Home /News /business /Stock Market : મોંઘવારી અને મંદીની અસર આજે જોવા મળશે બજાર પર! જાણો કયા સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર
Stock Market : મોંઘવારી અને મંદીની અસર આજે જોવા મળશે બજાર પર! જાણો કયા સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર
આજના Hot Stocks
જો છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા બાદ 100 પોઈન્ટના ઘટાડા સાથે 53,134 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 25 પોઈન્ટ ઘટીને 15,811 પર ગયો હતો.
ભારતીય શેરબજાર (Indian Stock Market) પર છેલ્લા કેટલાક સમયથી મંદીની અસર દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક સેશનમાં લોકોના ઘણા રૂપિયા ડૂબી ગયા છે તેવામાં આજે પણ ભારતીય બજારો પર દબાણ જોવા મળશે અને વધતા ફુગાવાના દબાણને કારણે રોકાણકારો નફો બુક કરશે. જો છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સેન્સેક્સ (SENSEX) 500થી વધુ પોઈન્ટના વધારા બાદ 100 પોઈન્ટના ઘટાડા સાથે 53,134 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી (NIFTY) 25 પોઈન્ટ ઘટીને 15,811 પર ગયો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે, આજે પણ બજાર સારી રીતે ખુલવાની આશા છે, પરંતુ ટ્રેડિંગ દરમિયાન પણ વેચવાલીનું દબાણ રહેશે.
આજે આ શેર્સ પર રહેશે રોકાણકારોની નજર
Bajaj Finance Ltd Tata Motors Ltd Marico Ltd Axis Bank Ltd Biocon Ltd ICICI Prudential Life Insurance Company Ltd Tejas Networks Ltd Britannia Industries Ltd Equitas Holdings Ltd J Kumar Infraprojects Ltd
યુએસ અને યુરોપિયન બજારોના હાલ
અમેરિકામાં (USA) મંદીનો ભય સૌથી વધુ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ફરી એકવાર વધારાના સ્પષ્ટ સંકેતો છે, જે વૃદ્ધિને વધુ ધીમી કરી શકે છે. રાષ્ટ્રપતિ જો બાયડેને તેલ કંપનીઓને પેટ્રોલના ભાવ ઘટાડવા કહ્યું છે. તેની અસર યુએસ શેરબજાર (US Stock Exchange) પર પણ પડી રહી છે. જોકે, અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ NASDAQ પર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1.75 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.
યુએસથી વિપરીત, યુરોપિયન બજારોમાં (European Stock Market) છેલ્લા સત્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને તમામ મુખ્ય શેરબજારો લાલ નિશાન પર બંધ થયા છે. યુરોપના મુખ્ય સ્ટોક એક્સચેન્જ જર્મનીની વાત કરીએ તો છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન 2.91 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ફ્રાન્સના સ્ટોક એક્સચેન્જમાં 2.68 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે લંડનનું સ્ટોક એક્સચેન્જ 2.86 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.
એશિયાના બજારોમાં આજે વોલેટિલિટી છે. કેટલાક લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે કેટલાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.62 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.62 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાના કોસ્પી માર્કેટમાં 0.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.03 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર