Home /News /business /

Stock Market Holidays 2022: શેર બજાર આગામી ચાર દિવસ સુધી રહેશે બંધ, જાણો વિગત

Stock Market Holidays 2022: શેર બજાર આગામી ચાર દિવસ સુધી રહેશે બંધ, જાણો વિગત

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock Market Holidays 2022: 14 એપ્રિલના રોજ મહાવીર જયંતિ અથવા ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ અને ત્યાર બાદ 15 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે હોવાથી શેર બજારમાં કામકાજ નહીં થાય.

    મુંબઇ. Stock Markets Holiday 2022: શેર બજારમાં ટ્રેડિંગ માટે આ અઠવાડિયાનો આજે (13 એપ્રિલ) અંતિમ દિવસ છે. આવતીકાલથી સતત ચાર દિવસ સુધી શેર બજાર બંધ રહશે. આવતીકાલે આટલે કે 14મી એપ્રિલના રોજ મહાવીર જયંતિ (Mahavir Jayanti) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ (Dr. Baba Saheb Ambedkar) છે. 15મી એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે (Good Friday) છે. આથી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (Bombay Stock Exchange – BSE) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ (National Stock Exchange – NSE) બંધ રહેશે. એટલે કે આજે આ અઠવાડિયે ટ્રેડિંગનો અંતિમ દિવસ છે.

    બીજી તરફ કોમોડિટી માર્કેટમાં મલ્ટી કોમોડિટી ઇન્ડેક્સ ઑફ ઇન્ડિયા (Multi Commodity Index of India - MCX)માં 14 એપ્રિલના રોજ કારોબારના પ્રથમ સત્રમાં રજા રહેશે. બીજા સત્રમાં ટ્રેડિંગ થશે. પ્રથમ સત્ર સવારે 9 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલે છે. બીજું સત્ર સાંજે પાંચ વાગ્યાથી રાતના 11.55 વાગ્યા સુધી ચાલે છે. 15 એપ્રિલના રોજ બંને સત્રમાં MCX બંધ રહેશે. નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ લિમિટેડ (National Commodity & Derivatives Exchange Limited – NCDEL)માં 14મી એપ્રિલના રોજ પ્રથમ સત્રમાં ટ્રેડિંગ બંધ રહેશે. બીજા સત્રમાં કામકાજ થશે. NCDELમાં 15 એપ્રિલના રોજ બંને સત્રમાં કામકાજ બંધ રહેશે.

    એપ્રિલ મહિનામાં સૌથી લાંબી રજા


    14 એપ્રિલ અને 15મી એપ્રિલના રોજ શેર બજારમાં રજા રહેશે. તેના પછી 16મી એપ્રિલના રોજ શનિવાર અને 17મી એપ્રિલના રોજ રવિવાર છે. શનિવાર અને રવિવારે ભારતીય શેર બજારમાં રજા રહે છે. આથી શેર બજારમાં એક સાથે ચાર દિવસની રજા આવી છે. એપ્રિલ મહિનામાં આ સૌથી લાંબી રજા છે. એટલે કે હવે શેર બજારમાં 18મી એપ્રિલ એટલે કે સોમવારે ટ્રેડિંગ થશે.

    આ પણ વાંચો: હરિઓમ પાઇપનો આઈપીઓ લાગ્યો તેમને ચાંદી જ ચાંદી

    શેર બજારમાં આ વર્ષે 13 રજા


    શનિવાર અને રવિવારને બાદ કરતા આ વર્ષે BSE અને NSE પર કુલ 13 દિવસની રજા રહેશે. વર્ષ 2022ની પ્રથમ રજા 26મી જાન્યુઆરીના રોજ આવી હતી. તે બાદમાં માર મહિનામાં મહાશિવરાત્રી અને હોળીના દિવસે શેર બજારમાં રજા હતી. એપ્રિલ મહિનામાં હવે ચાર દિવસની રજા છે.

    આ પણ વાંચો: 3,333 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    પેટ્રોલ-ડીઝલ પર મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન


    સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price) વધારી નથી. જોકે, ગત 14 વખત કરેલા વધારામાં ઇંધણની કિંમત 10 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે. હવે આ મામલે મુખ્ય આર્થિક સલાહકાર (Chief economic advisor- CEA)ના એક નિવેદને ચિંતા વધારી દીધી છે. CEA વી અનંત નાગેશ્વર (V Anantha Nageswaran)ને સીએનબીસી ટીવી18 સાથેની વાતચીતમાં કહ્યુ કે, જો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 110 ડૉલર પ્રતિ બેરલથી ઉપર જાય છે તો તેનો ભાર સરકાર, ઓઇલ વિતરણ કંપનીઓ અને ગ્રાહકોએ સાથે મળીને ઉઠાવવો પડશે. હાલ ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધારે હોવાનું કારણ વૈશ્વિક બજારમાં સપ્લાય ચેન પર અસર પડી હોવાનું છે. આ કારણે કંપનીઓ બહારથી મોંઘું ક્રૂડ ઓઇલ મંગાવી રહી છે. (વાંચો સમગ્ર એહવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: APRIL, BSE, Holiday, NSE, Share market, Stock market

    આગામી સમાચાર