Home /News /business /

Stock Market: સેન્સેક્સ 1,00,000ના સ્તરને કરશે સ્પર્શ, જાણો કોને કહી આવી વાત

Stock Market: સેન્સેક્સ 1,00,000ના સ્તરને કરશે સ્પર્શ, જાણો કોને કહી આવી વાત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Sensex at 1,00,000 level: જેફરીઝના ક્રિસ્ટોફર વુડનું કહેવું છે કે આગામી ચાર વર્ષમાં સેન્સેક્સ એક લાખના સ્તરને સ્પર્શી શકે છે. ભારત ફરીથી એશિયાનું સૌથી ઉત્તમ સ્ટૉક માર્કેટ બનશે તેવું અનુમાન.

    મુંબઈ: Christopher Wood Sensex Prediction: જેફરીઝ (Jefferies)ના ગ્લોબલ હેડ ઇક્વિટી સ્ટ્રેટજી ક્રિસ્ટોફર વુડ (Christopher Wood)નું કહેવું છે કે ભારતનો મહત્ત્વનો ઇક્વિટી ઇન્ડેક્સ બીએસઈ સેન્સેક્સ 2026ના અંત સુધી 1,00,000નું સ્તર સ્પર્શી શકે છે. Christopher Woodનું કહેવું છે કે, 'The GREED & fear newsletter' આ અઠવાડિયે એવું કહેવા માંગે છે કે આગામી પાંચ વર્ષમાં સેન્સેક્સ 1,00,000ની સપાટીને સ્પર્શ કરી શકે છે.

    "અમારું એવું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં EPSમાં 15 ટકાનો ગ્રોથ અને પાંચ વર્ષનો એવરેજ મલ્ટીપલ 19.4 ટકાના સ્તરને સ્પર્શી શકે છે. હાલ સેન્સેક્સ 58,669ના સ્તર પર છે. અમારું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં 70 ટકાનો વધારો જોઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમાં વાર્ષિક દરે 11 ટકાનો વધારો જોવા મળી શકે છે."

    સ્ટૉક માર્કેટમાં જોવા મળશે તેજી

    Christopher Wood ભારતના હાઉસિંગ માર્કેટમાં 7 વર્ષ પછી આવેલા અપટ્રેન્ડને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમનું માનવું છે કે આના પગલે પ્રાઇવેટ કેપિટલ એક્સપેન્ડિચરમાં મોટા સપોર્ટવાળી રિકવરી જોવા મળી શકે છે. જેના પગલે આગળ જતાં કંપનીઓની કમાણી વધશે, અને વધી રહેલા વ્યાજદરોના સમયમાં પણ શેર માર્કેટમાં મજબૂતી જોવા મળશે.

    સામાન્ય અંદાજ એવો છે કે MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓની આવકમાં 2022-23 દરમિયાન 20 ટકાનો ગ્રોથ આવશે, જે એશિયાનો ત્રીજો સૌથી વધારે તેજ દર હશે.

    આ પણ વાંચો: Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

    આ વાત ભારતીય અર્થતંત્રને આપી શકે છે ઝટકો!

    ક્રિસ્ટોફર વુડે એ વાતનો પણ સંકેત આપ્યો કે યૂએસ ફેડ તરફથી વ્યાજદરોમાં વધારો અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો એ બે મોટા જોખમ છે. જોકે, તેઓ ભારતીય ઇક્વિટી બજારો પર યૂએસ ફેડની વ્યાજદર નીતિઓને લઈને વધારે ચિંતિત નથી. જોકે, તેમનું માનવું છે કે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો ચોક્કસ ભારતીય અર્થતંત્રને ઝટકો આપશે.

    મોટા ઘટાડાનું જોખમ નહીં

    તેમનું એવું પણ કહેવું છે કે ઓક્ટોબરમાં રેકોર્ડ હાઇથી આશરે પાંચ ટકા તૂટ્યા બાદ ભારતીય સ્ટૉક માર્કેટમાં હવે બીજા કોઈ મોટા ઘટાડાનું જોખમ નથી. ભારતીય શેર બજારમાં તાજેતરમાં આવેલો ઘટાડો રોકાણકારોને સારા સ્ટૉકમાં ખરીદીનો મોકો આપી રહ્યો છે.

    આ પણ વાંચો: Multibagger Stock: NBFC સ્ટોકમાં માત્ર 20 મહિનામાં રૂ. 1 લાખ થઈ ગયા રૂ. 18 લાખ, મળ્યું 1700% વળતર

    ક્રિસ્ટોફર વુડનું એવું પણ માનવું છે કે ભારતમાં હાઉસિંગ સેક્ટરમાં આવેલી વર્તમાન તેજી જો અર્થતંત્રમાં પ્રાઇવેટ કેપેક્સ સાઇકલમાં પણ તેજી લાવવામાં સફળ રહે છે, જેવું 2002-03ના વર્ષમાં થયું હતું, તો ભારત ફરી એક વખત એશિયાનું સૌથી વધારે સારું પ્રદર્શન કરનાર સ્ટૉક માર્કેટ બની જશે. આવું જ 2003-2007માં જોવા મળ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Share market, Stock market, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन