Home /News /business /

Stock Market : ભારતીય શેરબજાર આજે પણ રિકવરી મોડમાં, સેન્સેક્સ 53 હજારને પાર જવાનો અંદાજ

Stock Market : ભારતીય શેરબજાર આજે પણ રિકવરી મોડમાં, સેન્સેક્સ 53 હજારને પાર જવાનો અંદાજ

આજે બજાર પોઝિટિવ મૂડમાં

અમેરિકાના બજારમાં સુધારો જોવા મળ્યો છે અને બજાર ધીમે ધીમે પોઝિટિવ મૂડમાં આવી રહ્યુ છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQએ ગત કારોબારી સત્રમાં 2.51 ટકા તેજી નોંધાવી છે. આ સાથે જ યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લીલા નિશાન સાથે બંધ થયું હતુ.

વધુ જુઓ ...
    ભારતીય શેરબજારમાં (Indian Stock Market) સતત ત્રીજા દિવસે તેજીનો અંદાજો છે. માર્કેટ આજે પણ પોઝિટિવ મૂડમાં જોવા મળી રહ્યુ છે. ગ્લોબલ માર્કેટ તરફથી મળી રહેલા સંકેતો દર્શાવે છે કે માર્કેટ આજે રિકવરી મોડમાં હશે. ગત રોજ એટલે કે મંગળવારની વાત કરીએ તો બજારમાં સારી એવી તેજી જોવા મળી હતી BSE સેન્સેક્સ મંગળવારે 934.23 પોઇન્ટના વધારા સાથે 52,532.07 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE 288.65 પોઇન્ટના વધારા સાથે 15,638.80 પર બંધ થયો હતો.

    આ શેરોમાં આજે તેજીનો અંદાજ


    Asahi Ind Glass, Linde India, Coforge, MindTree, India Cements અને Avanti Feeds ના શેર્સમાં આજે તેજી આવી શકે છે.

    આ પણ વાંચો -ક્રૂડ ઓઇલના નવા ભાવ જાહેર, અહીં ચેક કરો આજની પેટ્રોલ-ડીઝલની કિંમત

    અમેરિકાના બજારમાં તેજી


    અમેરિકાના બજારમાં સુધારો જોવા મળ્યો છે અને બજાર ધીમે ધીમે પોઝિટિવ મૂડમાં આવી રહ્યુ છે. અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ NASDAQએ ગત કારોબારી સત્રમાં 2.51 ટકા તેજી નોંધાવી છે. આ સાથે જ યુરોપનું સ્ટોક એક્સચેન્જ પણ લીલા નિશાન સાથે બંધ થયું હતુ. યુરોપનું મહત્વનું શેરબજાર જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પણ ગતરોજ 0.20 ટકા વધારા સાથે બંધ થયું હતુ. જ્યારે ફ્રાન્સના શેરબજારમાં 0.45 ટકા અને લંડનનું શેરબજાર પણ 0.75 ટકાના ઉછાળા સાથે બંધ થયું હતું.

    આ પણ વાંચો - પૌઆ બનાવો, લોકોને ખવડાવો અને પૈસા કમાઓ! બિઝનેસ માટે સરકાર તરફથી મળશે 90% સુધીની લોન

    એશિયાના બજારોએ આપ્યા સારા સંકેત


    એશિયાના મોટાભાગના બજારો આજે સવારથી લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.18 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.03 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.01 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે.

    (Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share bazar, Stock market

    આગામી સમાચાર