સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઘટાડાથી રોકાણકારોને ન ડરવું જોઈએ, પરંતુ નવા રોકાણથી બચવાની પણ સલાહ

એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઘટાડાથી રોકાણકારોને ન ડરવું જોઈએ, પરંતુ નવા રોકાણથી બચવાની પણ સલાહ

 • Share this:
  મુંબઈઃ અમેરિકા (America) અને યૂરોપ (Europe)ના બજારોમાં જોવા મળેલી તેજ વેચાવલી (Global Market Crash)ના કારણે સ્થાનિક શૅર બજાર (Indian Stock Markets)માં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. BSEના 30 શૅરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 1100પોઇન્ટ ગબડીને 36 હજારના અગત્યના સ્તરથી નીચે ગબડી ગયો છે. બીજી તરફ, NSEના 50 શૅરવાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી (Nifty) 330 પોઇન્ટના ભારે ઘટાડા બાદ 10 હજારની નીચે આવી ગયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ગાબડાના કારણે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જોકે, આ ઘટાડાથી રોકાણકારોને ન ડરવું જોઈએ. પરંતુ નવા રોકાણથી બચવાની પણ સલાહ છે.

  શૅર બજારમાં મોટો કડાકો કેમ બોલ્યો? – એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે ગ્લોબલ માર્કેટ FinCEN ખુલાસા બાદથી નર્વસ જોવા મળી રહ્યા છે. તેની સાથોસાથ ગ્લોબલ ગ્રોથની ચિંતા બજારના ટેન્શનને વધારી રહી છે. તેથી શૅર બજારમાં કોટો કડાકો જોવા મળી રહ્યો છે.  બુધવારે અમેરિકાના શૅર બજારમાં ભારે વેચાવલી જોવા મળી. અમેરિકાના બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઓ જોન્સ 1.92 ટકા સુધી ગબડી ગયો. બીજી તરફ, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સમાં 2.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

  આ પણ વાંચો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ભારે ઘટાડો, ભારતમાં આજે Goldનો ભાવ 50 હજાર રૂપિયાની નીચે જવાની શક્યતા

  ભારતીય શૅર બજારથી વિદેશી રોકાણકારોને જોરદાર વેચાવલી કરી છે. ગત સત્ર દરિમયાન વિદેશી રોકાણકારોએ કૅશ માર્કેટમાં 3,912.44 કરોડ રૂપિયાના શૅર વેચી દીધા છે. આ દરમિયાના સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 1,629.23 કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા.

  7 સપ્તાહના નીચલા સ્તર પર શૅર બજાર – આજે બજારમાં ખુલતાં જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 4 ઓગસ્ટ બાદ નિફ્ટી 10 હજારની નીચે ગયો છે. બજાર 7 સપ્તાહના નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે. નિફ્ટીના 50માંથી 48 શૅર ગબડી ગયા છે.

  બેન્કિંગ પર શું થયો ખુલાસો? – FinCEN ખુલાસામાં ગુપ્ત નાણાકીય લેવડ-દેવડ અને બેન્કિંગ સાથે જોડાયેલા રહસ્ય સામે આવ્યા છે. અમેરિકાની નિયામક ફિનકેન સંદિગ્ધ ગતિવિધ રિપોર્ટ નામથી સીક્રેટ દસ્તાવેજ તૈયાર કરે છે. તેમાં 1999થી 2017ની વચ્ચના 2121 સંદિગ્ધ ગતિવિધિઓનો ઉલ્લેખ છે.

  તેના દ્વારા 2099 ટ્રિલિયન ડૉલરની સંદિગ્ધ લેવડ દેવડ થઈ. મૂળે, જ્યારે કોઈ બેન્કને કોઈ લેવડ દેવડ પર શંકા હોય છે તો તે તેની ફરિયાદ ફિનસેનને કરે છે. 6થી વધુ બેન્કોએ આવી લેવડ દેવડ પર શંકા વ્યક્ત કરતાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ખૂબ ખાનગી રાખવામાં આવે છે. એકાઉન્ટ હોલ્ડરને પણ તેની જાણકારી નથી આપવામાં આવતી.

  આ પણ વાંચો, છેડતી કરનારા યુવકને મેથીપાક! યુવતીએ 55 સેકન્ડમાં ફટકારી દીધા 55 ચંપલના ઘા

  બાદમાં ફિનસેન તેની જાણકારી ભારતીય એજન્સીઓને સોંપી, ત્યારબાદ અનેક મામલાની તપાસ શરૂ થઈ. જે સંસ્થાઓના લેવડ-દેવડની સંદિગ્ધ હોવાનું સામે આવ્યું છે તે 2G સ્કેમ, અગસ્તા વેસ્ટલેન્ડ સ્કેમ, રોલ્સ રોયસ લાંચ કાંડ, એરસેલ મેક્સિસ કેસ સાથે જોડાયેલી હતી.
  Published by:Mrunal Bhojak
  First published:September 24, 2020, 11:58 am