Stock Market Today: મંગળવારે બજારમાં દબાણ રહ્યું હતું. આજે એક દિવસના કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા છે. BSE Sensex આશરે 400 પોઇન્ટના ઘટાડા પછી 51,703.83ના સ્તરે બંધ રહ્યો છે. તો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 104.55 પોઇન્ટના ઘટાડા સાથે 15208.90ના સ્તરે બંધ થયું. જોકે, મિડકેપ અને સ્મોલકેપમાં સારી ખરીદી જોવા મળી છે.
આ શેરમાં થઇ ખરીદી
BSEના ટોચના 30 શેરોની વાત કરીએ તો આજે માત્ર 8 શેરમાં તેજી જોવા મળી છે. આજે SBI 2.39 ટકાના વધારા સાથે ટોપ ગેનર્સની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત પાવર ગ્રીડ, NTPC, Reliance, Baja Auto, Axis Bank, M&M અને ભારતી એરટેલના શેરમાં તેજી રહી છે.
ઘટાડાવાળા શેર
આજે નેસ્લે ઈન્ડિયા 2.8 ટકા તૂટીને બંધ રહ્યો છે. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, HDFC Bank, IndusInd Bank, Maruti, Dr Reddy, HDFC, Kotak Bank, TCS, Titan, TechM, HUL, Infosys, HCL Tech તમામમાં વેચવાલી રહી છે.
સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મિશ્રિત કારોબાર
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં આજે મિશ્રિત કારોબાર જોવા મળ્યો. આજે BSE Auto, કેપિટલ ગુડ્ઝ, બીએસઈ મેટલ અને પીએસયુ સેક્ટરમાં ખરીદી રહી છે. આ સિવાય બેન્ક નિફ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, હેલ્થકેર, આઇટી, ઓઇલ એન્ડ ગેસ અને ટેક ક્ષેત્રમાં વેચવાલી રહી છે.
સ્મોલકેપ-મિડકેપ ઈન્ડેક્સ
બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 104.62 અંકના વધારા સાથે 19883.29ના સ્તરે બંધ રહ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ 8.56 પોઇન્ટના નજીવા વધારા સાથે 20236.63ના સ્તરે બંધ થયો. ઉપરાંત CNX મિડકેપ ઈન્ડેક્સ 71.80 અંકના વધારા સાથે 23388.30 પર બંધ રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર