Home /News /business /

Stock Market: સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખૂલ્યું શેરબજાર, 250 પોઇન્ટનું ગાબડું

Stock Market: સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખૂલ્યું શેરબજાર, 250 પોઇન્ટનું ગાબડું

શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે પણ ઘટાડાની શક્યતા આ છે તેની પાછળના કારણો

BSE Sensex Today: વૈશ્વકિ માર્કેટમાં મોટા કડકાના પગલે ભારતીય શેરબજાર આજે પણ સતત ત્રીજા દિવસે દબાણ હેઠળ ખૂલી શકે છે, એટલું જ નહીં બે દિવસના કડાકા પછી માર્કેટ આજે પણ જો તૂટશે તો ફરી એકવાર સેન્સેક્સ 59 હજાર નીચે પહોંચી જશે અને નિષ્ણાતો માની રહ્યા છે કે જો સેન્સેક્સ આ પોઈન્ટથી નીચે સરકે છે તો રોકાણકારોના સેન્ટિમેન્ટ પર તેની મોટી અસર પડ છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે પણ સતત ત્રીજા દિવસે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને શેરબજાર ખૂલતાવેંત જ મુખ્ય ઇન્ડેક્સ પૈકી સેન્સેક્સમાં 250 પોઈન્ટથી વધુનું ગાબડું પડી ગયું હતું જ્યારે નિફ્ટી50 70 પોઈન્ટની આસપાસના ઘટાડા  સાથે કામ કરી રહી છે. બીજી તરફ ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજ વધારા બાદ ડોલર સામે રુપિયો રેકોર્ડ લો પર પહોંચી ગયો છે.

  આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

  આ છે બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ


  ગ્લોબલ માર્કેટના ધબડકાની અસર સ્થાનિક માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલી વધારી શકે છે અને તેના કારણે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ તેની અસર જોવા મળી છે. છેલ્લા બે સત્રોની વાત કરીએ તો સેન્સેક્સ 700 અકં જેટલો તૂટ્યો છે. ગુરવારના કારોબારી સત્રમાં સેન્સેક્સ 337 અંક તૂટીને 59,120ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 89 અંક તૂટીને 17,630 પર બંધ થઈ હતી. નિષ્ણાતોનું માનવું છે કે આજે કારોબારમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું દબાણ રહેશે, કેમ કે ગ્લોબલ માર્કેટમાં પાછલા બે દિવસથી સતત ભારે કડાકા બોલી રહ્યા છે અને મંદીનો હાઉ બની રહ્યો છે.

  આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ

  અમેરિકન શેર બજારમાં મોટો કડાકો


  છેલ્લા બે દિવસથી અમેરિકન શેરબજારમાં સતત કડાકા બોલી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજ દરમાં 0.75 ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેમજ ફેડ રિઝર્વે આગામી સમયમાં નવેમ્બરમાં પણ વ્યાજદરમાં વધુ વધારો કરશે તેવા સંકેત આપ્યા હતા. ત્યારથી રોકાણકારો યુએસ શેરબજારથી દૂર થઈ રહ્યા છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ NASDAQ પર 1.37 ટકાનો મોટો કડાકો બોલ્યો હતો.

  યુરોપિયન માર્કેટ પર અમેરિકાના પગલે


  અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા સત્રમાં 1.84 ટકાના મોટા નુકસાન સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.87 ટકા તૂટીને બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જ પણ અગાઉના સત્રમાં 1.08 ટકા તૂટ્યો હતો.

  આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

  એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા સાથે ખૂલ્યા છે અને રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.43 ટકાનો ઘટાડો જોવા મળી રહી છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.58 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં પણ 0.51 ટકા અને તાઈવાનના બજારમાં 0.08 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય દક્ષિણ કોરિયાનું કોસ્પી પણ 1.01 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યું છે.

  વિદેશી રોકાણકારો વેચવાલી તરફ વળ્યા


  વૈશ્વિક માર્કેટમાં ઘટાડા અને યુરોપની સાથે સાથે અમેરિકામાં પણ બેફામ મોંઘવારી અને મંદીના ભણકારા સાથે વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાંથી પોતાનું રોકાણ પરત ખેંચી રહ્યા છે અને સતત વેચવાલી કરી રહ્યા છે. બજારના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ગુરુવારે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમા રૂ. 2,509.55 કરોડના શેર લીધા હતા. આ જ સમયગાળા દરમિયાન સંસ્થાકીય રોકાણકારોએ પણ બજારમાં રૂ. 263.07 કરોડનું વેચાણ કર્યું છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Nifty 50, Share market, Stock market

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन