MultiBagger Stock: ગુજરાતની કંપનીઓ સહિતના આ 5 શેરે ભુક્કા બોલાવ્યા, 10 વર્ષમાં એક લાખના થયા એક કરોડ

પ્રતિકાત્મક તસવીર

Multibagger stock 2021- આ કંપનીના શેરે બજારમાં (Sensex)માં છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ પ્રદર્શન કર્યુ છે. વાંચો આ ખાસ અહેવાલ

  • Share this:
    શેર બજારની (Stock Market) માર્કેટની ઐતિહાસિક તેજીમાં (Sensex) અનેક શેર સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે અમે તમને એક એવા શેર (Share Price) વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જેમાં પૈસા રોકીને રોકાણકારોના લાખના કરોડ અને લાખોના કરોડો રૂપિયા થયા છે. ગુજરાતની અતુલ ઇન્ડસ્ટ્રીસ સહિતના (Atul Industries Gujarat), એસ્ટ્રલ પોલીટેકનિક Astral Poly Technik સહિતના પાંચ અમે તમને એવા પાંચ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock 2021 ), એટલે કે ઉંચુ વળતર આપનારા શેર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના ભાવે શેરબજારમાં ભુક્કા બોલાવ્યા. આ શેર એવા છે કે જેમાં પૈસા રોકનારા શેરધારકો છેલ્લા એક દાયકામાં જ કરોડપતિ બન્યા છે. છેલ્લા 11 વર્ષમાં આ શેરમાં 1 લાખના 1 કરોડ થયા છે. કેટલાક શેરની કિંમત તો એનાથી પણ વધુ છે.

    અવંતિ ફીડ્સ Avanti Feeds

    Avanti Feedsના આ શેરના રિટર્ન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2022માં એક લાખ લગાવ્યો હોત તો એના 1 લાખ 32 હજાર થયા હોત એવી જ રીતે જેણે 5 વર્ષ પહેલાં 1 લાખ રોક્યા હોત તો એના 3.06 લાખ રૂપિયા થયા હોત અને જો કોઈએ 10 વર્ષ પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો એને આજે આ એક લાખના 1.61 કરોડ રૂપિયા મળ્યા હોતય અથવા તો જેણે રોક્યા હશએ એન મળ્યા હશે. આમ આ શરે વર્ષ 2012નો મલ્ટીબેગર સ્ટોક છે.

    બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)

    બજાજ ફાઇનાન્સનો શૅર 5 જુલાઈ 2002ના રોજ NSEમાં લિસ્ટ થયો હતો અને તે જ દિવસે તેની પ્રાઇઝ 5.75 રૂપિયા હતી. વર્ષ 2008 સુધી આ સ્ટોકની પ્રાઇઝ લગભગ 45 રૂપિયા સુધી વધી હતી. છેલ્લા 12 વર્ષમાં આ સ્ટોકનું મૂલ્ય લગભગ 350 ગણું વધ્યું છે. બીજી તરફ, છેલ્લા 5 વર્ષનો ચાર્ટ જોઈએ તો આ સ્ટોકે રોકાણકારોને 495 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આવી રીતે છેલ્લા 6 મહિનામાં શૅરે પોતાના શૅરધારકોને 25 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.

    નોંધનીય છે કે, જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને પૂરી અવધિ દરમિયાન રોકાણ કર્યું હતું તો તેના 1 લાખ રુપિયા છેલ્લા 6 મહિનામાં 1.25 લાખની જેટલા થઈ ગયા હશે. આવી જ રીતે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ કાઉન્ટરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા લગભગ 1.95 લાખ રુપિયા થઈ ગયા હશે.

    આ પણ વાંચો :  3.40 રૂપિયાના ભાવના આ શેરે હવે ભુક્કા બોલાવ્યા, રોકાણકારોના 1 લાખના થયા 1.61 કરોડ જાણો, કેવી રીતે?

    ગુજરાતની અતુલ લિમિટેડ (Atul Limited)

    અતુલ રાજ્યની રસાયણ કંપની છે જે લાલભાઈ સમૂહનો એક ભાગ છે. આ કંપની મુખ્ય પ્રકારે 9 રસાયણો ઉત્પાદીત કરે છે. જેમાં જીવવિજ્ઞાનને લગતા રસાયણ વગેરેનો સમાવેશ થાય છે. પાછલા 11 વર્ષમાં આ કંપનીના શેરે 10,097 ટકાનું વળતર આપ્યું છે. 2010માં અતુલના શેરનો ભાવ 91.3 રૂપિયા હતો જ્યારે હાલમાં બીએસઈમાં અતુલના શેરનો ભાવ 9,309 રૂપિયા છે. આ સ્થિતિમાં વર્ષ 2009ની મંદી પછી જેણે 1 લાખ રૂપિયા રોક્યા હોય તેના અત્યારસુધીમાં 1 કરોડ રૂપિયા થઈ ગયા હતા.

    પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ (PI Industries)

    પીઆઈ ઇન્ડ્સ્ટ્રીઝ સ્થાનિક અને નિકાસની બજારમાં પણ મજબૂત પ્લેયર છે. આ કંપની ગુજરાતમાં પણ મેન્યુફેક્ચરીંગ કરે છે અને કૃષિ રસાયણ સાથે જોડાયેલી છે. 11 વર્ષોમાં આ કંપનીના શરે 10,900 ટકાથી વધારે વળતર આપ્યું છે. PI Industriesના શેરનો ભાવ એપ્રિલ 2010માં 31 રૂપિયા હતો જે વધીને 3,410 રૂપિયા થઈ ગયો છે. આમ એક દાયકામાં આ શેરમાં 1 લાખ રોકનારા રોકાણકારના 1 કરોડ રૂપિયા થઈ ગયા હશે.

    એસ્ટ્રલ પોલીટેકનિક Astral Poly Technik

    અમદાવાદની એસ્ટ્રલ પોલીટેક્નિક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે જે એસ્ટ્રેલ પાઇપના બ્રાન્ડથી જાણીતી છે. કંપની પાઇપ ફિટીંગ અને એડહેસિવ સૉલ્યૂશન્સના નિર્માણનો વેપાર કરે છે. Astral Poly Technik stockએ પાછલા 11 વર્ષોમાં જોરદાર રિટર્ન આપ્યું છે. બીએસઈ પર આ કંપનીના શેર પ્રાઇઝ એપ્રિલ 2010માં રૂપિયા 12.6 પર હતા અત્યારે વધીને રૂપિયા 2,117 થઈ ગયા છે આમ આ કંપનીના શેરે 16,701 ટકાનું રિટર્ન આપ્યું છે. એસ્ટ્રલ પૉલિટેક્નિકના સ્ટૉકમાં જેણે 10 વર્ષ પહેલાં 1 લાખ રોક્યા હશે તેને આજે 1.7 કરોડ વળતર મળ્યું હશે.
    Published by:Jay Mishra
    First published: