્રતિ શેર બુક વેલ્યુ રૂ. 73.90 છે. પૂનાવાલા ફિનકોર્પનું વેપાર વોલ્યુમ 26,90,918 છે, જે તેના 20 દિવસના સરેરાશ વેપાર વોલ્યુમ 61,96,769 કરતાં ઘણું ઓછું છે.

કંપનીનો નફો

પૂનાવાલા ફિનકોર્પના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે FY2021-22 ના Q3 માટે તેના બિન-ઓડિટેડ પરિણામો જાહેર કર્યા. પરિણામોમાં PFLની હાઉસિંગ ફાઇનાન્સ પેટાકંપની, પૂનાવાલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (PHFL) અને તેના સંયુક્ત સાહસ, મેગ્મા HDI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (MHDI)ની કામગીરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રૂ. 27થી રૂ. 255: આ Multibagger Stockમાં રોકાણકારોને ત્રણ વર્ષમાં મળ્યું 800 ટકાથી વધુ રિટર્ન

પૂનાવાલા ફિનકોર્પ બિન-ઓડિટેડ Q3FY22 પરિણામોની મુખ્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે:

- અસેટ્સ અંડર મેનેજમેન્ટ ₹15,228 કરોડ રહી

- NIM 25 bps વાર્ષિક ધોરણે વધીને Q3FY22 માં 8.8% થયો, જે મોટાભાગે વ્યાજ ખર્ચમાં ઘટાડા દ્વારા પ્રેરિત છે

- કોન્સોલિડેટેડ PBT વાર્ષિક ધોરણે 651% વધીને રૂ. 17 કરોડ Q3FY21 થી રૂ. Q3FY22 માં 130 કરોડ, વ્યાજ ખર્ચમાં ઘટાડા અને રિકવરી લીડ ક્રેડિટ ખર્ચ દ્વારા મોટા ભાગે પ્રેરિત;

- કલેક્શનની તેજી યથાવત રહ્યું, ડિસેમ્બર 21 માં 99% થી વધુ.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Share market

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन