Home /News /business /

Multibagger stock: આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં રોકાણકારોને આપ્યો બમણો નફો, શું તમારી પાસે છે?

Multibagger stock: આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં રોકાણકારોને આપ્યો બમણો નફો, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock Grindwell Norton: રૂ. 19,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે પરંતુ 5 દિવસ, 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછી છે.

નવી દિલ્હી. Multibagger stock Grindwell Norton: ગ્રિન્ડવેલ નોર્ટન લિમિટેડ (Grindwell Norton Limited)ના શેરોએ છેલ્લા 12 મહિનામાં રોકાણકારોના નાણા બમણા કર્યા છે. પાછલા એક વર્ષમાં શેરની કિંમત રૂ. 799.95થી વધીને રૂ. 1,824.75 પર પહોંચી છે. આ સમયગાળામાં રોકાણકારોને લગભગ 128 ટકા વળતર મળ્યું છે. એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock)માં રોકાણ કરાયેલા રૂ. 5 લાખની રકમ આજે રૂ. 11.4 લાખમાં ફેરવાઈ ચૂકી છે. લાંબાગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે. કારણ કે, છેલ્લા દસ વર્ષમાં તેમાં 1,200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

રૂ. 19,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે પરંતુ 5 દિવસ, 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછી છે.

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે નોંધ લીધી હતી કે, ગ્રિન્ડવેલ નોર્ટન લિમિટેડને તેની પેરેન્ટ કંપની પાસેથી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ ટેક્નોલોજી, પ્રોડક્ટ્સના સોર્સિંગ અને નિકાસના વિકાસના સંદર્ભમાં ફાયદો મળે છે.

બ્રોકરેજ હાઉસે ઉમેર્યું હતું કે, કંપનીની નિકાસ મોટાભાગે સેન્ટ-ગોબેનની વૈશ્વિક પેટાકંપનીઓ તરફ થઈ રહી છે અને આ વલણ આગળ વધવાની શક્યતા છે. તેઓ ભારતને 2-3 પ્રોડક્ટ સેગમેન્ટ્સ માટે વૈશ્વિક સોર્સિંગ હબ બનાવવાની યોજના ધરાવે છે અને આ એકંદર નિકાસની સંભાવનાઓને વધુ વેગ આપી શકે છે.

બ્રોકરેજ ફર્મે હાઇલાઇટ કર્યું હતું કે, દેશમાં સર્વગ્રાહી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની સરકારની તાજેતરની ઘોષણાઓ કેપેક્સ વૃદ્ધિને વેગ આપે તેવી શક્યતા છે. આનાથી સમગ્ર ઉદ્યોગોમાં યુટિલાઈઝેશન કેપેસીટીમાં વધારો થશે અને ઈલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં ગ્રીનફિલ્ડ રોકાણને પ્રોત્સાહન મળશે, જે GWNની લાંબા ગાળાની વૃદ્ધિ માટે સારી નિશાની છે.

આ પણ વાંચો: એક્સિસ સિક્યોરિટીઝના ટોપ પિક્સ,  આ સ્ટૉક્સ સામેલ

2,084 રૂપિયાનો ટાર્ગેટ

વધુમાં તે ઉમેરે છે કે, જો કે સ્ટોકના ભાવમાં તાજેતરના વધારાને કારણે અમે અમારું રેટિંગ ડાઉનગ્રેડ કરીને 'ADD' કર્યું છે. અમે FY24E માટે વેલ્યુએશન ફોરવર્ડ કરીએ છીએ અને અમારી SoTP-આધારિત ટાર્ગેટ પ્રાઈઝને 2,084 રૂપિયા સુધી સુધારીએ છીએ.

કંપનીનો નફો

તાજેતરમાં જ કંપનીએ ડિસેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 5 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2021માં રૂ. 69.70 કરોડનો નફો નોંધાવ્યો, જ્યારે અગાઉના વર્ષમાં આ નફો રૂ. 65.94 કરોડ રહ્યો હતો.

આ પણ વાંચો:  આ Textile સ્ટૉકે રોકાણકારોના નાણા બે મહિનામાં ડબલ કરી દીધા

સમાન ક્વાર્ટરમાં ચોખ્ખું વેચાણ વધીને રૂ. 501.8 કરોડ થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 457.6 કરોડ હતું. અર્નિંગ પર શેર (earnings per share, EPS) ડિસેમ્બર 2020 માં રૂ. 5.96 થી વધીને ડિસેમ્બર 2021 માં રૂ. 6.30 થઈ ગઈ છે

MarketsMojo અનુસાર શેર તેના સરેરાશ ઐતિહાસિક મૂલ્યાંકનની સરખામણીમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેનું વેલ્યુએશન ખૂબ જ મોંઘું છે. ઉપરાંત, કંપનીએ છેલ્લા 6 સળંગ ક્વાર્ટરમાં સકારાત્મક પરિણામો જાહેર કર્યા છે અને તેની પાસે 22.13 ટકાની ઊંચી સંસ્થાકીય હોલ્ડિંગ છે.

(ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે અભિપ્રાય આપવામાં આવતો નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

આગામી સમાચાર