Home /News /business /

બજાર કન્સોલિડેશનના તબક્કામાં, આ 10 સ્ટૉક્સ પર લગાવો દાવ, 3-4 અઠવાડિયામાં ચમકી શકે છે તમારી કિસ્મત

બજાર કન્સોલિડેશનના તબક્કામાં, આ 10 સ્ટૉક્સ પર લગાવો દાવ, 3-4 અઠવાડિયામાં ચમકી શકે છે તમારી કિસ્મત

શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Hot picks: જો તેજી આવવાની છે તો આ માટે બેન્કિંગ શેર્સે મોટી ભૂમિકા નિભાવવી પડશે. બેન્ક નિફ્ટી હાલ 37,000 – 36,800 ના મહત્ત્વના સપોર્ટ આસપાસ છે. જોકે, બેંક નિફ્ટી માટે ઉપરની તરફ 38,000 પર વિઘ્ન છે.

  મુંબઈ: 13 એપ્રિલના રોજ પૂર્ણ થયેલા નાના ટ્રેડિંગ સપ્તાહમાં બજાર મંદીની જાળમાં ફસાતું જોવા મળ્યું હતું. ગત અઠવાડિયે બજારમાં નફાવસૂલી (profit booking) જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમતો, મોંઘવારી સાથે જોડાયેલી ચિંતાઓ, રશિયા-યુક્રેન સંકેટ (Russia-Ukraine crisis) વધુ ઘેરું બનવાની સાથે સાથે એફઆઈઆઈની વેચવાલીને કારણે બજારના સેન્ટિમેન્ટ્સ ખરાબ થયા હતા. આ કારણ બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. આ ઘટાડા છતાં ઇન્ડેક્સ 20-day SMA (17,471) અને 20-day EMA (17,455)ને જાળવી રાખવામાં સફળ રહ્યો જે આગામી દિવસોમાં બજાર માટે સપોર્ટનું કામ કરશે. જો આ સપોર્ટ તૂટે છે તો બજાર 17,150 ( 200-DMA અને 200-EMAની આસપાસ) નવો સપોર્ટ લેતું નજરે પડી શકે છે.

  ઉપરની બાજુએ 17600-17,700 ના સ્તર પર નિફ્ટી માટે વિઘ્ન નજરે પડે છે. જો નિફ્ટી આ વિઘ્ન તોડવામાં સફળ રહે છે તો આપણને 17,800-17,900 તરફ જતો જોવા મળી શકે છે.

  માર્કેટ નિષ્ણાતનો અભિપ્રાય


  એન્જીલ વનના સમીત ચવ્હાણની કહેવું છે કે હવે જો ડેઇલી ટાઇમ ચાર્ટ ફ્રેમ પર નજર કરીએ તો નિફ્ટી આપણને ખૂબ મહત્ત્વના મોડમાં નજરે આવી રહ્યો છે. નિફ્ટી માટે '220-day' EMA પર મહત્ત્વનો સપોર્ટ છે, જે 17,450ની આસપાસ સ્થિત છે. જ્યાં સુધી નિફ્ટી 17,400 – 17,200 ને હોલ્ડ કરવામાં સફળ રહે છે ત્યાં સુધી રિકવરીની આશા બનેલી રહેશે.

  આશા રાખીએ કે આગળ ગ્લોબલ ફ્રંટ પર કોઈ નકારાત્મક સમાચાર નહીં આવે. જો આવું થાય છે તો બજારમાં થોડી રિકવરી જોવા મળી શકે છે. ઉપરની બાજુએ નિફ્ટી માટે 17,700 -17,850 નું લેવલ મહત્ત્વનું છે. જો નિફ્ટીએ ઉપર જવું હશે તો આ બાધાઓને પાર કરવી પડશે.

  બીજી ખાસ વાત એ છે કે જો તેજી આવવાની છે તો આ માટે બેન્કિંગ શેર્સે મોટી ભૂમિકા નિભાવવી પડશે. બેન્ક નિફ્ટી હાલ 37,000 – 36,800 ના મહત્ત્વના સપોર્ટ આસપાસ છે. જોકે, બેંક નિફ્ટી માટે ઉપરની તરફ 38,000 પર વિઘ્ન છે. જો નિફ્ટી આ બાધાને તોડે છે તો તેમાં તેજી આવશે. આ ઉપરાંત એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે થોડા દિવસોથી બ્રોડર માર્કેટમાં પણ અમુક નફાવસૂલી જોવા મળી રહી છે. અહીં અમે તમને 10 એવા શેર્સ વિશે જણાવી રહ્યા છીએ જેમાં આગામી 3-4 અઠવાડિયામાં બે આંકડામાં રિટર્ન મળી શકે છે.

  5paisa.com ના રુચિત જૈનની પસંદગીના શેર


  ONGC: Buy | LTP: Rs 174.25 | ઓએનજીસી શેરમાં 161 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 198 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 14 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Ruchira Papers: Buy | LTP: Rs 123 | રુચિરા પેપર્સ શેરમાં 113 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 140 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 14 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Kotak Securities ના શ્રીકાંત ચૌહાણની પસંદગીના શેર


  Max Financial Services: Buy | LTP: Rs 785.5 | મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ શેરમાં 755 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 860 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 9.5 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Indraprastha Gas: Buy | LTP: Rs 389.9 | ઇન્દ્રપ્રસ્થા ગેસના શેરમાં 375 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 421 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 8 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  આ પણ વાંચો: મારુતિ સુઝુકીની કાર્સ આજથી થશે મોંઘી, વાંચો અહેવાલ

  HDFC Securities ના નંદીશ શાહની પસંદગીના શેર


  Genus Power Infrastructures: Buy | LTP: Rs 87.20 | જેનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરમાં 81 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 100 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 15 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Control Print: Buy | LTP: Rs 434.3 | કંટ્રોલ પ્રિન્ટ શેરમાં 400 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 500 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 15 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Shipping Corporation of India: Buy | LTP: Rs 133.85 | શિપિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના શેરમાં 127 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 150 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 12 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  આ પણ વાંચો: ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ ઇન્ફોસિસના શેરમાં કડાકો

  GEPL Capital ના મલય ઠક્કરની પસંદગીના શેર


  IIFL Finance: Buy | LTP: Rs 366.95 | આઈઆઈએફએલ ફાઇનાન્સ શેરમાં 330 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 440 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 20 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Thermax: Buy | LTP: Rs 2,229.85 | થર્મેક્સ શેરમાં 2,050 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,550 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 14 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.

  Godfrey Phillips: Buy | LTP: Rs 1,292.25 | ગૉડફ્રે ફિલિપ્સ શેરમાં 1,185 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,550 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 20 ટકા સુધી તેજી જોવા મળી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, Stock tips

  આગામી સમાચાર