શૅર બજારમાં જોરદાર તેજી, આ કારણે સેન્સેક્સ 500 અને નિફ્ટી 200 પૉઇન્ટ ઉછળ્યા

કોરોના વાયરસના કારણે શૅર બજારમાં મચેલા હાહાકાર વચ્ચે રોકાણકારોએ શું કરવું જોઈએ?

કોરોના વાયરસના કારણે શૅર બજારમાં મચેલા હાહાકાર વચ્ચે રોકાણકારોએ શું કરવું જોઈએ?

 • Share this:
  નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાના શૅર બજાર (Stock Market)થી જોડાયેલા ફ્યૂચર ઇન્ડે્સમાં તેજી આવવાનું કારણ એશિયા બજાર (Asian Stock Markets)માં ખરીદી જોવા મળી રહી છે. જાપાન સહિત ભારતના શૅર બજાર તેજી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. BSEના 30 શૅરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 500 પૉઇન્ટ ઉછળીને 31,844ના સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ, NSEના 50 શૅરોવાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી (Nifty)માં 150 પૉઇન્ટની તેજી છે. તે વધીને 9,342ના સ્તરે છે. નોંધનીય છે કે, સોમવારે સેન્સેક્સમાં 2,713 પૉઇન્ટનો ઘટાડો રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 9,200ના સ્તરથી નીચે બંધ થયો હતો. ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો સોમવારે અમેરિકાના બજારોમાં જોરદાર ઘટાડો રહ્યો અને ડાઉ જોન્સ 2,997.10 પૉઇન્ટ એટલે કે 12.93ના ઘટાડા સાથે 20,188.52ના સ્તરે બંધ થયો. બીજી તરફ, આજે એશિયન બજારોમાં પણ દબાણ છે.

  રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?

  - દુનિયાના મોટા બ્રોકરેજ હાઉસ CLSAનું કહેવું છે કે કોરોના સામેના મુકાબલો કરવામાં RBI ઘણી પાછળ છે. તેમના મુજબ બેંક 1 લાખ કરોડના LTROથી રિઝર્વ ઉપયોગ કરી શકશે. હાલમાં પૉલિસી સ્ટેન્સ ઘણું Conservative છે જ્યારે RBIને પૉલિસી રેટ નેગેટિવમાં લઈ જવો જોઈએ.

  - મૉર્ગન સ્ટેનલીએ બજાર પર પોતાનો મત આપતાં કહ્યું છે કે, FY21માં નફાના અનુમાનમાં 10 ટકાનો કાપ છે. 2020 માટે સેન્સેક્સનો લક્ષ્ય 36,000 છે. જોકે વેલ્યૂએશનના હિસાબે શૅર આકર્ષક થયા છે. તેઓએ પોતાના ફોકસ યાદીમાં Guj Gasને બહાર કર્યું છે અને Godrej Consને સામેલ કર્યું છે.

  - મૉર્ગન સ્ટેનલીએ ગેસ સેક્ટર પર કહ્યું છે કે સસ્તા ક્રૂડથી ગેસની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટશે. તેનાથી FY21માં EPSમાં ઘટાડો જોવા મળી શકે છે.

  આ પણ વાંચો, આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો ચેતજો, અમદાવાદના વેપારીને 16 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો

  - મૉર્ગન સ્ટેનલીએ IT પર કહ્યું છે કે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો રહી શકે છે અને Dislocationsમાં મોટું જોખમ જોવા મળશે. બીજી તરફ, તેઓએ લાર્જ કેપના ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું છે. મૉર્ગન સ્ટેનલીએ ઇક્વલવેટ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યને 2,100 રૂપિયાથી ઘટાડીને 1925 રૂપિયા નક્કી કર્યું છે.

  - મૉર્ગન સ્ટેનલીએ Infosys પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યને 900 રૂપિયાથી ઘટાડીને 750 રૂપિયા નક્કી કર્યું છે. મૉર્ગન સ્ટેનલીએ HCL Tech પર ઇક્વલવેટ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યને 640 રૂપિયાથી ઘટાડીને 525 રૂપિયા નક્કી કર્યું છે.

  આ પણ વાંચો, કોરોના : AMCએ જાહેરમાં થૂંકતાં 1,244 લોકો પાસેથી એક જ દિવસમાં 6.22 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
  Published by:Mrunal Bhojak
  First published: