Home /News /business /આજે પોઝિટિવ મૂડમાં શેર બજાર, સેન્સેક્સ ફરી જઇ શકે છે 57 હજારને પાર, જાણો કયા ફેક્ટર કરશે કામ?

આજે પોઝિટિવ મૂડમાં શેર બજાર, સેન્સેક્સ ફરી જઇ શકે છે 57 હજારને પાર, જાણો કયા ફેક્ટર કરશે કામ?

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય શેર બજારમાં આજે તેજીનાં અનુમાન લાગી રહ્યાં છે. ગ્લોબલ માર્કેટમાં મોટાભાગનાં સ્ટોક એક્સચેન્જ લીલા રંગનાં દેખાઇ રહ્યાં છે. જેની અસર રોકાણકારોનાં સેન્ટિમેન્ટ પર પડશે અને આજે તે ખરીદી તરફ આગળ વધી શકે છે. આ અઠવાડિયે ત્રણ કારોબારી દિવસ માંથી બે દિવસ માર્કેટ નુક્સાનીમાં બંધ થયું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય શેર બજાર (Stock Market) આજે પોઝિટિવ મૂડમાં નજર આવી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં મળેલાં સંકેતોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરીદી તરફ ઝુકેલું જોવા મળશે. અને સેંસેક્સ ફરી એક વખત 57,000નો રેકોર્ડ પાર કરી શકે છે.
    આ પહેલાં બુધવારનાં માર્કેટમાં સેન્સેક્સ 537 અંક ડાઉન થયો હતો અને માર્કેટ 56,819 પોઇન્ટ પર બંધ થયું હતું. નિફ્ટી પણ 162 પોઇન્ટનાં નુક્સાન સાથે 17,038 પર બંધ થયું હતું. એક્સપર્ટનું કહેવું છે કે, અમેરિકન બજારમાં તેજી બાદ અન્ય શેર માર્કેટમાં પણ સુધારો આવી શકે છે. જેની અસર ભારતીય રોકાણકારો પર પણ જોવા મળશે.

    યુએસ સ્ટોક માર્કેટ
    માઈક્રોસોફ્ટ અને વિઝા જેવી કંપનીઓની કમાણી વધવાના સમાચાર પછી છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ત્રણેય યુએસ સ્ટોક એક્સચેન્જમાં સુધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ડાઉ જોન્સ 0.19 ટકા વધ્યો, જ્યારે S&P 500 0.21 ટકાના વધારા સાથે બંધ થયો. જોકે, Nasdaq Composite પર થોડી નબળાઈ હતી અને તે 0.01 ટકાના નજીવા ઘટાડા પર બંધ થયું હતું.

    યુરોપિયન માર્કેટ પણ ગ્રીન ઝોનમાં છે
    છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુરોપના મોટાભાગના શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જર્મનીનું શેરબજાર 0.27 ટકા વધ્યું હતું, જ્યારે ફ્રાન્સનું શેરબજાર 0.48 ટકાના વધારા સાથે બંધ થયું હતું. આટલું જ નહીં લંડન સ્ટોક એક્સચેન્જ પણ તેજીમાં બંધ થયો અને તે 0.53 ટકા વધવામાં સફળ રહ્યો.

    " isDesktop="true" id="1203615" >

    એશિયન બજારો પણ ખુલ્યા છે
    ગુરુવારે સવારે એશિયાના મોટાભાગના શેરબજારો ઉછાળા સાથે ખુલ્યા અને લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. સિંગાપોરનું સ્ટોક એક્સચેન્જ 0.04 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે જાપાનનું નિક્કી 0.47 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આ સિવાય તાઈવાનમાં 0.51 ટકા અને દક્ષિણ કોરિયામાં 0.32 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે

    વિદેશી રોકાણકારોએ જંગી રકમ પાછી ખેંચી હતી
    ભારતીય મૂડી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ના વેચાણની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારના ટ્રેડિંગમાં પણ FIIએ રૂ. 4,064.54 કરોડના શેરનું વે
    Published by:Margi Pandya
    First published:

    Tags: BSE Sensex, Investment, Nifty50, Share market, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन