આજના કારોબારમાં ઈન્ડિયન હોટેલ, પીડિલાઈટ, આઈટીસી, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, એસબીઆઈ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી કંપનીઓના શેર પર દાવ લગાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બજાર તેજી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આગામી કેટલાક દિવસો સુધી તેમાં અનિશ્ચિતતા રહેશે
ભારતીય શેરબજાર (Indian Stock Market) કાલે પોઝિટિવ મૂડમાં જોવા મળ્યું હતુ. એક્સપર્ટ્સનું માનવું છે કે ગ્લોબલ માર્કેટના સંકેતોને આધારે આજે પણ બજારમાં તેજી જોવા મળશે. ગઇકાલે સેન્સેક્સ 443 પોઈન્ટ વધીને 52,265 પર અને નિફ્ટી 143 પોઈન્ટ (0.09%) વધીને 15,556 પર બંધ થયું હતું.
આ સ્ટોકમાં આજે રહેશે એક્શન
નિષ્ણાંતો આજના કારોબારમાં ઈન્ડિયન હોટેલ, પીડિલાઈટ, આઈટીસી, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, એસબીઆઈ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી કંપનીઓના શેર પર દાવ લગાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બજાર તેજી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આગામી કેટલાક દિવસો સુધી તેમાં અનિશ્ચિતતા રહેશે. તેથી, રોકાણકારોએ સાવચેતી સાથે સ્ટોક પસંદ કરવાની જરૂર છે.
અમેરિકાનું શેરબજાર હાલ પોઝિટીવ મૂડમાં જોવા મળી રહ્યુ છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQ ગત કારોબારી સત્રમાં 1.62 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું. આ પહેલા ફેડ રિઝર્વ દ્વારા વધારવામાં આવેલા વ્યાજદર અને આગામી મહિનાઓમાં તે વધુ વધવાના અંદાજાને કારણે માર્કેટમાં મંદી જોવા મળી હતી.
જોકે, યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લાલ નિશાન સાથે બંધ થયું હતુ. યુરોપના તમામ મહત્વના સ્ટોક એક્સચેન્જ નુક્સાની સાથે બંધ થયા હતા. યુરોપનું મહત્વનું શેરબજાર જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પણ ગતરોજ 1.76 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતુ. જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 0.56 ટકા અને લંડનનું શેરબજાર પણ 0.97 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું.
એશિયાના મોટાભાગના બજારો આજે લીલા નિશાન સાથે ખુલ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.54 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.65 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાંપણ 1.91 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. હોંગકોંગનું સ્ટોક માર્કેટ 1.26 ટકાના વધારા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે અને તાઇવાન શેર માર્કેટ પર 1.03 ટકાના ઉછાળા સાથે ટ્રેન્ડ કરી રહ્યુ છે.
(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર