Stock market holiday: ગણેશ ચતુર્થીની રજાને પગલે BSE અને NSE આજે બંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Stock market holiday today: ગણેશ ચતુર્થી તહેવાર (Ganesh Chaturthi 2021) હોવાથી આજે બીએસઈ અને એનએસઈ (Bombay Stock Exchange and National Stock Exchange) બંધ રહેશે.

  • Share this:
    મુંબઈ:  Stock market holiday today: ગણેશ ચતુર્થી તહેવાર (Ganesh Chaturthi 2021) હોવાથી આજે બીએસઈ અને એનએસઈ (Bombay Stock Exchange and National Stock Exchange) બંધ રહેશે. આ સાથે જ મેટલ અને બુલિયનની સાથે હોલસેલ કોમોડિટી માર્કેટ પણ આજે બંધ રહેશે. આ ઉપરાંત ફોરેક્સ અને કોમોડિટી ફ્યૂચર માર્કેટ પણ આજે બંધ રહેશે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.

    નબળા વૈશ્વિક સંકેત વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગતરોજ ભારતીય શેરબજારમાં વધુ એક કન્સોલીડેશનનો દૌર જોવા મળ્યો હતો. ગાઈકાલે સેન્સેક્સ 54.81 અંક વધીને 58,305.07ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે Nifty50 15.80 અંકના વધારા સાથે 17,369.30ના સ્તર પર બંધ રહ્યો હતો.

    Geojit Financialના વિનોદ નાયરનું કહેવું છે કે કમજોર ગ્લોબલ સંકેત વચ્ચે ગઈકાલના કારોબારમાં ઘરેલૂ બજારમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. રિયલ્ટી અને ફાર્મા શેરો (Realty and pharma stocks)માં વેચવાલી જોવા મળી હતી. જોકે, નાના સ્ટોક્સની ખરીદી ચાલુ રહી હતી. મિડકેપ અને સ્મૉલકેપે (Mid cap and Small cap) દિગ્ગજોની સરખામણીમાં સારો દેખાવ કર્યો હતો.

    આ પણ વાંચો: ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ વધી, જાણો આવકના દાયરામાં ન આવવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના 6 ફાયદા 

    વિનોદ રાયે વધુમાં જણાવ્યું કે ચીનમાં રેગ્યૂલેટરી સકંજો કસવા, યૂરોપીયન સેન્ટ્રલ બેંકની મીટિંગ પહેલા બૉન્ડ ખરીદ કાર્યક્રમને લઈને આશંકાઓ અને ઇકોનૉમિક રિકવરીમાં સુસ્તીએ વૈશ્વિક બજાર પર નકારાત્મક અસર બતાવી હતી. જેની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી હતી.

    આ પણ વાંચો: Business Idea: રેલવેના આ પ્રોજેક્ટ સાથે શરૂ કરી બિઝનેસ, દર મહિને કરો 80,000 રૂપિયાની કમાણી

    શેર માર્કેટ અને બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે

    ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારના રોજ એનએસઈ (NSE) અને બીએસઈ (BSE) બંધ રહે છે. આજે શુક્રવારે ગણેશ ચતુર્થીની રજા હોવાથી શેર માર્કેટ સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. બીજી તરફ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગણેશ ચતુર્થીની રજા રહેતી હોવાથી સતત ત્રણ દિવસ સુધી બેંક પણ બંધ (Banks to remain shut for three days) રહેશે. આજે ગણેશ ચતુર્થી અને આવતીકાલે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ બીજી શનિવાર હોવાથી બેંક બંધ રહેશે. 12મી તારીખના રોજ રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published: